રામકૃષ્ણ મિશન, બેલુર મઠ ગુજરાત ધરતીકંપ પુનર્વસન કાર્ય

ધાણેટી કેમ્પ દ્વારા ૨૭૩ મકાનો; ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજમંદિર, ૩ વોટર ટેંક બાંધી આપવામાં આવ્યાં છે.

સુરેન્દ્રનગર કેમ્પ દ્વારા ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૭ શાળા બાંધી આપવામાં આવી છે.

પોરબંદર કેમ્પ દ્વારા ૮૦ મકાનો, ‘પોતાનું ઘર પોતાને હાથે બાંધો’એ યોજના હેઠળ ૧૦૯ મકાનો, ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩૫ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજમંદિર બાંધી આપવામાં આવ્યાં છે.

લીંબડી કેમ્પ દ્વારા ‘પોતાનું ઘર પોતાને હાથે બાંધો’એ યોજના હેઠળ ૫૦ મકાનો, ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૨૧ શાળા; ૪ પાણીના તળાવો બાંધી આપવામાં આવ્યાં છે.

મોરબી કેમ્પ દ્વારા ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૧૦ શાળાઓનું બાંધકામ ચાલુ છે.

આ સમગ્ર યોજના હેઠળ રૂપિયા ૧૯ કરોડનો ખર્ચ થયો છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૦૦% કરરાહત હેઠળ મળેલ બધાં ભારતીય દાનોની રકમ ૧૦ માર્ચ ૨૦૦૨ સુધીમાં વપરાઈ ચૂકી છે. આ પ્રગતિ-અહેવાલ ઉદાર દિલે દાન આપનાર દાતાઓને માહિતી માટે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલી (૭૫ વર્ષ)ની ઉજવણીના અનુસંધાને ડો. કિશોરભાઈ રાવલ, ‘બાઈ મા’, બ્રાહ્મણ પરા – શેરી નં.૧, જોડિયામાં તા.: ૧૬ જૂન, ૨૦૦૨, રવિવારે સવારે ૯.૦૦ વાગ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં ૪૫૦ દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવામાં આવી હતી. 

ડો. વિનોદ પંડ્યા (ઈ.એન.ટી.), ડો. મનોજ ભટ્ટ (આંખના સર્જન), ડો. સિદ્ધાર્થ પટેલ (બાળરોગ નિષ્ણાત), ડો. સુશીલ કારીઆ (યુરોસર્જન), ડો. ઉષાબેન ગોસાઈ (સ્ત્રીરોગ નિષ્ણાત) ડો. એલ.પી.ગણાત્રા, ડો. વિનોદ તન્ના (ફિજિશ્યન), ડો. પી.એમ.રામોતિયા (ચામડીના નિષ્ણાત), તથા ડો. એલ. કે. ચાવડા, ડો. દિલીપ શુક્લ, ડો. કિશોરભાઈ રાવલ, ડો. હસુભાઈ રાવલ વગેરેની સેવાઓ મળી હતી. જરૂરી દવાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવેલ. આ જ સ્થળે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દર રવિવારે જોડિયાના ડો. કિશોરભાઈ રાવલ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપશે.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.