શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ હતી. 

શિબિરના પ્રારંભે આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ જીવનમાં ૐકારના રટણનું મહત્વ સમજાવ્યું હતું. શિબિરમાં સ્વામી ઈષ્ટમયાનંદ, સ્વામી શિવપ્રેમાનંદએ સંચાલન, માર્ગદર્શન અને વ્યવસ્થાપન સંભાળ્યું હતું. શ્રી ચંદ્રકાંતભાઈ દવે, શ્રી કૌશિકભાઈ રાવલ, શ્રી મેહુલભાઈ પંડ્યા, શ્રી દીપકભાઈ મશરૂ, શ્રી હસમુખભાઈ ચૌહાણ, શ્રી ભંડેરી તથા શ્રી ગોપાલભાઈ મહેતાએ વૈવિધ્યસભર શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. શ્રી અશોકભાઈ સોલંકી, શ્રી ધવલભાઈ ધોળકિયા, શ્રી બકુલેશ ધોળકિયાએ આ શિબિરાર્થીઓને આશ્રમનાં પરિસરમાં સંસ્કારઘડતરની એક મોટી તક ગણાવી હતી. શ્રી દિવ્યેશભાઈ પાઠકે આ તકને મોટું સદ્‌ભાગ્ય કહ્યું હતું. ‘નિમિત્ત’ કોમ્પ્યુટર કલાસના સંચાલક શ્રી તક્ષભાઈ મિશ્રાએ આ ઉત્સુક વિદ્યાર્થીઓને નિ:શુલ્કપણે કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલ શિક્ષણ આપીને ગ્રામીણ બાળકોને ઉજ્જવળ ભાવિનાં સ્વપ્નાં જોતાં કરી દીધાં હતાં. આશ્રમમાં કાલીપૂજામાં કીર્તનથી બાળકોએ અનન્ય ભક્તિભાવ અનુભવ્યો. આ શિબિરમાં સમૂહ સફાઈ, વ્યાયામ અને આધ્યાત્મિક મૂલ્યોનું ઘડતર સાચી કેળવણી મળી.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.