રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર

* મૉસ્કોમાં રાહતકાર્ય:

મૉસ્કોના પીડિત લોકોમાં તાત્કાલિક વિતરણ કરવા માટે દૂધનો પાવડર, બેબીફૂડ, ખાંડ વગેરે વસ્તુઓ હવાઈ માર્ગે મોકલવામાં આવી રહી છે.

* ઉત્તરકાશીમાં પુર્નવસવાટ રાહતકાર્ય:

ઉત્તરકાશીમાં ધરતીકંપથી અસરગ્રસ્ત થયેલ લોકો માટે પુર્નવસવાટ રાહતકાર્ય પ્રારંભ થઈ રહ્યું છે.

* તિરુવલ્લામાં મંદિરનો સમર્પણવિધિ:

રામકૃષ્ણ મઠના કેરલ સ્થિત તિરુવલ્લા કેન્દ્રમાં નવનિર્મિત શ્રીરામકૃષ્ણદેવના શ્રીમંદિરનો સમર્પણવિધિ ૧૮મી માર્ચે (દોલપૂર્ણિમાના દિવસે) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયો હતો.

* રામકૃષ્ણ મિશન શારદાપીઠના વિદ્યામંદિરનો સુવર્ણ જયંતી મહોત્સવ:

રામકૃષ્ણ મિશન, શારદાપીઠ, બેલુર (કલકત્તાની પાસે) દ્વારા સંચાલિત વિદ્યામંદિરનો સુવર્ણ જયંતી ઉત્સવ ૨૯મી ઑક્ટોબર ’૯૧ થી ૪ ફેબ્રુઆરી ’૯૨ સુધી ઉજવાઈ ગયો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન, ૨૦ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સાંસ્કૃતિક સ્પર્ધા, વિભિન્ન વિષયો પર રાષ્ટ્રીય પરિસંવાદ (National Seminar), રમત-ગમત સ્પર્ધા, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભક્તો અને સાધુઓની વિશાળ આકર્ષક શોભાયાત્રા વગેરે આ ઉજવણીના મુખ્ય કાર્યક્રમો હતા.

* વિશાખાપટ્ટનમમાં યુવ-સંમેલન:

રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ (આંધ્ર-પ્રદેશ) કેન્દ્ર દ્વારા ૨૩મી ફેબ્રુઆરીએ એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું જેમાં લગભગ ૩૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

* ઓરિસ્સામાં રાષ્ટ્રીય એકતા શિબિર:

રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા બાલસોર જિલ્લાની ગોપાલપુર કૉલેજમાં ૧૩મી રાષ્ટ્રીય એકતા શિબિર ૧૨મી થી ૧૬મી માર્ચ સુધી યોજાઈ, જેમાં ઓરિસ્સા, બિહાર અને ૫. બંગાળના લગભગ ૨૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો.

* સાલેમ આશ્રમ દ્વારા યુવ-સંમેલનનું આયોજન:

રામકૃષ્ણ મિશનના સાલેમ (તામિલનાડુ) કેન્દ્ર દ્વારા એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું જેમાં ૨૭૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો.

* વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓનું ઉજ્જ્વળ પરીક્ષાફળ:

રામકૃષ્ણ મઠ, મદ્રાસ સંચાલિત વિવેકાનંદ કૉલેજના વિદ્યાર્થીઓએ મદ્રાસ યુનિર્વસિટિની પરીક્ષાઓમાં નીચેનાં સ્થાનો મેળવ્યાં:

એમ.એસસી. (ગણિતશાસ્ત્ર)-પ્રથમ

એમ.એસસી. (રસાયણશાસ્ત્ર)-દશમ

(બે વિદ્યાર્થીઓ)

* બાંગ્લાદેશમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીની ઉજવણી:

રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ૨થી ૬ માર્ચ સુધી શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી ઉજવવામાં આવી. બાંગ્લાદેશના યુવા વિભાગ અને રમતગમત વિભાગના રાજ્યમંત્રી શ્રી સાદિક હોસેને પુરસ્કાર વિતરણ કર્યું.

Total Views: 52
By Published On: September 5, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram