સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈ સ્વામી સુબોધાનંદને ખૂબ જ ચાહતા હતા. એને કારણે વખતો વખત તેમની મજાક પણ કરી લેતા હતા. સીધાસાદા ખોકા મહારાજને પણ સ્વામીજી સાથેના વ્યવહારમાં કોઈ સંકોચ જોવામાં આવતો ન હતો. સ્વામીજીને ગંભીર, ચિંતાતુર કે અસંતુષ્ટ જોતા બીજા કોઈ એમની સામે જવાની હિંમત ન કરતા; પણ સ્વામી સુબોધાનંદજી નિ:સંકોચ એમની પાસે જતા. અને ત્યારે સ્નેહપાત્રને જોતાં જ સ્વામીજીનો ભાવ પણ સહજ બની જતો.

એક વખત તેમની સેવાથી પ્રસન્ન થઈને સ્વામીજીએ એમને વરદાન આપવા ઇચ્છ્યું, એથી એમણે કહ્યું: ‘એવું વરદાન આપો કે જેથી મારી સવારની ચા કોઈ દિવસ બંધ ન થાય.’ સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું: ‘એમ જ થશે.’ તે અમોઘ વરદાન નિષ્ફળ ન ગયું. સાથે ને સાથે એમનો સહજપ્રેમ હતો અને તે પ્રેમ એમના અંતિમદિવસ સુધી રહ્યો. એમને મન ચા સર્વરોગહારક મહાન ઔષધસમાન હતો.

Total Views: 14
By Published On: September 5, 2022Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram