ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન
(નવી દિલ્હી, તા. ૨૯ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૦૩)

૨૯મી માર્ચથી ૧લી એપ્રિલ ૨૦૦૩ સુધી (ચાર દિવસ)ની ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિષય પર ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ દ્વારા નવી દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રિય સંમેલન મળ્યું હતું.

૨૯ માર્ચના સવારના ઉદ્‌ઘાટન સમારંભના મુખ્ય મહેમાન કેન્દ્ર સરકારના માનવસંશાધન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને મહાસાગર વિકાસ વિભાગના મંત્રી પ્રો. મુરલીમનોહર જોષી હતા. આ સમારંભના અધ્યક્ષ  સંસ્કૃતિઓની વિદ્યાશાખાના અભ્યાસકેન્દ્રના ચેરમેનશ્રી ડો. ડી. પી. ચટ્ટોપાધ્યાય હતા. ડો. શશી પ્રભાકુમારના વૈદિક મંત્રોથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયો હતો. ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચના મેમ્બર સેક્રેટરી પ્રો. આ.સી. પ્રધાને સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર પછી કેન્દ્ર સરકારના પ્લાનિંગ કમીશનના સભ્ય ડો. વેંકટ સુબ્રમણિયને આ સંમેલનના હેતુને સ્પષ્ટ કરતું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ડો. મુરલીમનોહર જોષીના ઉદ્‌ઘાટન સંભાષણ પછી ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચના ચેરમેનશ્રી પ્રો. કિરિટ જોષીએ પોતાનું મુખ્ય વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રો. ડી. પી. ચટ્ટોપાધ્યાયના અધ્યક્ષીય સંબોધન પછી પ્રો. ભુવન ચંદેલ, સંસ્કૃતિઓની વિદ્યાશાખાના અભ્યાસકેન્દ્રના મેમ્બર સેક્રેટરીએ આભારદર્શન કર્યું હતું.

બપોર પછીના ૨ થી ૫ના વિષયવસ્તુની રજૂઆત આ સંમેલનમાં થઈ હતી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અંગ્રેજીના અધ્યાપકશ્રી પ્રો. કપિલ કપુર આ સમારંભના અધ્યક્ષસ્થાને હતા. શ્રી અરવિંદો સ્કૂલ ઓફ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન થોટના વિઝિટિંગ પ્રોફેસર અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચના ચેરમેનશ્રી પ્રો. આર. બાલ સુબ્રમણિયને ભારતની જ્ઞાનપ્રણાલીઓ વિશે વક્તવ્ય આપ્યું હતું. પ્રો. બી. પાહીના ‘ભારતીય વિચારોમાં આન્વિક્ષિકી’ પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનું આયોજન થયું હતું. સાંજના ૫ થી ૭ વચ્ચે સ્વામી જિતાત્માનંદજીના અધ્યક્ષપણા હેઠળ ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ખુલ્લી ચર્ચા અને વક્તવ્યોનો સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં પ્રો. વાચસ્પતિ ઉપાધ્યાય, પ્રો. જોજસિંઘ, ફાધર ટી. વી., કુન્નુનકલ, પ્રો. કે.સી. સોગાણી, પ્રો. એન. એચ. સામતાણી અને પ્રો. અદી ડી.નાં વક્તવ્યો હતાં.  સ્વામી જિતાત્માનંદજીએ પોતાનું સમાપન વક્તવ્ય આપ્યું હતું.

તા. ૩૦ માર્ચના રોજ સવારના પ્રથમ સમારંભના અધ્યક્ષ સ્થાને પ્રો. માઈકલ ડેનીનો હતા. આ સમારંભમાં પ્રો. બી.બી. લાલે ‘સિંઘુસરસ્વતીસંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ’ વિશે પ્રો. સુભાષ કાકે ‘વૈદિક ખગોળવિદ્યા અને ભારતીય ગણિતશાસ્ત્ર’ વિશે પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. ત્યાર બાદ ખુલ્લી ચર્ચા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો. એ જ દિવસે ૧૨ વાગ્યે પ્રો. એમ.જી. એસ. નારાયણના અધ્યક્ષ સ્થાને પ્રો. જી.સી. પાંડેના ‘ભારતની મૂળ શોધના’ વિશે પ્રવચન બાદ અધ્યક્ષશ્રીનું સમાપન સંભાષણ યોજાયું હતું. બપોર પછીની વસ્તુલક્ષી ચર્ચાના અધ્યક્ષ સ્થાને પ્રો. અર્જુનસેન ગુપ્તા હતા. આ સમારંભમાં પ્રો. વી.આર. પંચમુખીએ ‘પ્રાચીન ભૌતિક સંસ્કૃતિ અને આર્થિક સામાજિક સ્વરૂપો’ વિશે અને પ્રો. ઈર્ફાન હબીબે ‘મધ્યકાલીન સમયમાં ભારતીય અર્થશાસ્ત્ર’ વિશે પ્રવચનો આપ્યાં હતાં. પ્રવચનો બાદ ખુલ્લી ચર્ચા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. સાંજના ખુલ્લા સમારંભમાં પ્રો. ભુવન ચંદેલના અધ્યક્ષ સ્થાને શ્રીમતી નમ્રિતા ગૌતિયર, પ્રો. ભારતી રે, ડો. કવિતા શર્મા,  પ્રો. ચંદ્રકલા પડિયાએ ‘યુગયુગોથી ભારતીય સમાજમાં નારી’ વિશે પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં.

૩૧ માર્ચના સવારના સેશનમાં પ્રો. ફ્રાંકોઈસ ગોતિયરના અધ્યક્ષ સ્થાને પ્રો. માઈકલ ડેનીનોના ‘ભારતીય સંસ્કૃતિની વિવેચના અને અર્થઘટનો’ તેમજ પ્રો. કિરિટ જોષીના ‘યોગ, ન્યાયપરાયણતા અને માનવીય પરિપૂર્તિ’ વિશેનાં પ્રવચનો બાદ પ્રશ્નોત્તરી અને અધ્યક્ષીય સંભાષણોનું આયોજન થયું હતું. બપોરના સમારંભમાં પ્રો. રાજેન્દ્રપ્રસાદના અધ્યક્ષ સ્થાને પ્રો. પી.કે. મુખોપાધ્યાયનું ‘ભારતની પોતાની સાંસ્કૃતિક પશ્ચાદ્‌ભૂમાંથી ઉદ્‌ભવેલ ભારતીય સંસ્કૃતિના અનન્ય તત્ત્વો’ વિશે સંભાષણ યોજાયું હતું. તે જ દિવસે બપોર પછીના સમારંભના અધ્યક્ષસ્થાને પ્રો. રાજારમન્ના હતા. આ સમારંભમાં પ્રો. કપિલ કપુરે ‘પાણિનિથી નાગેશભટ્ટ સુધીની સંસ્કૃત ભાષાની વ્યાકરણપ્રણાલીઓ’ અને પ્રો. રવિ ગોમાતમે ‘ભારતીય વિજ્ઞાન અને પ્રાદ્યોગિકીની સાંસ્કૃતિક આકારરેખા’ વિશેનાં પ્રવચનો બાદ પ્રશ્નોત્તરી અને અધ્યક્ષીય સમાપન વ્યાખ્યાનનું આયોજન થયું હતું. સાંજના સમારંભનું અધ્યક્ષસ્થાન ડો. આર.એ. માશેલકરે સંભાળ્યું હતું. આ સમારંભમાં પ્રો. માધર ગાડગીલ, પ્રો. મિશિઓ યાનો, પ્રો. એસ. કે. મિશ્રા અને પ્રો. અલ્તાફ આઝમીએ ‘આધુનિક વિજ્ઞાનની વ્યાપકતામાં જ્ઞાનપ્રાપ્તિની પ્રણાલીગત પદ્ધતિઓ’ વિશે વક્તવ્યો આપ્યાં હતાં.

૧લી એપ્રિલના સવારના સમારંભમાં સ્વામી જિતાત્માનંદજીએ ‘આધુનિક વિજ્ઞાન અને વેદાંત’ અને ‘ભારતીય તત્ત્વજ્ઞાનની વિવિધ પરંપરાઓ’ વિશે પ્રો. દયાક્રિષ્ણે પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ત્યાર બાદ પ્રશ્નોત્તરી અને અધ્યક્ષીય સંભાષણનું આયોજન થયું હતું. બપોરના સમારંભના અધ્યક્ષ સ્થાને જાપાનના પ્રો. મિશિયો યાનો હતા. ડો. બી. વી. સુબ્બરયપ્પાએ ‘ભારતની મહાન વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને તેનો ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઇતિહાસ સાથે સંબંધ’ વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. બપોર પછીના સમારંભના અધ્યક્ષસ્થાને પ્રો. એસ. આર. ભટ્ટના ‘ભારતીય જીવનપ્રણાલી તથા વિચારોના વિરોધમાં ધર્મ’ તેમજ પ્રો. ઈંદ્રનાથ ચૌધરીના ‘ભારતમાં કળા અને સાહિત્યનું તત્ત્વજ્ઞાન’ વિશે વક્તવ્યો પછી પ્રશ્નોત્તરી અને પ્રો. માર્ગરેટ ચેટર્જીના અધ્યક્ષીય સંભાષણોનું આયોજન થયું હતું. સાંજના ખુલ્લા સમારંભમાં ‘ભારત અને વિવિધ સંસ્કૃતિઓનું પરસ્પર સંક્રમણ’ વિશે પ્રો. એમ.જી. એસ. નારાયણ, પ્રો. મોહમ્મદ બાઘેરી, પ્રો. લોકેશચંદ્રના વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. તે જ દિવસે સાંજના સમાપન સ્થાનના અધ્યક્ષ પ્રો. આયોન્ના કુચુરાદી હતા. મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી જગમોહન હતા. આ પ્રસંગે પ્રો. કિરિટ જોષીએ સૌનું અભિવાદન કર્યું હતું. પ્રો. સત્પાલ ગૌતમે આ સંમેલનનો સંક્ષિપ્ત અહેવાલ આપ્યો હતો. પ્રો. ડી.પી. ચટ્ટોપાધ્યાયે પોતાનું વિશેષ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શ્રી જગમોહનના સમાપન સંમારંભ પછી અધ્યક્ષશ્રીનું વક્તવ્ય યોજાયું હતું. પ્રો. આર.સી. પ્રધાને આભારવિધિ કરી હતી.

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.