(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સોમનાથ ખાતે બુક સ્ટોલનું ઉદ્ઘાટન: દેશભરમાંથી સોમનાથ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તોમાં રામકૃષ્ણ-વિવેકાનંદ-વેદાંત સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશથી  3 ઓગસ્ટ, 2022 ના રોજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ટી. ચાવડાના હસ્તે પરિસરમાં બુક સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સોમનાથમાં નૂતન બૂકસ્ટોલનું ઉદ્‌ઘાટન

 

‘જય જય સ્વાધીન ભારત’ પુસ્તકનું વિમોચન

રાજ્ય કક્ષાનો શિક્ષક સેમિનાર: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 7મી ઑગસ્ટ, 2022ના રોજ ‘રાષ્ટ્ર-ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા’ એ વિષય પર શિક્ષકો માટેના રાજ્ય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સેમિનારમાં મહાનુભાવો અને આચાર્યો સહિત ગુજરાતના વિવિધ ભાગોમાંથી 500થી વધુ શિક્ષકોએ હાજરી આપી હતી. તદ્ ઉપરાંત લગભગ 1400 લોકોએ આ કાર્યક્રમ ઓનલાઈન નિહાળ્યો હતો.

ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વામી નિત્યસ્થાનંદ, અધ્યક્ષ રામકૃષ્ણ મઠ, બેંગલુરુ; શ્રી મુકુલ કાનિટકર, રાષ્ટ્રીય સંગઠન સચિવ, ભારતીય શિક્ષણ મંડળ; ડો.રમેશચંદ્ર કોઠારી, પૂર્વ વાઇસ ચાન્સેલર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત; ડો. ભદ્રાયુ વછરાજાની, વાઇસ ચાન્સેલર, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, ભાવનગર; ડો.નરેશ વેદ, પૂર્વ વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ; શ્રી ગુલાબભાઈ જાની, સ્થાપક અને સિસ્ટર નિવેદિતા એજ્યુકેશન કોમ્પ્લેક્સના નિયામક અને શ્રીમતી જ્યોતિબેન થાનકી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના ભૂતપૂર્વ સલાહકાર જેવા જાણીતા વક્તાઓ અને શિક્ષણવિદોએ પોતાનાં વક્તવ્ય રજૂ કર્યાં હતાં. 

આ પ્રસંગે ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ‘જય જય સ્વાધીન ભારત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રતિસાદ ઉત્તમ હતો, પ્રતિભાગીઓ દ્વારા ભરવામાં આવેલ ફીડબેક ફોર્મ મારફત જાણી શકાય છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શિક્ષકો માટેના રાજ્ય કક્ષાનો સેમિનાર

શ્રીમદ્ ભાગવત સત્સંગ: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ 2022 સુધી ત્રણ દિવસ માટે શ્રીમદ્ ભાગવત સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામી ગુણેશાનંદજી મહારાજ, રામકૃષ્ણ વેદાંત કેન્દ્ર, લુસાકા (દક્ષિણ આફ્રિકા) કથાકાર હતા અને સત્સંગમાં ‘ભાગવત માહાત્મ્ય અને કપિલ-દેવહૂતિ સંવાદ’નું ભક્તજનોને રસપાન કરાવ્યું હતું. દરરોજ લગભગ 100 ભક્તો સત્સંગમાં ઉપસ્થિત રહેતા હતા અને લગભગ 500 વ્યક્તિઓએ ઓનલાઈન સત્સંગનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમદ્ ભાગવત સત્સંગ

અમરેલી જિલ્લા-જેલમાં કાર્યક્રમ: આઝાદી કા અમૃત મહોત્સવ અને મહર્ષિ અરવિંદની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા 13 ઓગસ્ટ, 2022 ના રોજ અમરેલી જિલ્લા-જેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદનાં પુસ્તકો અને નાસ્તાના પેકેટનું વિતરણ જેલના 300 જેટલા કેદીઓમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંક્ષિપ્ત પ્રવચન અને ભજન-સત્સંગ પણ જેલના કેદીઓ માટે યોજાયો હતો.

અમરેલી જિલ્લા-જેલમાં પુસ્તક વિતરણ કાર્યક્રમ

સ્વતંત્રતા દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી: ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા રેલી’ ઉપક્રમે રાજકોટ શહેરની રેલીમાં શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓએ ભાગ લીધો હતો.

 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વતંત્રતા દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી

76મા સ્વતંત્રતા દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સંચાલિત ‘વ્યક્તિત્વ વિકાસ પ્રકલ્પ’ના વિદ્યાર્થીઓએ 14 ઓગસ્ટ, 2022ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવાનો દ્વારા, સરદાર ઉધમસિંહ, ગાંધીજી અને સ્વચ્છતા અભિયાન પર વિવિધ નાટકો તેમજ ક્રાંતિકારીઓની અમર કહાની અને દેશભક્તિ ગીતો પ્રસ્તુત કરાયાં હતાં. તેમાં 200 જેટલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે  સંન્યાસીઓ દ્વારા આશિર્વચન, વક્તવ્ય રજૂ થયાં હતાં.

15મી ઓગસ્ટના રોજ આશ્રમ પરિસરમાં આશ્રમના સંન્યાસીઓ, સ્વયંસેવકો, કર્મચારીઓ, ઉપસ્થિત ભક્તો દ્વારા ધ્વજારોહણ કરીને 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Total Views: 117
By Published On: September 1, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram