यद्वै तत्सुकृतं रसो वै सः  रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात् । एष ह्येवानन्दयाति ॥

તે જે પ્રસિદ્ધ સુકૃત છે તે નિશ્ચય રસ જ છે. આ રસને પામીને પુરુષ આનંદયુક્ત થઈ જાય છે. જો આકાશની જેમ વ્યાપક આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો કોણ જીવિત રહી શકત, કોણ પ્રાણોની ક્રિયા (ચેષ્ટા) કરી શકત? ખરેખર આ પરમાત્મા જ સર્વને આનંદિત કરે છે.

यदा ह्येवैष एतस्मिन्नदृश्येऽनात्म्येऽनिरुक्तेऽनिलयनेऽभयं प्रतिष्ठां विन्दते । अथ सोऽभयं गतो भवति ॥

જે સમયે આ સાધક આ જોવામાં ન આવનારા, શરીરરહિત, બતાવી ન શકાય અને બીજાનો આશ્રય ન લેનારા પરબ્રહ્મ પરમાત્મામાં નિર્ભયતાપૂર્વક સ્થિતિને પ્રાપ્ત કરે છે, તે સમયે તે અભયપદને પ્રાપ્ત થઈ જાય છે.

(તૈત્તિરીય ઉપનિષદ – ‘બ્રહ્માનંદવલ્લી’ ૨.૭)

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.