રામકૃષ્ણ મઠ-મિશનના સંક્ષિપ્ત સમાચાર

રામકૃષ્ણ મિશન, રાંચીના સેનોટોરિયમમાં નવનિર્મિત એક્સે-રે ભવનના મકાનનો ઉદ્‌ઘાટનવિધિ ૧૯ મે, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો. બુદ્ધપૂર્ણિમા ૨૬ મે, ૨૦૦૨ના રોજ શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામીજીનાં નવાં છબિચિત્રોનો અનાવરણવિધિ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો. 

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે ચેંગલપટ્ટુ કેન્દ્રમાં ૭મી જૂન, ૨૦૦૨ના રોજ નવનિર્મિત ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ કેમ્પસ – સ્વામી વિવેકાનંદ ભવનનો સમર્પણવિધિ યોજાયો હતો.

રામકૃષ્ણ આશ્રમ, ગૌહાટી દ્વારા અંબુબાચીમેલા દરમિયાન ૨૨ થી ૨૬ જૂન સુધી કામાખ્યા માતાના મંદિરના પ્રાંગણમાં એક નિ:શૂલ્ક મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. આ મેડિકલ કેમ્પમાં ૧૯૨૨ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા ૭૦ રક્તપીતિયાઓને ૧૮મી જૂનના રોજ તેઓ સ્વાવલંબી અને સ્વનિર્ભર બને એટલા માટે ૭૭૦૦૦ રૂપિયાની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નિ:શૂલ્ક નેત્રચિકિત્સા કેમ્પ : રામકૃષ્ણ મિશન, અગરતલામાં ૧૧ થી ૧૩ જૂન સુધી યોજાયેલા કેમ્પમાં ૧૪૨ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૧ દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. રામકૃષ્ણ મિશન, લીંબડીમાં યોજાયેલા નેત્રયજ્ઞમાં ૧૪મી જૂને ૧૧૭ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૧૫ ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. તેમજ ૨૦ જૂનના રોજ ૧૦૯ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૧૨ દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. અદ્વૈત આશ્રમ, માયાવતીમાં ૧૦ થી ૧૨ મે સુધી ૧૦૫ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૪૧ ઓપરેશન થયાં હતાં. રામકૃષ્ણ મઠ, ઉલસૂર, બઁગલોરમાં ૧૫ જૂન અને ૧૭ થી ૧૯મી જૂન સુધી યોજાયેલા કેમ્પમાં ૨૦૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૫૭ ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

અપંગ અનાથ લોકોને સહાય માટે બિહારના રાંચી સેનોટોરિયમ દ્વારા ડુંગરી ગામના ૨૯ ગરીબ કુટુંબોને છાપરાંની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૨૭ – ૨૮મી જૂને અનુક્રમે વાછોડા અને ચોલિયાણાની નવનિર્મિત બે પ્રાથમિક શાળાઓનો ઉદ્‌ઘાટનવિધિ શ્રીરાજસીભાઈ પરમાર, પ્રમુખ જિલ્લા પંચાયત, પોરબંદર અને શ્રી બાબુભાઈ બોખીરિયા, ભૂતપૂર્વ સિંચાઈ મંત્રીશ્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે સંપન્ન થયો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૬ જુલાઈના રોજ ૨૫૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૬ જુલાઈ, ૨૦૦૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજની નિશ્રામાં એક યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ધો. ૧૦-૧૧-૧૨ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધો. ૧૦-૧૨ના ઉચ્ચસિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા પારિતોષિક અપાયાં હતાં.

મૂલ્યનિષ્ઠ કેળવણીવર્ગો

ડિસેમ્બર ૨૦૦૧ થી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહિનામાં વખત ‘મૂલ્યનિષ્ઠ શિક્ષણ’ વિશે શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ વર્ગનું આયોજન થાય છે. આ વર્ગમાં વિદ્યાર્થીઓને ધ્યાન, એકાગ્રતા, મનની શાંતિ, વ્યક્તિત્વ વિકાસ, આપણો આધ્યાત્મિક વારસો, ભજનસંગીતનું વિદ્યાર્થી જીવનમાં મહત્ત્વ તેમજ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાંથી વિદ્યાર્થીઓ દ્વારા અને આશ્રમના અંતેવાસીઓ દ્વારા વાચન જેવા વિદ્યાર્થીનું જીવનઘડતર કરનારા કાર્યક્રમો રહે છે.

Total Views: 15
By Published On: August 28, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram