પુસ્તક : માતાજીના જીવન પ્રસંગો – ભાગ : ૧ મિર્રા
પ્રકાશક : મિર્રા અદિતિ સેન્ટર, મૈસુર
પૃષ્ઠ સંખ્યા : ૧૦૬
મૂલ્ય : રૂ. ૩૫/-
પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
મીર્રાના પિતા એક કાબેલ ઘોડેસ્વાર અને વ્યવસાયે શાહુકાર હતા. એમનાં માતા ઇજિપ્તનાં હતાં. તેઓ ધર્મને ઘેલછા ગણતાં અને નાસ્તિકતા અને કડક શિસ્તમાં માનતાં. મીર્રાને નાનપણમાં દોરડા કૂદ, ટેનિસ, નાટ્યાભિનય, વનપ્રદેશપ્રવાસ, વગેરેનો ઘણો શોખ હતો. તેઓ વાચનપ્રિય સ્વભાવનાં હતાં. ૨૦ વર્ષની ઉંમરમાં તેઓ પેરિસનાં બધાં પુસ્તકાલયો ઘોળીને પી ગયાં. તેમને ચિત્રકામનો પણ એટલો જ શોખ હતો. તેઓ સાહસવૃત્તિવાળાં હતાં.
આવું ભરપૂર જીવન જીવતાં જીવતાં એમને વિચારો આવતા : આ બધા મોજશોખ, શિક્ષણ, કલા, રમતગમત પછી શું? તેમની નજર જીવનની દરિદ્રતા પર પડી. તેમણે અકસ્માતો, ગરીબી, માંદગી અને મૃત્યુ પણ જોયાં. આ બધાંનો અર્થ શું? આપણે શા માટે જન્મ્યા છીએ? આપણા જીવનનો હેતુ શો છે? એમ એમને વારંવાર લાગતું. એમના મનના પ્રશ્નોનો ઉકેલ શોધી આપનાર ન જડવાથી તેઓ આરામખુરશીમાં બેઠાં બેઠાં વિચારોમાં ડૂબી જતાં, ધ્યાન-જગતમાં સરી જતાં. એક વખત એમને પોતાનાં મનહૃદયમાં ઊતરતો તેજસ્તંભ દેખાયો. એનાથી એમને અનન્ય આનંદ મળતો. સાધના વિશે તેઓ બહુ જાણતાં ન હતાં. તેમને ખાતરી થઈ કે આ દિવ્યપ્રકાશને પોતાનાં દેહમનહૃદયમાં ઊતારવો એ જ પોતાનું જીવનધ્યેય હોવું જોઈએ. પ્રભુનું કોઈ મહત્ત્વનું કાર્ય કરવા માટે જ પોતે સર્જાયાં છે. એટલે એમને સાધના ચાલુ રાખી. એક બંગાળી ગૃહસ્થે એમને ‘ગીતા’નો ફ્રેંચ અનુવાદ આપ્યો. હવે એમને સમજાયું કે ‘ગીતા’માં રહેલ કૃષ્ણ એ જ આપણાં હૃદયમાં વિરાજેલા પ્રભુ છે અને અંતર્નિહિત પ્રભુનો સાક્ષાત્કાર આપણે કરવો જોઈએ.
આ મિર્રાએ અરવિંદની સાથે ઉપાસના કરીને ભારતમાં ‘માતાજી’ના નામે સુપ્રસિદ્ધ થયાં હતાં. સુજાતા નાહરે લખેલા આ અંગ્રેજી મૂળ ગ્રંથનો અનુવાદ શ્રી પી.એમ.વૈષ્ણવે કર્યો છે.
* * *
પુસ્તક : ચિંતનનાં ચાંદરણાં
પ્રકાશક – લેખક : બિપિન યુ. પરીખ
મૂલ્ય : ૫૦/- પૃ. ૧૯૬
પ્રાપ્તિ સ્થાન : બિપિન યુ. પરીખ, લુહાર સ્ટ્રિટ, રાજપીપળા
આ પુસ્તક જીવનનાં પાસાંને સ્પર્શતા અનેક વિષયોનો એક સુભગ સંગ્રહ છે. મનનચિંતન માટે ઉપયોગી થાય તેવું પુસ્તક છે.
* * *
વેદાંત સોસાયટી ઓફ, કેલિફોર્નિયા દ્વારા એકત્રિત કરાયેલા અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત થયેલા ‘Photographs of Swami Vivekananda’
સારી ગુણવત્તાવાળા આર્ટ પેપર પર કરેલા છાપકામવાળા આ પુસ્તકની પૃષ્ઠ સંખ્યા ૩૦૪ છે.
મૂલ્ય રૂ. ૨૦૦ છે. પ્રાપ્તિ સ્થાન : શ્રીરામકૃષ્ણ મઠ, માયલાપુર, ચેન્નાઈ ૬૦૦ ૦૦૪.
આ ગ્રંથમાં સ્વામી વિવેકાનંદના ૧૦૬ ફોટોગ્રાફ્સ છે અને દરેક ફોટોગ્રાફ્સની સાથે એ ફોટા વિશે ઐતિહાસિક માહિતી તેમજ સ્વામીજીના પ્રેરક ઉદ્ગારો અને પ્રસંગો એ પુસ્તકનું આગવું આકર્ષણ છે. સંશોધનકાર્ય તેમજ સ્વામી વિવેકાનંદના જીવનસંદેશમાં રસધરાવતા ભાવિકજનો માટે આ પુસ્તક એક મૂલ્યવાન પુસ્તક ગણી શકાય.
Your Content Goes Here