अस्मान् मृतिश्च जननं च जरा च रोग-
श्चाधिश्च संसृतिभयं च न खेदयन्ति ।
श्रीरामकृष्ण – चरणांबुरूह-प्रपायां
विश्चम्यतां सुकृतिनामसुखं कुतः स्यात् ॥

ના મૃત્યુ ના જનન ને ન જરા ન રોગ
ને વ્યાધિના ભવભયો અમને સતાવે,
શ્રીરામકૃષ્ણચરણે પરબે રહીને,
વિશ્રામતા જન વિષાદ ધરે જ કેમ? 

यां गत्वा न निवर्तते मुनिजनो यस्यां स्थितो दुस्सहै:
सन्तापैरभिभूयते न कुहचि- द्यस्या-स्समास्वादनात् ।
ब्रह्मान्तेषु सुखेषु तीव्रविरति: स्वाभाविकी जायते
तां काष्ठां हृदि रामकृष्णचरण-प्रेमात्मिकां भावये ॥

જે પામી મુનિઓ ફરી નવ ચળે, ને જ્યાં રહી દુ:સહ —
— તાપોથી ન કદાપિ હાર ગણતા જેના રસાસ્વાદથી;
બ્રહ્મજ્ઞાનસુખે ય તીવ્રવિરતિ સ્વાભાવિકી જન્મતી,
હૈયે તે સ્થિતિ રામકૃષ્ણવદની પ્રેમાત્મિકા હું ભજું. 

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત ’માંથી, શ્લોક : ૨૭૫, ૨૭૭)

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.