રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા

વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા હતા. ૧૪મી તારીખે રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે નવનિર્મિત ‘બહારના દર્દીઓ માટે શતાબ્દી સ્મારક ભવન’નું મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભાઓને શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અને રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે સંબોધન કર્યું હતું.

રામકૃષ્ણ આશ્રમ, ન્યુદિલ્હીએ પોતાનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ ૩ થી ૨૫ માર્ચ સુધી ઉજવ્યો હતો. આ મહોત્સવોનું મંગલ ઉદ્‌ઘાટન શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે કર્યું હતું. આ પ્રસંગે એમણે પ્રસિદ્ધ થયેલ સ્મરણિકાનો વિમોચનવિધિ પણ કર્યો હતો. સંસ્થા દ્વારા સંન્યાસીઓ, કર્મચારીઓ, મહેમાનો માટેના નવનિર્મિત બ્લોકનો અને ઓડિટોરિયમનો સમર્પણવિધિ પણ એમના હાથે સંપન્ન થયો હતો. ૨૫મી માર્ચે રોશન આરા રોડ પર જ્યાં ૧૮૯૧માં સ્વામીજી ઉતર્યા હતા ત્યાં યોજાયેલ યુવરેલીના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકારના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રી જગમોહન રહ્યા હતા.

રાંચી મોરાબાદી આશ્રમ દ્વારા પોતાના પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ પ્રસંગે એક વિશાળ શોભાયાત્રા અને જાહેરસભાનું આયોજન કર્યું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. તેમણે આશ્રમમાં વિડિયો કોન્ફરન્સ સુવિધા ખૂલી મૂકી હતી.

નેત્રચિકિત્સા

મદુરાઈ, પટણા, પોરબંદર, પુરી, ઉલસૂર (બઁગલોર) અને વિશાખાપટ્ટનમ્‌, અગરતલા, લીંબડી, મિદનાપુર, સારગાચ્છી, સિલ્ચર કેન્દ્રો દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ માસમાં નેત્રચિકિત્સા કેમ્પ યોજાયા હતા. જેમાં ૮૧૦ દરદીઓના આંખના નાનાં મોટાં ઓપરેશન થયાં હતાં. આ ઉપરાંત ૧૪૧૯ દરદીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી.

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.