૧૯૯૩માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયેલાં કોમી હુલ્લડોથી અસરગ્રસ્ત થયેલાં અને છૂટક મજૂરી કરતાં ૨૫૦ મજૂર કુટુંબોમાં ૨૫૦ કિ.ગ્રા. લોટ, ૨૫૦ કિ.ગ્રા. ખાંડ, ૨૪૦ કિ.ગ્રા. તેલ, ૪૦ કિ.ગ્રા.ચા,  ૨૫૦ ગોટી સાબુ અને ૨૫૦ ચાદરનું વિતરણકાર્ય મે માસમાં કરવામાં આવ્યું હતું. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૬-૧૨-૧૯૯૪ના રોજ રાજકોટ પાસેના કસ્તુરબાધામમાં યોજાયેલ નિદાન અને ચિકિત્સા કેમ્પમાં ૧૫ ગામના લગભગ ૫૦૦ જેટલાં દર્દીઓની નિદાન-ચિકિત્સાસેવા કરવામાં આવી હતી.

૨૬ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં દુષ્કાળરાહતસેવાકાર્ય રૂપે ૨૨૮ જેટલી ગાયો માટે પશુઆહાર અને ટોનિક, દવા વગેરેના મિશ્રણનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૪ માર્ચ, ૧૯૯૪ના રોજ દ્વારકા તાલુકાના ખતુંભા અને ગોરિયાળી ગામના અનુક્રમે ૧૧૮ અને ૧૮૧ લોકોમાં ૪૨૪ તૈયાર કપડાં, ૨૦૭ સાડી અને ૨૫૧૨ કિ.ગ્રા. ઘઉંનું દુષ્કાળને કારણે વિતરણસેવાકાર્ય થયું હતું. આ ઉપરાંત ગામના પશુધન માટે સૂકાઘાસનું વિતરણકાર્ય પણ થયું હતું.

૬ એપ્રિલ, ૧૯૯૪ના રોજ ભાણવડ તાલુકાના બરડા ડુંગરના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ૨૯૬ માલધારી રબારી પરિવારોને મદદ કરવામાં આવી હતી. આ વિસ્તારના કુલ ૧૫૦૦ લોકોમાં ૩૦૦૦ કિ.ગ્રા. બાજરો, અને ૩૯૦૦ કિ.ગ્રા. રાજદાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨ ટ્રક ઘાસચારાનું પણ વિતરણ થયું હતું.

૮ એપ્રિલ, ૧૯૯૪ના રોજ લોધીકા તાલુકાના ખીરસરા ગામે દુષ્કાળરાહતસેવાકાર્ય અન્વયે અનાજ, કપડાં, ઘાસચારો વગેરેનું વિતરણકાર્ય થયું હતું. ૩૦ નિરાધાર વૃદ્ધો તેમજ બીજા ૧૪ લોકોમાં ૨૫૦ કિ.ગ્રા. બાજરો અને ૩૫ સાડીઓનું વિતરણકાર્ય થયું હતું. ૨૨૮ ગાયો માટે ૪૩૪૦ કિ.ગ્રા. લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાના નિમચ ગામનાં ૨૫૫ પરિવાર, નળવાઈનાં ૨૫ પરિવાર જાંબુઆનાં ૨૮ પરિવાર તથા ઝાલોદ તાલુકાના મઘાનિસર ગામનાં ૧૫૦ પરિવાર એમ કુલ મળીને ૪૫૮ પરિવારોનાં ૨૫૦૦ પશુઓ માટે ૨૫૬૦૮ રૂ.ની કિંમતનું ૧૬૧૦૫ કિ.ગ્રા. ઘાસનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૯મી મે, ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં રાજકોટ નગર નિગમના ચોથાવર્ગના ૫૫૦ કર્મચારીઓને ૫૫૦૦ કિ.ગ્રા. ઘઉં આપવામાં આવ્યા હતા.

૧૫મી મે, ૧૯૯૪ના રોજ લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં ૨૨૦ ગાયો માટે ૫૦૦૦ કિ.ગ્રા. ઘાસનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૫મી મે, ૧૯૯૪ના રોજ ભાણવડ તાલુકાના અંબલિયાણા ગામનાં ૧૧૭ પરિવારજનોમાં ૧૬૦૦ કિ.ગ્રા. ઘઉં અને ગામના પશુધન માટે ૨ ટ્રક ઘાસચારો આપવામાં આવેલ. આ ઉપરાંત ગરીબ લોકોમાં તૈયાર વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૯ મે, ૧૯૯૪ના રોજ ભાણવડ તાલુકાના કાટકોલા ગામની આશુતોષ ગૌશાળાને ૨ ટ્રક ઘાસચારો આપવામાં આવ્યો હતો અને ગરીબ લોકોને તૈયાર વસ્ત્રો આપવામાં આવ્યાં હતાં.

જુલાઈ ૧૯૯૪માં ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ અને પૂરથી ગુજરાતના વિભિન્ન ભાગોમાં વ્યાપક નુકશાન થયું હતું. ૧૪ જુલાઈના રોજ રાજકોટના ગરીબ વિસ્તારના ૧૨૫ પરિવારજનોને ફૂડપેકેટ્સ આપવામાં આવ્યાં હતાં. ૨૩મી જુલાઈએ જુનાગઢ જિલ્લાના બાંટવા તાલુકાના પાંભરડી ગામનાં ૬૪ પરિવારોમાં ૬૪૦ કિ.ગ્રા. બાજરો, ૧૯૨ કિ.ગ્રા. મગદાળ, ૪૪૮ કિ.ગ્રા. ચોખા અને ૬૪ ચાદર વગેરે આપવામાં આવ્યાં હતાં. ૨૫ જુલાઈના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામનાં ૧૬૭ પરિવારો, સેંદરડીનાં ૨૦ પરિવારો તેમજ ટિનમસનાં ૧૬૫ પરિવારોમાં ૬૧૦૦ કિ.ગ્રા. બાજરાનું વિતરણકાર્ય થયું હતું.

ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૯૪માં ભારે વરસાદને લીધે અસર પામેલાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનાં વટામણ, વારણા, રામપુર, આનંદપુરા અને રાયપુર ગામનાં ૫૦૦ પરિવારજનોમાં ૨૫૦૦ કિ.ગ્રા.ખીચડી અને ૨૫૦૦ કિ.ગ્રા. ઘઉંના લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં માલસર તેમજ બરકાલ ગામનાં ૫૬૦ પરિવારજનોમાં ૪૫૦૦ કિ.ગ્રા. બાજરો અને ૨૫૦૦ કિ.ગ્રા. ખીચડીનું વિતરણ કાર્ય થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાનાં રંગપુર અને અન્ય તેર ગામનાં ૧૯૧ પરિવારોમાં ૧૯૧૦ કિ.ગ્રા. ઘઉં અને ૧૯૧ પછેડીનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૯૯૪માં સુરતમાં પ્લેગ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત વેડરોડ અને પાંડેસરા વિસ્તારનાં ૧૨૦૮ પરિવારોમાં ૧૨૦૮૦ કિ.ગ્રા. ઘઉંનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૨ માર્ચ, ૧૯૯૫ના રોજ કસ્તુરબાધામ (ત્રંબા) ગામે સર્વરોગ નિદાનયજ્ઞ તેમજ વિશેષ નેત્રચિકિત્સાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના પછાત અને ગ્રામ્ય વિસ્તારનાં ૧૫ ગામડાંમાંથી કુલ ૬૭૪ દર્દીઓને સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસવામાં આવ્યા હતા. આંખના રોગોના ૩૪૮ દર્દીઓને તપાસીને સ્થળ પર ચશ્મા અને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોતિયા તેમજ અન્ય રોગોના ઓપરેશન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્ડિય ઓઈલ કોર્પોરેશન દ્વારા દાન રૂપે મળેલ નવી મોબાઈલ ડિસ્પેન્સરી બસનો શુભારંભ આજ દિવસે થયો હતો. આ ઉપરાંત ૨૬મી માર્ચના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રરોગના દર્દીઓ માટે નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. જેમાં કુલ ૪૧૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના જાલોદ તાલુકાના મઘાનિસર, ચાસિયા અને હડમતકુઠા ગામનાં ૧૬૦ પરિવારોમાં ૧૪૦૦ કિ.ગ્રા. ઘઉં અને ૧૫૦ ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય દાહોદ તાલુકાના દેવધા અને નિમચ ગામનાં ૧૪ પરિવારોને તેમનાં મકાનોના સમારકામ માટે ૭૦૦૦ નળિયાનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.