તમને ગોરાં પીરાંની આણ,

સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો!

સત બોલો રે નંઈ તો

મત બોલો રે મત બોલો! – સુડલા.

અંબર વરસે ને અગાધ ગાજે,

દાદુર કરે રે કિલોળ

કંઠ વિનાની એક કોયલ બોલે,

મધરા બોલે ઝીણા મોર.

સુડલા, સત બોલો! સત બોલો!

ગુરુજીની રે’ણી ને સત પર વાસા,

સતના ઊગ્યા સૂર,

પડ્યું એક બુંદ મારા ગુરુના વચને

એનું સવા કરોડ્યનું મૂલ.

સુડલા, સત બોલો! સત બોલો!

વણ રે વાદળ વરસાળો કહાવે,

ઘટડામાં પ્રગટ્યા ભાણ,

કણસડ પાક્યાં એમાં બૌ ફળ લાગ્યાં,

એને વેડે કોઈ ચતુર સુજાણ.

સુડલા, સત બોલો! સત બોલો!

બાવન અખર જો કોઈ બૂઝે,

જે કોઈ ધરે એમાં ધ્યાન,

જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ

એનું એક અખરમાં નામ.

સુડલા, સત બોલો! સત બોલો!

Total Views: 10
By Published On: September 16, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram