સાચી શિવપૂજા

જેને શિવની સેવા કરવી છે તેણે તેનાં સંતાનોની પણ સેવા કરવી જોઈએ. પહેલાં તો તેણે આ દુનિયાનાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રો કહે છે કે જેઓ ઈશ્વરના દાસની સેવા કરે છે તે તેના સૌથી ઉત્તમ સેવકો છે. નિઃસ્વાર્થપણું એ ધર્મની કસોટી છે. આ નિઃસ્વાર્થવૃત્તિ જેનામાં જેટલી વધારે હોય તેટલી તેનામાં આધ્યાત્મિકતા વધારે અને તેટલો તે પ્રભુની વધુ નજીક. બધાં મંદિરો કે યાત્રાનાં સ્થળોએ ફરી આવ્યા પછી પણ તથા ટીલાંટપકાંઓ કર્યાં પછી પણ જો કોઈ માણસ સ્વાર્થી રહ્યો હોય તો હજીયે તે ઈશ્વરથી દૂર જ છે.

બધી સેવાપૂજાનો આ સાર છે – પવિત્ર રહેવું અને બીજાઓની સેવા કરવી. રંક, રોગી અને નિર્બળમાં જે શિવનાં દર્શન કરે છે, તે જ ખરેખર શિવની પૂજા કરે છે. અને જે માત્ર મૂર્તિમાં શિવનાં દર્શન કરે છે તેની પૂજા હજી પ્રાથમિક – શરૂઆતની જ છે. જે મનુષ્ય કેવળ મંદિરમાં શિવનાં દર્શન કરે છે તેના કરતાં વર્ણ કે ધર્મના ભેદભાવ વિના જે મનુષ્ય કોઈ પણ દુઃખી – દરિદ્રની શિવરૂપે સેવા કરે છે ને તેને મદદ કરે છે તેના ઉપર શિવ ભગવાન વધારે પ્રસન્ન થાય છે.

(‘યુવાનોને’ પૃ. નં. ૧૨)

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.