આજનો અર્ઘ્ય…
માતૃભાષા દિવસે

“એક નિરીશ્વરવાદી મિત્રને અર્પણ”

વાદળ જે ઢાંકવા સૂર્યને
કરે લટકાં અનેક,
અસ્તિત્વ એનું ક્યાંથી,
જો સૂર્ય ઊજાળેજ નહિ એને?

જેનું એક કિરણ અંધાર ભર્યા
આખા ઓરડાને
અજવાળી શકે,
એક નિમિષ માત્રમાં…
એ સમર્થ આગળ તો
આપણા આભારના
અર્ઘ્યનીય શું કિંમત?

આપણા અજ્ઞાનમાં
આપણે ઈશ્વરને નકારીએ,
સમગ્ર પ્રકૃતિ નિયન્તાને
જોઈ ન શકીએ,
અત્ર, તત્ર, સર્વત્ર…
તો,
એમાં ખોટ તો આપણી જ ને?

એને ક્યાં એના અસ્તિત્વના પૂરાવા
એના પ્રત્યેક ફરજંદને આપવાની
ફરજ કે ફુરસદ છે?

આપણે જયારે સ્વીકારીશું એને
ત્યારે એ આપણને સ્વિકારી
અંકે કરશે આપણને,
ભલે આપણે
અજ્ઞાન ‘ધૂસળધૂરીત’ હોઈશું
ભૂલેલ, ભટકેલ,
પેલા ‘પ્રોડિગલ સન’ ની માફક!

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 184

One Comment

  1. Mallika October 24, 2022 at 4:15 am - Reply

    Nice one:))

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.