श्रीसारदादेवीध्यानम्

ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम् ।
प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ॥१॥

आलुलायितकेशार्धवक्षःस्थलविमण्डिताम्
श्वेतवस्त्रावृतार्धागां हेमालंकारभूषिताम् ॥२॥

स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् ।
शुभ्रां ज्योतिर्मयीं जीवपापसन्तापहारिणीम् ॥३॥

रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् ।
तद्भावरंजिताकारां जगन्मातृस्वरूपिणीम् ॥४॥

जानकीराधिकारूपधारिणीं सर्वमंगलाम्।
चिन्मयीं वरदां नित्यां सारदां मोक्षदायिनीम् ॥५॥

શ્રી શારદાદેવી ધ્યાન

(ભક્તોના) મનકમળમાં બિરાજેલાં, સુખાસને સ્થિત, કૃપાળુ, સૌમ્ય મુખમુદ્રાવાળાં, સ્થિર આંખોવાળાં, બાહુયુગલથી શોભતાં, વક્ષ:સ્થળ પર લહેરાતા કેશથી શોભતાં, જેમનું અર્ધું અંગ શ્વેત વસ્ત્રથી ઢંકાયેલું છે એવાં, સુવર્ણ આભૂષણોથી મંડિત, પોતાના ખોળામાં જેમણે કરયુગલ રાખ્યું છે એવાં, જ્ઞાનભક્તિદાયક, શુભ્રવર્ણાં, જ્યોતિર્મયી, જીવોનાં પાપ સંતાપ હરનારાં, શ્રીરામકૃષ્ણમાં જેમના પ્રાણ છે એવાં, શ્રીરામકૃષ્ણનું નામસ્મરણ જેમને પ્રિય છે
એવાં, શ્રીરામકૃષ્ણના ભાવમાં જ જેમની મૂર્તિ રત છે એવાં, જગજ્જનનીસ્વરૂપ, સીતા-રાધાનું રૂપ ધરનારાં, સર્વમંગલકારિણી, ચિન્મયી, વ૨પ્રદાયિની, મોક્ષદાયક શ્રી શારદામણિદેવીનું ધ્યાન કરવું જોઈએ.

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.