બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’ બીજા પાદરીએ પૂછ્યું: ‘એવો તે તમને કયો અનુભવ થયો, એ તો કહો!’ પહેલા પાદરીએ જવાબ આપતાં કહ્યું : ‘જુઓ ભાઈ, મને એવું સ્વપ્ન આવ્યું કે હું મારા ચર્ચની વ્યાસપીઠ પરથી ધાર્મિક વ્યાખ્યાન આપી રહ્યો છું. અને જ્યારે જાગી ઊઠ્યો ત્યારે હું ખરેખર તેમજ કરી રહ્યો હતો!’

***

એરપોર્ટના કસ્ટમના દરવાજામાં એક પાદરી ઊભા હતા. પોતાના હાથમાંની બેગમાં એક બાઈબલ અને થોડાં કપડાં હતાં. કસ્ટમના અધિકારીએ બેગ તરફ આંગળી ચીંધીને પૂછ્યું : ‘શું આમાં તૂટીફૂટી જાય એવું કશું છે?’ પાદરીએ જવાબ આપ્યો : ‘હા, ધ ટેન કમાન્ડ મેન્ટ્‌સ- દસ મહાન આદેશો!’

***

એક ધાર્મિક યપ્પીની (શહેરમાં રહીને લખલૂટ કમાતો અને મહત્ત્વાકાંક્ષી) પ્રાર્થના સાંભળવા જેવી છે : ‘હે પ્રભુ! મને લાલચ પ્રત્યે ન દોરી જતો. હે પ્રભુ! તમે મને એટલું જ બતાવો કે તે ક્યાં છે? પછી હું ત્યાં સુધી પહોંચવાનો રસ્તો મારી મેળે જ શોધી લઈશ!’

***

ટેક્સાસના એક સમાચારપત્રમાં એક વખત એક જાહેરાત આવી, એ જાહેરાત આવી હતી : ‘લોકોએ શું કરવું જોઈએ તે જાણવા માટે બાઈબલ વાંચો. પણ વાસ્તવિકતામાં લોકો શું કરે છે તે જાણવા માટે સમાચારપત્રો વાંચો.’

***

એક પેરિશ (ધર્મવિભાગ)ના મુખપત્રમાં આ પ્રમાણે લખેલું હતું : ‘પેરિસના પાદરીને પેરિસની ઓફિસમાં બહુ જ મોંઘી અને ખૂબ જ સ્વાદિષ્ટ ભેટ આપવાના ચળકતા કાગળથી વીંટાળેલું ચોકલેટ-બિસ્કીટનું પેકેટ મળ્યું છે. પાદરી ધારે છે કે તે ભેટ તેમને માટે જ હતી! અને જો તેમ ન હોય તો હવે બહુ મોડું થઈ ગયું છે!’

***

પોતાનો પરિચય આપતી વખતે ખૂબ પ્રસંશાભર્યા શબ્દો સાંભળ્યા પછી મુખ્યવક્તાએ ઊભા થઈને કહ્યું કે, ક્ષમા માટે તેઓ બે પ્રકારની પ્રાર્થના કરવા ઇચ્છે છે : ‘એક તો એ માણસને ક્ષમા આપવા માટે કે જેણે મારે માટે ખૂબ જૂઠાણું ચલાવ્યું, અને બીજી મારા ખુદને માટે જેને આ જૂઠાણું સાંભળતાં ખૂબ જ આનંદ આવ્યો.’

***

એક વખત એક ગ્રામીણ સભામાં દારૂની લત વિશે ચેતવણી આપતું એક સંભાષણ એક ધર્મગુરુએ આપ્યું. અને પછી પોતાના શિષ્યને ઉદ્દેશીને કહ્યું : ‘વત્સ, સંભાળીને ડગ ભરજો. આ શ્રોતાગણમાંથી ત્રીજાભાગના લોકો દારૂ ગાળવાનું કામ કરે છે.’

ત્યાર પછીના રવિવારના પોતાના ભાષણમાં તેમણે જુગારની લત કેટલી ખરાબ છે એ વિશે પોતાનું ભાષણ આપ્યું. વળી પાછું પોતાના શિષ્યને સમજાવતાં હળવેકથી કહ્યું : ‘વત્સ, સંભાળીને ચાલજે. આ શ્રોતાઓમાંથી ત્રીજા ભાગના તો રેસના ઘોડા ઉછેરવાનો ધંધો કરે છે.’

ત્રીજા રવિવારે આ ધર્મગુરુએ સભાજનોને ધુમ્રપાનના ગેરફાયદાની અને તેને કારણે થતાં ભયંકર રોગોના ભયની સમજ આપી. શ્રોતાઓ ચાલ્યા ગયા પછી પોતાના શિષ્યને આ ધર્મગુરુએ કહ્યું: ‘બહુ સંભાળીને ચાલવા જેવો જમાનો છે. આ શ્રોતાઓમાંનો ત્રીજોભાગ તમાકુની ખેતી કરે છે.’

ચોથા રવિવારે ગંભીર વિચારણા કરીને અત્યાર સુધી કોઈએ ન આપ્યું હોય તેવું એક જોરદાર ભાષણ શ્રોતાઓને આપ્યું. વિદેશી સત્તા હેઠળના કિનારાઓમાં માછીમારી કરવામાં કેટલું બધું જોખમ છે! એ વિશે એ ભાષણમાં વિગતવાર વાત કરી.

***

Total Views: 22
By Published On: September 15, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram