શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

‘ઊઠો! જાગો! પ્રદર્શન’નો લાભ રાજકોટ જિલ્લાની ૧૮ શાળાનાં ૧૨,૬૫૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધો હતો. તા. ૧-૧૦-૦૨ના રોજ ‘મૂલ્યલક્ષી કેળવણી’ના વર્ગોમાં બે શાળાનાં ૩૨૪ વિદ્યાર્થી ભાઈબહેનોએ લાભ લીધો હતો. 

રામકૃષ્ણ મિશન, પોરબંદર

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ભૂકંપ પુનર્વસનકાર્ય ૨૮-૯-૦૨ના રોજ વિવેકાનંદ વિદ્યામંદિર, બળેજનું ઉદ્‌ઘાટન ડે. કલેક્ટર શ્રી દિનેશ પટેલના વરદ હસ્તે થયું. તા. ૨૯-૯-૦૨ના રોજ કુતિયાણા તાલુકાના સેગરસ ગામના વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન ડે. કલેક્ટર શ્રી પી.વી. અંતાણીના વરદ હસ્તે થયું. તા. ૮-૧૦-૦૨ના રોજ કુતિયાણા તાલુકાના ધર્ષણ ગામના વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન સેવારૂરલ ઝઘડિયાના ડો. લત્તાબહેન દેસાઈના વરદ હસ્તે થયું. તા. ૮-૧૦-૦૨ના રોજ કુતિયાણા તાલુકાના કવલકા ગામના વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન સેવારૂરલ ઝઘડિયાના ડો. અનિલભાઈ દેસાઈના વરદ હસ્તે થયું. તા. ૬-૧૦-૦૨ના રોજ કુતિયાણા તાલુકાના દેવડા ગામના વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના નાણાં અને મહેસુલ ખાતાના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે થયું. આ પ્રસંગે સિંચાઈ ખાતાના માનનીય મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયા અતિથિવિશેષ રૂપે ઉપસ્થિત હતા.

તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ

૭ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ સાંજના પાંચ વાગ્યે પોરબંદર જિલ્લાના પ્રતિભાસંપન્ન ૧૧૭ વિદ્યાર્થી ભાઈબહેનોને પ્રમાણપત્ર અને પુરસ્કાર દ્વારા સન્માનવાનો એક સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ડો. અનીલભાઈ દેસાઈ અને ડો. લત્તાબહેન દેસાઈ અતિથિ વિશેષ સ્થાને ઉપસ્થિત હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પોરબંદર જિલ્લાના કલેક્ટરશ્રી ઘોડાસરા સાહેબ ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૭-૧૦-૦૨ના રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૧૩ દર્દીઓની તપાસવામાં આવ્યા હતા; ૧૬ દર્દીઓના ઓપરેશન શિવાનંદ મિશન, વીરનગરમાં થયાં હતાં.

Total Views: 11
By Published On: September 5, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram