રામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો

* તામીલનાડુ દુષ્કાળ રાહતસેવા : રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા તાંજોર અને તીરુવરુર જિલ્લાનાં ગામડાંનાં દુષ્કાળપીડિત ૪૧૩૨ કુટુંબોમાં ૭૪,૩૭૬ કિલોગ્રામ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું. * કર્ણાટક દુષ્કાળ રાહતસેવા : રામકૃષ્ણ મઠ, મૈસૂર અને ઉલસૂર દ્વારા કાર્ય હાથ ધરાયું છે. ઉલસૂર કેન્દ્ર દ્વારા બઁગલોરની આજુબાજુના ગરીબ અને જરૂરતમંદ લોકોમાં ૩૫૦ સાડી અને ૩૫૦ ધોતિયાંનું વિતરણકાર્ય થયું છે. * પં. બંગાળ, ગંગાસાગર મેળામેડિકલ કેમ્પ : ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સેવાપ્રતિષ્ઠાન તેમજ રામકૃષ્ણ મિશન, સરીસા અને માનસાદ્વીપના સહકારથી ચોવીસ પરગણા – દક્ષિણ જિલ્લાના ગંગાસાગરમાં યોજાયેલા મકરસંક્રાંતિના મેળામાં ૧૧ થી ૧૫ જાન્યુઆરી સુધી મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં ૩૪૫૨ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ૨૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનસાદ્વીપ કેન્દ્ર દ્વારા ૫૦૦ યાત્રાળુઓ માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૬૦ ગરીબ યાત્રીઓને ધાબળા આપવામાં આવ્યા હતા. * આંધ્રપ્રદેશ અગ્નિ-રાહતસેવાકાર્ય : રામકૃષ્ણ મઠ, વિશાખાપટ્ટનમ્‌ કેન્દ્ર દ્વારા ગોલ્લાલપાલેમ ગામમાં ૧૨૭ કુટુંબોનાં મકાનો આગ લાગવાથી તારાજ થયાં હતાં. આ કુટુંબીજનોમાં ઘરવપરાશનાં વાસણો તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજાં ૫૩ કુટુંબીજનોમાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. * રામકૃષ્ણ મઠ-મિશન મુખ્યમથક : શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે દેશભરનાં કેન્દ્રો દ્વારા ગરીબ અને જરૂરતમંદ લોકોમાં ૩૫૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત આલોંગ કેન્દ્ર દ્વારા ૫૦૦ ધાબળા, ચંદીગઢ કેન્દ્ર દ્વારા ૬૮ ધાબળા, લીંબડી કેન્દ્ર દ્વારા ૨૧૦ ધાબળા, રાંચી કેન્દ્ર દ્વારા ૩૬૫ ધાબળા અને વૃંદાવન કેન્દ્ર દ્વારા ૩૦૦ ધાબળા-શાલનું જે તે કેન્દ્રે પોતાની રીતે વિતરણ સેવાકાર્ય કર્યું હતું. 

રામકૃષ્ણ મઠ-મિશનના વિવિધ સમાચારો

* રામકૃષ્ણ મિશન, આલોંગ કેન્દ્રના વાર્ષિક કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી મુકુટમિથિ તેમજ ઊર્જામંત્રી શ્રી કેન્તોએતે ઉપસ્થિત રહ્યા હતા. * શ્રીમત્‌ સ્વામી તૂરીયાનંદજી મહારાજની જન્મતિથિ, ૧૭મી જાન્યુઆરીએ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે રામકૃષ્ણ મઠ, ઇચ્છાપુરના મંદિરનો શિલારોપણ વિધિ થયો હતો. * રામકૃષ્ણ મઠ, નરેન્દ્રપુરની મુલાકાતે પ.બંગાળના મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પધાર્યા હતા. એમણે લોકશિક્ષાપરિષદ અને બ્લાઈન્ડ બોયઝ એકેડમીના વાર્ષિક મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા ‘બાયોડાયવર્સિટિ એન્ડ એગ્રિકલ્ચર’ વિશે યોજાયેલ સેમિનારમાં પણ ભાગ લીધો હતો. * આપણા સન્માનનીય વડાપ્રધાન શ્રી અટલવિહારી બાજપેયી ૧૯ જાન્યુઆરીના રોજ પોર્ટબ્લેય્‌ર કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે ૭ ડિસેમ્બરના રોજ લખનૌ કેન્દ્રના પોલિક્લિનિકમાં ‘પેડિયાટ્રિક વિભાગ’નું ઉદ્‌ઘાટન કર્યું હતું. * વિવેકાનંદ વેદવિદ્યાલય, બેલુર મઠના બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય સંસ્કૃતસંસ્થાન, ન્યુદિલ્હી દ્વારા યોજાયેલ પૂર્વમધ્યમા (માધ્યમિક), ઉત્તરમધ્યમા (ઉચ્ચતર માધ્યમિક)ની ૨૦૦૨ની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવતાં સુવર્ણચંદ્રક મેળવે છે.

રાષ્ટ્રિય યુવદિનની રામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ કેન્દ્રોમાં થયેલી ઉજવણી

* બેલુર મઠમાં શોભાયાત્રા, વક્તૃત્વ, મુખપાઠ, ક્વીઝ, સંગીત તથા સ્વામીજીના મૂળ નિવાસસ્થાને પણ અલગ શોભાયાત્રા. * અદ્વૈત આશ્રમ, કલકત્તામાં વક્તૃત્વ, સંગીત, પ્રશ્નોત્તરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટ્યાભિનય. * અલ્લાહાબાદમાં વક્તૃત્વ અને સંગીત સ્પર્ધા. * વરાહનગરમાં શોભાયાત્રા, વક્તૃત્વ, મુખપાઠ, સંગીત અને એકાંકી નાટક સ્પર્ધા. * ભૂવનેશ્વરમાં વક્તૃત્વ, મુખપાઠ અને સંગીત સ્પર્ધા. * ચંદીગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સ્પર્ધાઓ. * ચેરાપુંજીમાં વક્તૃત્વ સ્પર્ધા. મેઘાલયના મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં. * દિલ્હીમાં વક્તૃત્વ, મુખપાઠ, સંગીત, યોગાસનો અને સાંસ્કૃતિક સ્પર્ધા. * હૈદરાબાદમાં આંધ્રસરકારની સાથે રહીને યોજાયેલ યુવશિબિર અને યુવરેલીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રશ્રીએ સંબોધન કર્યું હતું. * જામાત્રામાં મુખપાઠ, ક્વીઝ, સંગીત અને રમતગમતની સ્પર્ધા. * જયરામવાટીમાં શોભાયાત્રા, વક્તૃત્વ, સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ઈનામવિતરણ. * લખનૌમાં રાજસભાના સભ્ય શ્રી રાજનાથસિંહ દ્વારા યુવશિબિરનું ઉદ્‌ઘાટન. * માનસાદ્વીપમાં શોભાયાત્રા, વક્તૃત્વ, મુખપાઠ અને સંગીતની સ્પર્ધાઓ. * મઁગલોરમાં વક્તૃત્વ, સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ઈનામવિતરણ. * મુંબઈમાં શોભાયાત્રા, વક્તૃત્વ, સંગીતસ્પર્ધા અને ઈનામ વિતરણ. * નાગપુરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધા અને ઈનામ વિતરણ. * નારાયણપુરમાં શોભાયાત્રા, રમતગમત અને સાંસ્કૃતિ સ્પર્ધાઓ. * પોર્ટબ્લેય્‌રમાં શોભાયાત્રા, મુખપાઠ, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધા. * પુરી મઠમાં શોભાયાત્રા, આંતરશાલેય સ્પર્ધાઓ, યુવશિબિર અને ઈનામવિતરણ. * રાયપુરમાં યુવશિબિર. * રાંચીમાં શોભાયાત્રા અને વક્તૃત્વ સ્પર્ધા. * ત્રિસ્સુરમાં વક્તૃત્વ અને સેમિનાર.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ વચ્ચે રતનપર – ખડીર (તા. ભચાઉ, જિ. કચ્છ)ના શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલમાં રામકૃષ્ણદેવની આરસની પ્રતિમાનો પ્રતિષ્ઠામહોત્સવ યોજાયો હતો.

સ્વામી માયાતીતાનંદ, સ્વામી ચિત્તપ્રભાનંદની નિશ્રામાં પૂજા ભજન, પુષ્પાંજલિ અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અંતે ૨૫૦ જેટલા ઉપસ્થિત ભક્તજનોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ ૭.૩૦ થી ૯.૩૦ સુધી વિદ્યાસંકુલના આદિવાસી કન્યાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ નૃત્ય, ગીત, ભજન, કવ્વાલી, નાટ્યાભિનયનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સ્વામી માયાતીતાનંદ, સ્વામી ચિત્તપ્રભાનંદ અને શ્રી રમેશભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં. 

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં યુવદિનની ઉજવણી

સ્વામી વિવેકાનંદની ૧૪૧મી જન્મજયંતીદિનની અને યુવદિનની ઉજવણી રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૭મી જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. અહીંના ટાવર બંગલાથી મિશન સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 

આ શોભાયાત્રામાં ૧૪ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા અને બે કોલજના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતા ભાઈ બહેનને સભાના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.જે. ધારૈયાના વરદ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં.

* શિયાળાની ઠંડીથી બચવા માટે ગરીબ લોકોને ૨૧૦ ધાબળા અને ૧૨૦ ગરમ સ્વેટરનું વિતરણ કરીને દરિદ્રનારાયણ સેવા કરવામાં આવી હતી.

Total Views: 21
By Published On: September 9, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram