अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्‌।
तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥

तत् एकम् अनेजत् मनसः जवीयः देवाः एनत् न आप्नुवन् यस्मात् पूर्वं अर्षत्।
तत् तिष्ठत् धावतः अन्यान् अत्येति। तस्मिन् सति मातरिश्वा अपः दधाति ॥

तत्‌ એ | एकम् એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ) | अनेजत् અચલ, સ્થિર | मनसः મન કરતાં | जवीयः વધારે વેગીલું | यस्मात् માટે | पूर्वम् अर्षत् एनत्, હંમેશાં સૌથી આગળ રહેતા એવા આને | देवाः દેવો અથવા તો આંખો વગેરે જેવી જ્ઞાનેન્દ્રિયો | न आप्नुवन् ઓળંગી શકતાં નથી | तत् तिष्ठत् તે હંમેશાં સ્થિર-અચલ છે, હંમેશાં એકસરખું જ છે | धावतः अन्यान् બીજાંને, જે એકદમ દોડી રહ્યાં છે | अति एति પાછળ છોડી દે છે, ઓળંગી જાય છે | तस्मिन् તેના હોવા ઉપર | मातरिश्वा વાયુ, જીવનશક્તિ, અવકાશમાં રહેતા ઈશ્વર, હિરણ્યગર્ભ (એટલે કે બ્રહ્મનું પ્રથમ વ્યક્તસ્વરૂપ) | अपः જળ | दधाति બધું જ ધારણ કરે છે

બ્રહ્મ એ એકમાત્ર અદ્વૈત તત્ત્વ છે. એ ક્યારેય ચલિત થતું નથી આમ છતાં પણ એ મન કરતાં પણ વધુ ઝડપથી ગતિ કરે છે. એ હંમેશાં આગળ ને આગળ જ હોય છે માટે જ્ઞાનેન્દ્રિયો એને ક્યારેય પકડી શકતી નથી. એ સ્થિર છે, છતાં પણ દોડતા બધાને એ હરાવી દે છે. એની શક્તિથી આકાશમાં રહેતા ઈશ્વર આ અલ્પજીવી જગતનાં જળ અને અન્ય બધા જ પદાર્થોને ધારણ કરે છે.

(ઈશ ઉપનિષદ, 4થો શ્લોક)

Total Views: 745

2 Comments

  1. Shakti Kishorbhai Gohel September 12, 2022 at 5:23 am - Reply

    ખુબજ સરળ-સ્પષ્ટ-સરસ રીતે ભાષાંતર કરી વ્યક્ત કરેલ છે. 🙏😇

  2. Deviben vyas September 3, 2022 at 1:02 pm - Reply

    Guru Krupa thay Tyre aatmtatva samjay ved matra aarmtatvani mantro dvara olkh aape mate Krupa hi kevlm jythakur jyma jyswamiji

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.