રામકૃષ્ણ મિશનને માનવતાની સેવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર

પ.બંગાળના ગવર્નર ડૉ. નુરૂલ હુસનના હસ્તે કલકત્તામાં ૨૦મી એપ્રિલે રામકૃષ્ણ મિશનને માનવતાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપવા બદલ ‘જી. ડી. બિરલા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કારમાં પ્રશસ્તિપત્ર સહિત રૂપિયા ૫ લાખની રકમનો સમાવેશ થાય છે.

રાહતકાર્ય

મૉસ્કોમા પીડિતો માટે સહાય

મૉસ્કોનાં અનાથ અને પીડિતોની સહાય માટે રામકૃષ્ણ મિશન દ્વારા નીચેની સામગ્રીઓ હવાઈમાર્ગે રવાના કરવામાં આવી છે – ૩ ટન મિલ્કપાવડર, ૩ ટન બેબીફૂડ અને ૨૯ ટન ખાંડ.

.બંગાળમાં અગ્નિરાહત કાર્ય

પ. બંગાળમાં બાંકુડા જિલ્લાના ચતના બ્લોકના જોરખોલ, રામપુર અને સિવલીબાના ગ્રામોના આગથી પીડિત ૨૧ પરિવારોમાં ૭૦૦ કીલો ચોખા અને ૩૬૧ કીલો અન્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં અકાળપીડિતો માટે રાહત

રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્ર દ્વારા ૨૪મી એપ્રિલથી ૧૭ કેમ્પોના માધ્યમથી ૧૨૦૯ બાળકોને દરરોજ દૂધનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમરાજકોટ દ્વરા દુષ્કાળ પીડિતો માટે અન્નવસ્ત્ર વિતરણ કાર્ય

શ્રી રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા તાજેતરમાં જામનગર જિલ્લાના દુષ્કાળગ્રસ્ત ભાણવડ તાલુકામાં કીલેશ્વર નેશ વિસ્તારમાં ૩૧૬ પીડિત કુટુંબોને ૬૦૦૦ કીલો બાજરો, ૩૦૦૦ કીલો ડુંગળી, ૧૫૦૦ મીટર કાપડ, ૩૦૦ પેરણાં, ૩૦૦ સાડી તથા ૧૦૦ બાળકોનાં તૈયાર કપડાંનું વિતરણ પૂરું કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના દુષ્કાળ પીડિત સાયલા તાલુકાના ૬૦૦ અસરગ્રસ્ત કુટુંબોને ૧૦,૦૦૦ કીલો બાજરો, ૫૦૦ સાડી, ૫૦૦ પછેડી અને ૩૦૦ મીટર કાપડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.