પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી રહેલી પ્રક્રિયા આપણી સમક્ષ રજૂ કરે છે. ૧૯મી સદીમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવે એક મહત્ત્વનો પ્રશ્ન કર્યો: ‘જો આપણે ઈશ્વરને આવી વિવિધ મૂર્તિઓ રૂપે ભજી શકીએ તો જીવતા માનવમાં એમની પૂજા કરવી એ શા માટે શક્ય બનવું ન જોઈએ? … મારી બંધ આંખે જ્યારે હું પ્રભુનો વિચાર કરું છું ત્યારે જ શું તે પોતાનું અસ્તિત્વ ધરાવે છે? અને જ્યારે હું મારી ખુલ્લી આંખે ચારેબાજુ દૃષ્ટિ કરું છું તો શું તેે વિલીન થઈ જાય છે?’ પછીથી શ્રીરામકૃષ્ણદેવે પોતાના આ પ્રશ્નોનો ઉકેલ પોતાના અદ્ભુત અને અનન્ય આદર્શ ‘શિવજ્ઞાને જીવસેવા’ દ્વારા આપણને આપ્યો. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ ના આદર્શ સાથે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને આ આદર્શને સાકાર બનાવ્યો.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને એમના સાક્ષાત્ શિષ્યોએ આ અદ્ભુત આધ્યાત્મિક આદર્શને પોતપોતાના જીવનમાં જીવી બતાવ્યો. રામકૃષ્ણ મિશને જે જે રાહત અને પુનર્વસન સેવાપ્રવૃત્તિઓ હાથ ધરી છે, તે માટે આ સંકલ્પના એક આદર્શ અને અનુસરણ બની રહી. સાથે ને સાથે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન પોતાનાં ૨૦૦થી પણ વધુ શાખાકેન્દ્રો દ્વારા માનવકલ્યાણની હાથ ધરાયેલી આરોગ્ય, શિક્ષણ, સામજિક-આર્થિક ઉત્થાન જેવી અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ પાછળ પણ ‘શિવજ્ઞાને જીવસેવા’ની આદર્શ ફિલસૂફી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગઈ સદીમાં એક વિનમ્ર ભાવના પ્રયાસ રૂપે રામકૃષ્ણ મિશન દ્વારા શરૂ થયેલી આ રાહત-સેવાઓનું ફલક ધીમે ધીમે છેલ્લા થોડા દાયકામાં વિવિધ દિશાઓમાં વિસ્તૃત રીતે વિસ્તર્યું છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પણ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા આ સેવામાર્ગના આદર્શને અનુસરીને ૧૯૨૭થી માંડીને આજ સુધી અનેકવિધ માનવરાહત સેવાપ્રવૃત્તિઓ કરી છે અને આવી પડેલી આપત્તિને લીધે આપણા દેશબાંધવોનાં આંસુ લૂછવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ રાહતસેવાકાર્યોની ઝલક અહીં વિનમ્રભાવે રજૂ કરીએ છીએ.

૧૯૨૭, પૂર રાહત-કાર્ય

(માર્ચ-૧૯૨૭ થી ફેબ્રુઆરી-૧૯૨૮)

૧૯૨૭માં ખંભાત, વડોદરા – અંગ્રેજશાસિત વિસ્તારમાં પૂરે વેરેલા વિનાશવાળા વિસ્તામાં અસરગ્રસ્ત લોકોને રામકૃષ્ણ મઠ, ખાર, મુંબઈ સાથે રહીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વપ્રથમ રાહતસેવાની શરૂઆત થઈ. માર્ચ ૧૯૨૭થી ફેબ્રુઆરી ૧૯૨૮ સુધી ૬૦૦ ચોરસ માઈલ વિસ્તારનાં ૧૨૦ ગામડાંના લોકોને અનાજ, કપડાં, બિયારણ, દવાનું વિતરણ થયું હતું. સસ્તા અનાજની દુકાનો પણ ખોલવામાં આવી હતી. પૂરને કારણે ઘરવિહોણા બનેલા લોકો માટે તારાપુર, ઇંદરણાજ, સયામા, ગોલાના અને ખંભાતમાં એમ, પાંચ રાહત કેન્દ્રો દ્વારા વડોદરા વિસ્તારનાં ૨૭ ગામડાં, ખંભાતનાં ૮૦ ગામડાં અને અંગ્રેજ શાસિત વિસ્તારનાં ૧૩ ગામડાંના ૧૯૫૭ કુટુંબોને અનાજ, વસ્ત્ર વગેરે આપવામાં આવ્યાં હતાં.

૧૯૩૧

૧૯૩૧માં રૂ. ૧૨૦ રોકડા તેમજ બે ગાંસડી જૂનાં કપડાં, બે ગાંસડી ખાદીનાં નવાં કપડાં શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથકને રાહતકાર્ય વિતરણ સેવાકાર્ય માટે મોકલવામાં આવ્યાં હતાં.

૧૯૩૩, રાહત અને પુનર્વસન કાર્ય

૧૯૩૩માં બંગાળના જેસોર જિલ્લાના ગોપાલપુરમાં શ્રીરામકૃષ્ણ મિશનના વડાની સૂચના મુજબ આ સંસ્થાએ રાહતકાર્યો કર્યાં હતાં. તેમાં અસરગ્રસ્ત લોકોને ચોખા આપવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકોનાં ઘર બાંધી આપવામાં સહાયતા કરી હતી.

શિયાળામાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના પત્ની શ્રીમતી ભદ્રાબાઈ ગોવિંદરાવ મડગાવકરની સાથે રહીને રાજકોટની આજુબાજુનાં ગામડાંમાં દવા તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૯૫૦, અતિવૃષ્ટિ રાહતકાર્ય

(જુલાઈ)

૧૯૫૦માં અતિવૃષ્ટિને લીધે જુલાઈ માસમાં લોધિકા તાલુકાનાં ૩૮ ગામડાંના પૂરપીડિતો માટે એક રાહતકેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. ૨૮ ગામડાંનાં ૧૩૪ કુટુંબો માટે આશ્રયસ્થાન પૂરાં પાડવા રૂ. ૪,૨૨૨ની નાણાંકીય સહાય આપવામાં આવી હતી. ૬૩૪ માણસોને ૨૦૫ નવી સાડીઓ અને ૧,૨૨૦ વાર કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાહતકાર્યના બીજા અંગરૂપે યુનિસેફ તરફથી મળેલ દૂધ બાળકોને આપવાનું આ વર્ષે શરૂ કરેલ. મહિના સુધી દૂધ મેળવનાર બાળકોની સંખ્યા ૧૪૮ હતી.

૧૯૫૬, ધરતીકંપ રાહતકાર્ય

(જુલાઈ)

૨૧મી જુલાઈ, ૧૯૫૬ના રોજ રાત્રે નવ વાગ્યે અંજાર અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ધરતીકંપે વેરેલા વિનાશથી આસપાસનાં ગામડાંમાં અને અંજારમાં ઘણાં મકાનો તૂટી ગયાં હતાં, કેટલાય માણસો કાટમાળના ઢગલા હેઠે દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ ધરતીકંપથી લોકો ગભરાઈ ગયા હતા. ઘણા લોકોને ઈજા થઈ હતી અને દટાયેલા કેટલાક લોકો કાટમાળમાંથી બચાવવા માટે પ્રાર્થના કરતા હતા. આ અણધારી આવી પડેલી આફતથી ગભરાયેલા લોકોના ભય-ગભરાટને વ્યવસ્થિત રીતે દૂર કરવા ઠીકઠીક સમય લાગ્યો હતો. કુદરતી પ્રકોપની ભયંકરતાના સમાચાર આસપાસના પ્રદેશોમાં પહોંચતાં ત્યાંથી મદદ આવવા લાગી. પહેલી સંગઠિત રાહત ટુકડી ગાંધીધામમાંથી આવી. ત્યાર પછી ભૂજ અને બીજા દૂરનાં સ્થળોમાંથી મદદ આવવા માંડી. કાટમાળ નીચે દબાયેલા જાનમાલને બચાવવાનું કાર્ય રાતદિવસ સુધી ચાલતું રહ્યું. વીજળી પુરવઠો તેમજ તારટપાલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કાટમાળના ગંજાવર ઢગ નીચે સ્વયંસેવકોએ પોતાનું કાર્ય ઘણી મુશ્કેલીઓ સાથે કરવાનું હતું.

બાંધકામ નિહાળતા સ્વામી ભૂતેશાનંદજી અને સંન્યાસીઓ

અંજાર શહેરના ૧/૩ ભાગમાં ભૂકંપના આંચકાની સખત અસર થતાં તેટલો વિસ્તાર નષ્ટપ્રાય બની ગયો. બાકીના ભાગમાં ઓછી અસર થતાં વિનાશમાંથી ઊગરી ગયો. રામકૃષ્ણ મઠ મિશનની પ્રસ્થાપિત પ્રણાલી પ્રમાણે રામકૃષ્ણ મિશનની મુંબઈ અને રાજકોટ શાખાના કાર્યકરો સમાચાર મળતાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા. આ રાહતકાર્યમાં મદદ કરવા મિશનના મુખ્યમથક બેલુર મઠથી પણ કાર્યકરો આવ્યા હતા. મિશને તાત્કાલિક રાહત સાથે કચ્છ સરકારે પૂરી પાડેલ સાધન સામગ્રીમાંથી અંજારમાં કામચલાઉ રહેઠાણો બાંધવાનું કામ શરૂ કરી દીધું.

ઉદ્‌ઘાટન પ્રસંગે પંડિત જવાહરલાલ નહેરુ સાથે સ્વામી ભૂતેશાનંદજી અને અન્ય સંન્યાસીઓ

આ રીતે તૈયાર કરેલ એક ઓરડાવાળા રહેઠાણોમાં ૬૦ કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો. આ રહેઠાણોનું ઉદ્‌ઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના વરદ હસ્તે ૧૮મી ઓગસ્ટ, ૧૯૫૬ના દિવસે થયું હતું. તાત્કાલીક રાહતરૂપે મિશન દ્વારા ૨૦ ગુણી અનાજ, ૧૪૬ ફાનસ, ૧૨૫ ડાલડા ઘીનાં ટીન, ૬૨૫ ગોટી સાબુ, ૧૫૦ સીવેલ કપડાં, ૨ ગાંસડી પહેરણનું કપડું, ૫૦ રજાઈ અને વિટામીનની ટીકડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. 

અંજારમાં કામ પૂરું થતાં મિશનનું કાર્યક્ષેત્ર ગામડાંમાં ફેરવવામાં આવ્યું. વાહન-વ્યવહારની મુશ્કેલીને લીધે જેના તરફ કોઈનું ધ્યાન ન ગયું હોય, એવાં અંજારથી ત્રીસેક માઈલ દૂર ભચાઉ તાલુકાનાં બે ગામ ભૂજપર અને સુખપર, તેમજ અંજાર તાલુકાના ધમડકા ગામના પુનર્વસનનું કાર્ય શરૂ થયું. જૂની ઢબે બંધાયેલ ગીચોગીચ વસેલા યોગ્ય પ્લાન, રસ્તા અને પ્રાથમિક સુવિધા વિનાનાં ગામડાંમાં ગામની શિકલ બદલાવે તેવાં શાળા, ધાર્મિક સ્થાનો, પંચાયતગૃહ, રહેવાનાં મકાનો, વિશાળ રસ્તા, પાણીના કૂવા, રેડિયો સેટ જેવી અદ્યતન સુવિધા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું. ૧૯૫૬ની પમી નવેમ્બરે મિશનના પ્રવીણ સંન્યાસી સ્વામી વૈકુંઠાનંદજીના હસ્તે શિલારોપણ વિધિ થયો. ગામમાં બે પ્રકારનાં મકાનો બાંધવામાં આવ્યાં હતાં.

સુખપર, શારદાનગર કોલોનીનું દૃશ્ય

બે ઓરડાવાળું મકાન, બન્ને ઓરડાનું માપ ૧૨’ X ૧૨’, રસોડું ૮’ X ૫’, અને ૧૭’ X ૮’ની ઓસરી તેમજ ૩૦’ X ૨૫’ ખુલ્લું ફળિયું અને તેની આસપાસ ૬’ ફૂટ ઊંચી દીવાલ; એક ઓરડાવાળા રહેઠાણમાં ૧૨’ X ૧૨’નો ઓરડો, રસોડું ૮’ X ૫’, અને ૮’ X ૬’ની ઓસરી તેમજ ૩૦’ X ૧૨’ ખુલ્લું ફળિયું અને તેની આસપાસ ૬’ ફૂટ ઊંચી દીવાલ; બે ઓરડાવાળાં ૧૫ મકાનો અને એક ઓરડાવાળાં ૧૫ મકાનો એમ કુલ મળીને ૩૦ મકાનોની બે હાર વચ્ચે ૩૦ ફૂટ પહોળો મુખ્ય રસ્તો અને પાછળની બાજુએ ૨૦ ફૂટ પહોળો રસ્તો રાખવામાં આવેલ. શાળાનું મકાન ૨૭’ X ૨૩’, પંચાયતગૃહ ૨૫’ X ૨૦’ અને મંદિર ૩૦’ X ૨૫’ના વિસ્તારનાં બાંધી અપાયાં હતાં.

(ડિસેમ્બર)

ગામની બન્ને બાજુએ બે કૂવા પણ બાંધી આપવામાં આવ્યા હતા. શાળા અને પંચાયતગૃહની સામે રમતગમત તેમજ જાહેરસભા ગોઠવી શકાય, તેવું ખુલ્લું મેદાન પણ રાખવામાં આવ્યું હતું. આ નવી વસાહતનો સમર્પણવિધિ-સમારંભ ૨જી ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ ભવાણજી અરજણ ખીમજીના પ્રમુખપદે યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી બુદ્ધાનંદજીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. ભૂજપર અને ધમડકા વચ્ચે સારો રસ્તો ન હતો. આ બન્ને ગામને જોડતા એક માઈલના નવા રસ્તાનું ઉદ્‌ઘાટન પણ તે જ દિવસે યોજાયું હતું. શારદાનગર(સુખપર)ની નવરચનાનું કાર્ય ભૂજપરનું કાર્ય પૂરું થતાં ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ શિલારોપણ વિધિ કરીને શરૂ થયું.

૧૯૫૭, ધરતીકંપ રાહતકાર્ય

(એપ્રિલ)

૮૫ કુટુંબો માટે બે ઓરડાવાળાં ૬૩ મકાનો અને એક ઓરડાવાળાં ૨૨ મકાનો એમ ૮૫ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. રહેણાંકનાં મકાનો ઉપરાંત શાળાનું મકાન ૨૮’ X ૨૩’ પંચાયતગૃહ ૨૭’ X ૨૩’, મંદિર અને બે કૂવા બાંધી અપાયાં હતાં. આ નવા શારદાનગરનો ઉદ્‌ઘાટન વિધિ ૨૪ એપ્રિલ, ૧૯૫૭ના રોજ મુંબઈ રાજ્યના મહેસુલ પ્રધાન રસિકલાલ યુ. પરીખના પ્રમુખસ્થાને યોજાયો હતો.

૧૯૫૮, ધરતીકંપ રાહતકાર્ય

(ફેબ્રુઆરી)

ભૂકંપમાં વિનાશ પામેલા ધમડકા-નવા વિવેકાનંદ નગરમાં બે ઓરડાવાળાં ૬૭, એક ઓરડાવાળાં ૪૦, એમ કુલ ૧૦૭ મકાનો બાંધી આપવામાં આવ્યાં.

ધમડકામાં બાંધી આપેલ મસ્જિદ

આ ઉપરાંત શાળાનું મકાન, પંચાયતગૃહ, મંદિર, મસ્જિદ અને ચાર દુકાનો પણ બાંધી આપવામાં આવ્યાં હતાં. શાળા અને પંચાયતગૃહ પાસે રમતગમતનાં સાધનોથી સુસજ્જ બાળક્રીડાંગણ પણ બાંધી આપવામાં આવ્યું હતું. આ નવનિર્મિત વિવેકાનંદ નગરનો ઉદ્‌ઘાટનવિધિ મુંબઈ રાજ્યના તત્કાલીન રાજ્યપાલશ્રી શ્રીપ્રકાશના વરદ હસ્તે ૮ ફેબ્રુઆરી, ૧૯૫૮ના રોજ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી સંબુદ્ધાનંદજીએ રાજ્યપાલને આવકાર્યા હતા.

૧૯૫૯, અતિવૃષ્ટિ રાહતકાર્ય

(જુલાઈ)

૧૪મી જુલાઈ, ૧૯૫૯ના રોજ કચ્છ કે જ્યાં સરેરાશ ૧૨ થી ૧૫ ઈંચ વરસાદ પડે છે ત્યાં કચ્છના અબડાસા તાલુકામાં ૮૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો. પરિણામે કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી ભૂજ, અબડાસા અને માંડવી તાલુકાઓમાં ઘણી મોટી નુકસાની થઈ. ભૂજ શહેરમાં પૂરના અચાનક ધસારાને કારણે અમુક ભાગનાં ઘણાં ખરાં મકાનો જમીનદોસ્ત થઈ ગયાં અને જાનની ખુવારી પણ મોટા પાયે થઈ. આ આફતગ્રસ્ત વિસ્તારોમાં તત્કાલ રાહતકાર્ય શરૂ કરવા માટે રામકૃષ્ણ મિશન, મુંબઈ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટથી સેવકોએ કચ્છમાં જઈ સેવાનું કામ ઉપાડી લીધું. ભૂજ શહેરમાં રાહતકાર્યનું મુખ્યમથક સ્થાપવામાં આવ્યું અને ત્યાંથી ભૂજ શહેર ઉપરાંત ભૂજ, અંજાર, ભચાઉ, રાપર તાલુકાના વિસ્તૃત ક્ષેત્રમાં ઘણા લાંબા સમય સુધી સેવાકાર્ય ચાલુ રહ્યું. તત્કાલ રાહતરૂપે ભૂજ, અંજાર અને ભચાઉ તાલુકામાં રૂ.૩,૩૦૫, માંડવી, અબડાસા અને ભૂજ શહેરમાં  રૂ. ૫,૪૬૭ અને રાપર તાલુકામાં રૂ. ૩,૫૯૯ની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અંજાર તાલુકાનાં ૧૯ ગામડાંનાં ૩૧૯ કુટુંબોના ૧,૪૪૯ લોકો; ભચાઉ તાલુકાનાં ૫૩ ગામડાંનાં ૮૮૫ કુટુંબોનાં ૪૩૪૩ લોકો; ભૂજ તાલુકાનાં ૯૫ ગામડાંનાં ૧,૧૭૩ કુટુંબોનાં ૬,૩૮૩ લોકો; રાપર તાલુકાનાં ૮૭ ગામડાંનાં ૧,૧૨૪ કુટુંબોના ૫,૬૨૦ લોકો; ભૂજ શહેરનાં ૭૯૯ કુટુંબોના ૩,૦૦૦ લોકો તેમજ અબડાસા અને માંડવી તાલુકાના લોકોમાં ૪,૩૯૧ ધાબળાનું અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્ય પાછળ રૂ.૯૯,૬૧૮નો ખર્ચ થયો હતો.

આ ઉપરાંત અંજાર, ભચાઉ, ભૂજ, રાપર, માંડવી, અબડાસા તાલુકાનાં ૨૬૪ ગામડાંનાં ૪,૩૦૦ કુટુંબના ૨૦,૭૯૫ લોકોને તેમજ, ભૂજ શહેરનાં ૭૯૯ કુટુંબોના ૩,૦૦૦ લોકોને અનાજ, કપડાં, જીવનજરૂરિયાતની વસ્તુઓનું વિતરણકાર્ય થયું હતું. આ વિતરણકાર્ય પાછળ રૂ. ૧૨,૩૭૨નો ખર્ચ થયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા ભૂજ શહેરની બહાર શ્રીરામકૃષ્ણધામ નામની સિત્તેર પાકાં ટેનામેન્ટવાળાં મકાનોની કોલોની બાંધી આપવામાં આવી હતી. 

આ પુનર્વસનકાર્ય હેઠળ રૂ ૧,૯૦,૦૦૦નો ખર્ચ થયો હતો. શ્રીરામકૃષ્ણધામનું ઉદ્‌ઘાટન ભારત સરકારના તત્કાલીન નાણામંત્રી શ્રીમોરારજી દેસાઈના અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. આ કોલોનીનો સમર્પણવિધિ ૩૦મી ડિસેમ્બર, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના ગવર્નર શ્રીનવાબ મેહદી નવાઝ જંગબહાદુરના વરદ હસ્તે થયો હતો. આ કોલોનીના લોકો માટે એક પ્રાર્થના ખંડનું બાંધકામ પણ કરી આપવામાં આવ્યું હતું.

૧૯૬૦, અતિવૃષ્ટિ રાહતકાર્ય

(જુલાઈ)

૧૯૬૦ની ૨જી જુલાઈએ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિને કારણે ઘોડાપૂર આવવાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આશ્રમના સેવકોએ આ વિસ્તારોની જાતમુલાકાત લીધી. રાજકોટના જેતપુર તાલુકાનાં અને જૂનાગઢ તાલુકાનાં ૪ ગામડાંનાં નુકસાન પામેલાં મકાનો ફરી બાંધી આપવાનો નિર્ણય લેવાયો અને રાજકોટ જિલ્લાનાં આરબટીંબડી, બાવા પિપળીયા; જૂનાગઢ જિલ્લાનાં મજેવડી, વાડાસિમડી ગામમાં જરૂરત પ્રમાણે મકાનો સમરાવવા ઉપરાંત આરબટીંબડીમાં ૨૮ નવાં મકાનો, બાવા પિપળીયામાં ૧૩ નવાં મકાનો, મજેવડી ગામમાં ૪૮ નવાં મકાનો, વાડાસિમડીમાં ૧૦ એમ કુલ મળીને ૯૯ નવાં મકાનો, દરેક ગામમાં પાણીની ડંકી, જાહેર ભજન તેમજ સત્સંગ માટે એક મોટો ચોરો અને ખુલ્લી નાટકશાળા બાંધી આપવામાં આવી હતી. આ રાહત સેવાકાર્ય હેઠળ રૂ.૧,૭૩,૦૬૬નો ખર્ચ થયો હતો. આ મકાનોનું ઉદ્‌ઘાટન રાજકોટ ડિવિઝનના કમિશ્નરશ્રી ગુલાબરાય મંકોડીના વરદ હસ્તે ૨૫ મે, ૧૯૬૧ના રોજ થયું હતું.

૧૯૬૮, અતિવૃષ્ટિ રાહત કાર્ય

૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટ કાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણી પુરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં ૧૪૦૦ પાકાં મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં.

૧૯૭૦, દુષ્કાળ રાહત કાર્ય

૧૯૭૦માં કચ્છના ધાણેટી ગામે દુષ્કાળને લીધે રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર દ્વારા ૨૪ ગામડાંના હજારો પીડિતોને રાંધેલું અનાજ તેમજ નવાં કપડાં અને બળદ, બિયારણ, ખાતર, પાણી, ખેતીવાડી વિષયક સહાય આપવામાં આવી હતી.

ધાણેટી (કચ્છ)માં દુષ્કાળ નિમિત્તે શરૂ થયેલાં રોટલા કેન્દ્રમાં સ્વામી આત્મસ્થાનંદજી અને અન્ય મુલાકાતીઓ

૧૯૭૦માં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના માળીયામિયાણા, ટીકર, ધુમડ તથા નળકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, કપડાં અને વાસણનું વિતરણકાર્ય કર્યું હતું. આ ઉપરાંત લીંબડી તાલુકાના સમલા ગામે ૪૦ મકાનોવાળી તેમજ રાજકોટના પોપટપરામાં ૫૩ કુટુંબો માટે વસાહત ઊભી કરવામાં આવી.

૧૯૭૩, દુષ્કાળ તથા અતિવૃષ્ટિ રાહતકાર્ય

૧૯૭૩માં જસદણ તાલુકાના ભાડલા ગામે દુષ્કાળ રાહતકાર્ય રૂપે રાંધેલા અનાજની વહેંચણી તેમજ અતિવૃષ્ટિને કારણે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં ધાબળા તેમજ ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાડલામાં દુષ્કાળ નિમિત્તે શરૂ થયેલાં રોટલા કેન્દ્રમાં સ્વામી આત્મસ્થાનંદજી અને અન્ય સંન્યાસીઓ

૧૯૭૩-૭૪, અતિવૃષ્ટિ રાહતકાર્ય

૧૯૭૩-૭૪માં અતિવૃષ્ટિને કારણે વિનાશ પામેલા બનાસકાંઠાના ડિસા તાલુકાના ભોયણ ગામનું પુનર્વસવાટ કાર્ય હાથ ધરાયું હતું. આ ગામમાં ૨૦૦ કુટુંબો માટે નિવાસી મકાનો, સમાજમંદિર, વીજળી અને પાણીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભોયણમાં નવનિર્મિત સમાજમંદિર

૧૯૭૫, દુષ્કાળ રાહતકાર્ય

૧૯૭૫માં દુષ્કાળને કારણે રાજકોટ શહેરનાં આશરે ૩,૦૦૦ કુટુંબોને ઘઉં વગેરેનું રાહતભાવે વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. કચ્છનાં ૨૧ ગામડાંને આવરી લેતા હજારોની સંખ્યામાં પીડીતોને એક ટંક ભોજન આપવામાં આવ્યું હતું તથા દસ કૂવાને ઊંડા-પહોળા કરીને તેનું મરામતકાર્ય પણ કરવામાં આવ્યું હતું.

૧૯૭૫, વાવાઝોડા રાહતકાર્ય

(ઓક્ટોબર)

આૅક્ટોબર, ૧૯૭૫માં જૂનાગઢ અને જામનગર જિલ્લામાં આવેલા ભયંકર વાવાઝાડાને કારણે ૧૦૦થી વધુ ગામડાંના અસરગ્રસ્ત લોકોમાં ધાબળા, ગરમ કપડાં અને નવાં કપડાંનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૯૭૬, વાવાઝોડા અને અતિવૃષ્ટિમાં રાહતકાર્ય

જૂન, ૧૯૭૬માં ગોંડલ (જિ.રાજકોટ) અને ભાવનગર જિલ્લામાં આવેલા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત લોકોમાં તત્કાલ રાહતરૂપે વાસણ, કપડાં, અનાજ અને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૯૭૬માં અતિવૃષ્ટિને કારણે વડોદરા શહેરના નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૮૬ કુટુંબોને ઘઉં, ધાબળા, વાસણની સહાય કરવામાં આવી હતી.

૧૯૭૯, પૂર રાહતકાર્ય

મોરબીની હોનારતના સમાચાર મળતાં આશ્રમના સ્વામીજીઓ અને ભક્તજનો પ્રાથમિક રાહતની સામ્રગી સાથે મોરબીના પૂરગ્રસ્ત વિસ્તારમાં ૧૨ આૅગસ્ટ, ૧૯૭૯ના રોજ પહોંચી ગયા અને રાહતકાર્યનો આરંભ થયો. ૧૩મી આૅગસ્ટે આ શહેરના સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા આશ્રમના સેવાભાવી કાર્યકરોએ ટ્રક, બસ, વગેરે વાહનોની મદદ લીધી હતી. પાણીના પૂરને કારણે સાવ વિખૂટા પડેલા માળીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં એક સપ્તાહથી પણ વધુ દિવસો સુધી હેલીકોપ્ટર દ્વારા ફૂડપેકેટ્સ, અનાજની થેલીઓ, કપડાં વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.

સ્વામી પ્રમાનંદજીના વરદ હસ્તે વિતરણ

આ આપત્તિના સમયે દસ સંન્યાસીઓની રાહબરી હેઠળ ૩૦૦ જેટલા કાર્યકરો આ રાહતસેવામાં પ્રવૃત્ત હતા. દરરોજ બસ તેમજ ટ્રકમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભરીને બે ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જતી. એક ટુકડી અસરગ્રસ્ત ગામડાંમાં અને બીજી ટુકડી મોરબી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણકાર્ય કરતી. જરૂર જણાય તો આવા બે ફેરા પણ કરવામાં આવતા. આ ઉપરાંત, રાહતકાર્યને વેગ આપવા અને વધુ ચોક્સાઈથી રાહતકાર્ય કરવા મોરબીના દરબારગઢમાં એક રાહતકૅમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. તત્કાલ રાહતસેવા કાર્ય પાછળ રૂ.૧૫ લાખથી પણ વધુ રકમ વાપરવામાં આવી હતી. મોરબી શહેર ઉપરાંત આસપાસનાં ૩૮ ગામડાંનાં ૧૪,૦૦૦થી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યાં હતાં. આ વિતરણ કાર્ય દ્વારા ૧૪૩ ટન જેટલો રાંધેલો ખોરાક, ફૂડપેકેટ્સ, ૨૪૩ ટન અનાજ, ૬૦,૦૦૦ કપડાં અને ચાદર, ૧૬,૦૦૦ વાસણ, ઉપરાંત સાબુ, દીવા, પ્રાયમસ, ચૂલા, બાકસ, મીણબત્તી, સગડી, પાટલો-વેલણ, જેવી અનેક ચીજવસ્તુઓનું વિતરણ થયું હતું. જરૂરી પેટન્ટ દવાઓ પણ પહોંચાડવામાં આવી હતી.

પ્રાથમિક રાહતકાર્ય પછી પુનર્વસવાટનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. મોરબીથી ૧૦ કિ.મી. દૂર મચ્છુ નદીના કિનારે આવેલ અને પૂરથી તારાજ થયેલ વનાળિયા ગામે પુનર્વસનકાર્ય હાથ ધરાયું. ગુજરાત સરકારે નદીથી દૂર સલામત સ્થળે આપેલ ૨૨ એકર જમીન પર બે રૂમ, એક રસોડું, બાથરૂમ સહિત ૩૬૦ ચો. ફૂટનાં રેતી-સિમેન્ટના ભોંયતળિયાવાળાં, પાકી ઈંટનાં મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ નવનિર્મિત આદર્શગામ શારદાનગર (વનાળિયા)માં બાલમંદિર, પાંચ વિશાળ રૂમ સાથેની સુસજ્જ પ્રાથમિક શાળા, બે મંદિર, પાણી અને વીજળીની વ્યવસ્થા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું હતું.

૧૯૮૦, અતિવૃષ્ટિ રાહતકાર્ય

૧૯૮૦માં અતિવૃષ્ટિ અને પૂરને કારણે તારાજ થયેલાં જૂનાગઢ અને રાજકોટ જિલ્લાનાં ગામડાં માળિયા-હાટીના, કેશોદ, અવામા, ઝાંઝમેર, પરેણી, સુપેડી, મોટા ગુંદાળાનાં ૬૯૩ કુટુંબોમાં ૬,૦૦૦ કિ. બાજરો, ૩,૦૦૦ કિ. ડુંગળી, ૮૪૦ મી. કાપડ, ૧,૬૦૮ કપડાં અને ૨,૨૧૨ વાસણ પૂરાં પાડવામાં આવ્યાં હતાં.

૧૯૮૦-૮૧, પૂર રાહતકાર્ય અને પુનર્વસનકાર્ય

(જાન્યુઆરી)

આ શારદાનગરનો સમર્પણવિધિ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના વરદ હસ્તે ૨૧મી જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ યોજાયો હતો. આ પુનર્વસવાટ કાર્ય હેઠળ આશરે રૂ.૪૦ લાખ વાપરવામાં આવ્યા હતા.

શારદાનગરનું મંગલ ઉદ્‌ઘાટન કરતાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધી સાથે સ્વામી વ્યોમાનંદજી અને માધવસિંહ સોલંકી

આ ઉપરાંત, મચ્છુ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ લીલાપુર ગામનાં ૧૪૫ કુટુંબોને પોતાની મેળે મકાનો ઊભાં કરવા માટે રૂ.૪,૯૫,૦૦૦ની આર્થિક સહાય કરવામાં આવી હતી.

મોરબીના લાલબાગ વિસ્તારમાં ૧૦ એકર જમીન પર મોરબી શહેરના અસરગ્રસ્ત લોકો માટે ૨૫૦ મકાનોવાળી એક કોલોની બાંધી આપવામાં આવી હતી. બાલમંદિર, સાત રૂમવાળી સુસજ્જ પ્રાથમિક શાળાનું વિશાળ મકાન, મંદિર, પાણી-વીજળીની વ્યવસ્થા સાથે સંડાસ-બાથરૂમના બાંધકામની સુવિધા આપવામાં આવી હતી. ભૂગર્ભ ગટરયોજનાની સુવિધા પણ આપવામાં આવી હતી.

શ્રીહનુમાનજી મંદિર અને શ્રીશારદા મંદિરના પ્રતિષ્ઠા પ્રસંગે દસમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ

(જુલાઈ)

આ પુનર્વસનકાર્ય હેઠળ રૂ.૪૫,૦૦,૦૦૦ વાપરવામાં આવ્યા હતા. ૨૭મી જુલાઈ, ૧૯૮૧ના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રી શારદાબહેન મુખર્જી અને મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીની હાજરીમાં આ કોલોની રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી.

૧૯૮૨, વાવાઝોડા રાહતકાર્ય

૧૯૮૨ના નવેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના ૮ તાલુકાનાં ૩૮ ગામડાંનાં ૨,૫૪૬ કુટુંબોને ઠામવાસણ, કપડાં, ગરમ ધાબળા, તૈયાર કપડાં અને ખાદ્યસામગ્રીનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૯૮૩, અતિવૃષ્ટિ રાહતકાર્ય

૨૪ જૂન, ૧૯૮૩માં જૂનાગઢ જિલ્લામાં આવેલ અતિવૃષ્ટિ અને પૂરને કારણે તત્કાલ રાહતરૂપે ૯૦ ગામડાંનાં ૮,૨૯૮ કુટુંબોને અનાજ, કપડાં, રાંધવાનાં વાસણો અને અન્ય ઘરવખરીનું વિતરણકાર્ય થયું હતું.

પ્રાથમિક રાહતસેવાકાર્ય પૂરું થતાં જૂનાગઢ જિલ્લાના કેરળા ગામમાં પ્રાથમિક શાળાનું વિશાળ મકાન, તેમજ જૂનાગઢ જિલ્લાના આણંદપુર, મેવાસામાં સુસજ્જ પ્રાથમિક શાળા, દવાખાનાનું મકાન તેમજ રહેવાસી ૮૪ મકાનોનું પુનર્વસન કાર્ય હાથ ધરાયું હતું.

આ કોલોનીનું મંગળ ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના તત્કાલીન ગર્વનર શ્રી બી.કે. નહેરુના વરદ હસ્તે ૧૯ આૅક્ટોબર, ૧૯૮૪ના રોજ સંપન્ન થયું હતું.

૧૯૮૪, પુનર્વસવાટ રાહતકાર્ય

પાતાપુર, ઈટાળા માટે ૩૬ રહેવાસી મકાનો, શાળાનું વિશાળ મકાન તેમજ પાણી માટે કૂવાની વ્યવસ્થા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું હતું. આ સમગ્ર પુનર્વસવાટ કાર્ય હેઠળ રૂ.૭૦ લાખથી પણ વધુ રકમ વાપરવામાં આવી હતી. આ ૩૬ મકાનો, પ્રાથમિક શાળા, પાણીના કૂવાવાળી કોલોનીનું મંગલ ઉદ્‌ઘાટન ૪થી આૅગસ્ટ, ૧૯૮૪ના રોજ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી પી.એસ. પોટીના વરદ હસ્તે થયું હતું.

આ ઉપરાંત, દરજી, સુથાર, લુહાર, મોચી, કુંભાર જેવા વર્ગના અસરગ્રસ્તોને આર્થિક ઉપાર્જન માટે સાધનસામગ્રીની વહેંચણી કરવામાં આવી હતી.

અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં ૮૩૮ જેટલી ઉત્તમ ગીર ઓલાદની ગાયો તેમજ ૨૭ ઊંટનું વિતરણકાર્ય પણ હાથ ધરાયું હતું.

૧૯૮૬ – ૧૯૮૯, દુષ્કાળ રાહતકાર્ય

સ્વામી મુમુક્ષાનંદજીના વરદ હસ્તે અનાજનું વિતરણ

ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્રમાં ૩ વર્ષના ભીષણ દુષ્કાળના સમયગાળામાં ફેબ્રુઆરી ૧૯૮૬ થી સપ્ટે.૧૯૮૮ સુધી કરેલાં રાહતકાર્યોમાં રાજકોટ જિલ્લાના રાજકોટ, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, માળિયામિયાણા, વાંકાનેર, ગોંડલ, ઉપલેટા, પડધરી, મોરબી અને લોધિકા તાલુકાઓનાં ગામડાં; સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટિલા, મૂળી અને લીંબડી તાલુકાઓનાં ગામડાં; જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ, ભાણવડ, જામજોધપુર, જોડીયા અને ઓખા તાલુકાનાં ગામડાં; જૂનાગઢ જિલ્લાના રાણાવાવ તાલુકાનાં ગામડાં; કચ્છ જિલ્લાના રાપર અને ભૂજ તાલુકાનાં ગામડાં; પંચમહાલ જિલ્લાના દાહોદ અને ઝાલોદ તાલુકાનાં ગામડાં; અને ખેડા જિલ્લાના પેટલાદ તાલુકામાં રાહતસેવાકાર્યો થયાં હતાં. આ રાહતસેવાકાર્યોમાં ૬,૭૨,૬૧૬ કિ. અનાજ જેવાં કે બાજરો, ઘઉં, મગદાળ; ૨૦,૬૦૭ કિ. ગોળ, કઠોળ, દૂધ; ૧,૯૫૫ પેકેટ બિસ્કીટ, ૨૬,૯૬૨ મીટર કાપડ, ૨,૦૫,૦૨૦૦૦ લીટર પાણી, ૫૬,૦૭,૯૦૯ કિ. પશુનો ઘાસચારો, બટેટાં, ડુંગળી, જેવા ખાદ્ય પદાર્થોનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચાદર, સાડી, ધાબળા, કપડાંનું વિતરણકાર્ય પણ થયું હતું. ૫,૨૫૦ નળિયાં, તાલપત્રી જેવી ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી. ત્રણ વર્ષ સુધી ચાલેલાં આ રાહતસેવાકાર્ય હેઠળ ૧,૨૦૧ ગામડાંના ૯૧,૮૦૦ માણસો, ૫૫,૦૦૦ પશુઓને આવરી લેવામાં આવ્યાં હતાં. સરકારની કોઈ સહાય કે સબસિડી વિના આ સંસ્થાએ આશરે રૂ.૭૮,૦૧,૮૫૯નું રાહતસેવાકાર્ય કર્યું હતું. આ ઉપરાંત ૧૯૮૮માં મોરબીની પ્રાથમિક શાળાને વધારાના ચાર ખંડ બંધાવી આપ્યા હતા. આૅક્ટોબર, ૧૯૮૯માં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનાં ૪ ગામનાં ૨૧૦ કુટુંબોમાં ૪૨ કિ. બાજરો, ૬૦૨ કિ. મગદાળ, ૨૦૨ ધોતિયાં, ૨૦૮ સાડી, ૪૨૦ ચાદર, ૭૭૮ મી. કાપડ, ૮૪૦ સ્ટીલનાં વાસણ અને ૨૦૦ પુસ્તકોનું વિતરણકાર્ય થયું હતું.

૧૯૯૦, અતિવૃષ્ટિ અને પૂર રાહતકાર્ય

૧૯૯૦માં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરિજન કુટુંબો માટે પૂરને કારણે નાશ પામેલાં ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવા કાર્ય પાછળ ૧,૬૨,૬૭૨ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૯૦ના રોજ આ મકાનો પૂરપીડિત પરિવારોને સોંપી દેવામાં આવ્યાં હતાં.

૧૯૯૦ના આૅગસ્ટ થી આૅક્ટોબર સુધીમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, ખેડા અને પંચમહાલ જિલ્લાનાં ૪૩ ગામડાંનાં ૨,૬૮૪ કુટુંબોમાં ૨૭,૪૩૭ કિ.ગ્રા. અનાજ, ૫,૪૩૮ સાડી, ચાદર અને ધોતી, ૬૦૨ મી. કાપડ, ૧,૫૫૦ વાસણસેટનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૯૯૧, અતિવૃષ્ટિ રાહતકાર્ય

ફેબ્રુઆરી ૧૯૯૧થી ડિસે. ૧૯૯૧ સુધીમાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરીયા ગામના લોકો માટે ૨૮ પાકાં મકાનોવાળા શ્રીરામકૃષ્ણ નગરનો સમર્પણવિધિ ૧૬મી મે, ૧૯૯૧ના રોજ સ્વામી પ્રમાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે દરેક ગૃહવાસીને મકાનની સોંપણી કરી હતી.

શ્રીરામકૃષ્ણ નગરના ગ્રામજનો માટે નવનિર્મિત શ્રીમા શારદાદેવી પ્રાર્થનામંદિરમાં કોમ્યુનિટી હોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મંદિરનો સમર્પણવિધિ ૨૯ જૂન, ૧૯૯૧, શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી ગણેન્દ્રનારાયણ રોયના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમારંભના અતિથિ વિશેષ સ્થાને મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના નારાયણપુરના આદિવાસી વિકાસ પ્રોજેક્ટના વડા શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ હતા.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું કે, આ સેવાકાર્ય નાનું પણ અનોખું છે. આ ગામ એક આદર્શ ગામ બને તેવી અમારી ઇચ્છા છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી મકવાણાએ શ્રીરામકૃષ્ણ આશ્રમની સેવા અને પાંચ લાખના ખર્ચે બંધાયેલાં ૧૪ બ્લોકનાં ૨૮ મકાનો અને દોઢ લાખના ખર્ચે બંધાયેલા પ્રાર્થનામંદિર-કોમ્યુનિટી હોલના બાંધકામને ૪ મહિનામાં પૂર્ણ કરવા બદલ આશ્રમની સેવાને બિરદાવી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂ. ૪.૫ લાખના ખર્ચે નવનિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને બોરવેલનો ૧૩મી ડિસે. ૧૯૯૧ના રોજ ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી છબીલદાસ મહેતાના વરદ હસ્તે સમર્પણવિધિ સંપન્ન થયો હતો. આશ્રમ દ્વારા શાળાની ચારેબાજુએ કંપાઉન્ડ વોલ, અને બે ડીપવેલ પણ કરી અપાયાં હતાં. નાણામંત્રી શ્રી છબિલદાસ મહેતાએ જણાવ્યું હતું કે ત્યાગ, સેવા, બલિદાન અને સ્વાર્પણની ભાવનાને વરેલા શ્રીરામકૃષ્ણ સંઘના આ સંન્યાસીઓએ અલ્પ સમયમાં આ મહાન કાર્ય કર્યું, એ આપણા સૌ પરનું એમનું મોટું ઋણ છે. આ સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યો સૌ કોઈને માટે અનુકરણ કરવા જેવાં છે. આ સંસ્થાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, ભૂકંપ કે વાવઝોડા વખતે કોઈપણ જાતના બંધન વિના નિર્વ્યાજ સેવા કરી છે. એમની આ સેવાભાવના, ત્યાગ-સમર્પણવાળી ધર્મભાવના આપણા સૌએ જીવનમાં જીવવા જેવી છે. એમણે પ્રાસાદોમાં-મહેલોમાં કે શાસ્ત્રચર્ચાનાં મહાલયોમાં પ્રભુ જોવાને બદલે ગરીબોની-ઉપેક્ષિતોની, દુઃખીની ઝૂંપડીમાં નારાયણને જોયા છે. અને એ નારાયણની સેવા કરવાનું વ્રત લીધું છે. નાણામંત્રી શ્રી છબિલદાસ મહેતાએ આ પ્રસંગે આશ્રમના કોઈ પણ સેવા કાર્ય માટે સરકારશ્રીના સાથ-સહકારની ખાતરી આપી હતી.

૧૯૯૩, કોમી હુલ્લડોમાં રાહતકાર્ય

૧૯૯૩માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયેલાં કોમી હુલ્લડોથી અસરગ્રસ્ત થયેલાં અને છૂટક મજૂરી કરતાં ૨૫૦ મજૂર કુટુંબોમાં ૨૫૦ કિ.ગ્રા. લોટ, ૨૫૦ કિ.ગ્રા. ખાંડ, ૨૪૦ કિ.ગ્રા. તેલ, ૪૦ કિ.ગ્રા. ચા, ૨૫૦ ગોટી સાબુ અને ૨૫૦ ચાદરનું વિતરણકાર્ય મે માસમાં કરવામાં આવ્યું હતું.

૧૯૯૪, વિવિધ રાહતકાર્યો અને ચિકિત્સા સેવા

(ફેબ્રુઆરી)

૨૬ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં દુષ્કાળ રાહત સેવાકાર્ય રૂપે ૨૨૮ જેટલી ગાયો માટે પશુઆહાર અને ટોનિક, દવા વગેરેના મિશ્રણનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

(માર્ચ)

૪ માર્ચ, ૧૯૯૪ના રોજ દુષ્કાળને કારણે દ્વારકા તાલુકાના ખતુંભા અને ગોરિયાળી ગામના અનુક્રમે ૧૧૮ અને ૧૮૧ લોકોમાં ૪૨૪ તૈયાર કપડાં, ૨૦૭ સાડી અને ૨,૫૧૨ કિ.ગ્રા. ઘઉંનું વિતરણ સેવાકાર્ય થયું હતું. આ ઉપરાંત ગામના પશુધન માટે સૂકાઘાસનું વિતરણ કાર્ય પણ થયું હતું.

(એપ્રિલ)

૬ એપ્રિલ , ૧૯૯૪ના રોજ ભાણવડ તાલુકાના બરડા ડુંગરના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ૨૯૬ માલધારી રબારી પરિવારોને મદદ કરવામાં આવી હતી. આ વિસ્તારના કુલ ૧,૫૦૦ લોકોમાં ૩,૦૦૦ કિ.ગ્રા. બાજરો અને ૩,૯૦૦ કિ.ગ્રા. પશુઆહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨ ટ્રક ઘાસચારાનું પણ વિતરણ થયું હતું.

૮ એપ્રિલ, ૧૯૯૪ના રોજ લોધિકા તાલુકાના ખીરસરા ગામે દુષ્કાળ રાહતસેવા કાર્ય અન્વયે અનાજ, કપડાં, ઘાસચારો વગેરેનું વિતરણ કાર્ય થયું હતું. ૩૦ નિરાધાર વૃદ્ધો તેમજ બીજા ૧૪ લોકોમાં ૨૫૦ કિ.ગ્રા. બાજરો અને ૩૫ સાડીઓનું વિતરણ કાર્ય થયું હતું. ૨૨૮ ગાયો માટે ૪,૩૪૦ કિ.ગ્રા. લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાના નિમચ ગામના ૨૫૫ પરિવાર, નળવાઈના ૨૫ પરિવાર જાંબુઆના ૨૮ પરિવાર તથા ઝાલોદ તાલુકાના મઘાનિસર ગામના ૧૫૦ પરિવાર એમ કુલ મળીને ૪૫૮ પરિવારોનાં ૨,૫૦૦ પશુઓ માટે રૂ ૨૫,૬૦૮ની કિંમતનું ૧૬,૧૦૫ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

(મે)

૯મી મે, ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં રાજકોટ નગર નિગમના ચોથા વર્ગના ૫૫૦ કર્મચારીઓને ૫,૫૦૦ કિ.ગ્રા. ઘઉં આપવામાં આવ્યા હતા.

૧૫મી મે, ૧૯૯૪ના રોજ લોધિકા તાલુકાના ખીરસરા ગામમાં ૨૨૦ ગાયો માટે ૫,૦૦૦ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

૧૫મી મે, ૧૯૯૪ના રોજ ભાણવડ તાલુકાના અંબલિયાણા ગામના ૧૧૭ પરિવારજનોમાં ૧,૬૦૦ કિ.ગ્રા. ઘઉં અને ગામના પશુધન માટે ૨ ટ્રક ઘાસચારો આપવામાં આવેલ. આ ઉપરાંત, ગરીબ લોકોમાં તૈયાર વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૯ મે, ૧૯૯૪ના રોજ ભાણવડ તાલુકાના કાટકોલા ગામની આશુતોષ ગૌશાળાને ર ટ્રક ઘાસચારો આપવામાં આવ્યો હતો અને ગરીબ લોકોને તૈયાર વસ્ત્રો આપવામાં આવ્યાં હતાં.

(જુલાઈ)

જુલાઈ, ૧૯૯૪માં ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ અને પૂરથી ગુજરાતના વિભિન્ન ભાગોમાં વ્યાપક નુકસાન થયું હતું. ૧૪ જુલાઈના રોજ રાજકોટના ગરીબ વિસ્તારના ૧૨૫ પરિવારજનોને ફૂડપેકેટ્સ આપવામાં આવ્યાં હતાં. ૨૩મી જુલાઈએ જૂનાગઢ જિલ્લાના બાંટવા તાલુકાના પારંભડી ગામના ૬૪ પરિવારોમાં ૬૪૦ કિ.ગ્રા. બાજરો, ૧૯૨ કિ.ગ્રા. મગદાળ, ૪૪૮ કિ.ગ્રા. ચોખા અને ૬૪ ચાદર વગેરે આપવામાં આવ્યાં હતાં. ૨૫ જુલાઈના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામના ૧૬૭ પરિવારો, સેંદરડીના ૨૦ પરિવારો તેમજ ટિનમસના ૧૬૫ પરિવારોમાં ૬,૧૦૦ કિ.ગ્રા. બાજરાનું વિતરણકાર્ય થયું હતું.

(આૅગસ્ટ-સપ્ટેમ્બર)

આૅગસ્ટ અને સપ્ટેમ્બર, ૧૯૯૪માં ભારે વરસાદને લીધે અસર પામેલાં અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનાં વટામણ, વારણા, રામપુર, આનંદપુરા અને રાયપુર ગામનાં ૫૦૦ પરિવારજનોમાંં ૨,૫૦૦ કિ.ગ્રા. ખીચડી અને ૨,૫૦૦ કિ.ગ્રા. ઘઉંના લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં માલસર તેમજ બરકાલ ગામના ૫૬૦ પરિવારજનોમાં ૪,૫૦૦ કિ.ગ્રા. બાજરો અને ૨,૫૦૦ કિ.ગ્રા. ખીચડીનું વિતરણ કાર્ય થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાનાં રંગપુર અને અન્ય તેર ગામના ૧૯૧ પરિવારોમાં ૧,૯૧૦ કિ.ગ્રા. ઘઉં અને ૧૯૧ પછેડીનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૯૯૪માં સુરતમાં પ્લેગ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત વેડરોડ અને પાંડેસરા વિસ્તારના ૧,૨૦૮ પરિવારમાં ૧૨,૦૮૦ કિ.ગ્રા. ઘઉંનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

(ડિસેમ્બર)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૬-૧૨-૧૯૯૪ના રોજ રાજકોટ પાસેના કસ્તુરબા ધામમાં યોજાયેલ નિદાન અને ચિકિત્સા કૅમ્પમાં ૧૫ ગામના લગભગ ૫૦૦ જેટલા દર્દીઓની નિદાન-ચિકિત્સા સેવા કરવામાં આવી હતી.

૧૯૯૫, નેત્રચિકિત્સા કૅમ્પ અને દુષ્કાળ રાહતકાર્ય

૧૨ માર્ચ, ૧૯૯૫ના રોજ કસ્તુરબાધામ (ત્રંબા) ગામે સર્વરોગ નિદાન-યજ્ઞ તેમજ વિશેષ નેત્રચિકિત્સા કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના પછાત અને ગ્રામ્ય વિસ્તારનાં ૧૫ ગામડાંમાંથી કુલ ૬૭૪ દર્દીઓને સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસવામાં આવ્યાં હતાં. આંખના રોગોના ૩૪૮ દર્દીઓને તપાસીને સ્થળ પર ચશ્માં અને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોતિયા તેમજ અન્ય રોગોના આૅપરેશન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈન્ડિયન આૅઈલ કોર્પોરેશન દ્વારા દાન રૂપે મળેલ નવી મોબાઈલ ડિસ્પેન્સરી બસનો શુભારંભ આજ દિવસે થયો હતો.

પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનિસર, ચાસિયા અને હડમતકુઠા ગામનાં ૧૬૦ પરિવારોમાં ૧૪૦૦ કિ.ગ્રા. ઘઉં અને ૧૫૦ ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય દાહોદ તાલુકાના દેવધા અને નિમચ ગામના ૧૪ પરિવારોને તેમનાં મકાનોના સમારકામ માટે ૭૦૦૦ નળિયાનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

૧૯૯૬, સર્વ રોગ નિદાન કૅમ્પ અને દુષ્કાળ રાહતકાર્ય

૩જી માર્ચ, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લીંબડીમાં સર્વરોગ નિદાન કૅમ્પ યોજાયો હતો. આ નિઃશુલ્ક ચિકિત્સા સેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ લીધો હતો. તા. ૧૭ અને ૨૪ માર્ચના રોજ રાજકોટ જિલ્લાનાં બે ગામમાં નેત્રચિકિત્સા કૅમ્પ યોજાયો હતો. આ નિઃશુલ્ક ચિકિત્સા સેવાનો લાભ ૩૨૦ દર્દીઓએ લીધો હતો, જેમાંના ૨૩ દર્દીઓની આંખનાં નિઃશુલ્ક આૅપરેશન થયાં હતાં.

પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામના, દાહોદ તાલુકાના દેવધા અને નિમચ ગામના ૬૫૦ ગરીબ પરિવારોમાં પરિવારદીઠ ૧૦ કિ.ગ્રા. બાજરો અને ૧ પછેડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત નિમચ ગામમાં ગ્રામવાસીઓના સહકારથી શ્રીરામકૃષ્ણ સમાજ મંદિર-કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ હોલનો ઉદ્‌ઘાટનવિધિ ૧૯ મેના રોજ યોજાયો હતો. ૧૯ અને ૨૦મે એમ, બે દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. ૪૦૦૦ જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નિમચ, દેવધા, જાબુંઆ અને કલાસિયા વગેરે ગામના લોકોમાં ૮૦૦ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના નિમચ ગામના વાવાઝોડાંથી પ્રભાવિત ૬૦૦ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. ૧૯ જૂનના રોજ એક સીવણકેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ગરીબ પરિવારોને ૧ એપ્રિલ, ’૯૬થી દરરોજ ૧૦,૦૦૦ લિટર પીવાનું પાણી ટૅન્કર દ્વારા પહોંચાડવામાં આવતું હતું.

જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાનાં ૩ ગામનાં ૧૧૨ પૂરપીડિત કુટુંબોમાં ૫૨૫ કિ.ગ્રા. ચોખા અને ૧૦૦૦ કિ.ગ્રા. ઘઉંનું વિતરણ થયું હતું.

૧૯૯૭, વિવિધ રાહતકાર્યો

દુષ્કાળ રાહતકાર્ય

મે, ૧૯૯૭માં પંચમહાલ જિલ્લાના નિમચ, ડોંગરડા અને જાંબુુઆ ગામના ૨૦૦ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અને ૪૦૦ ગરીબ આદિવાસી સ્ત્રી-પુરુષોને ખાદ્યસામગ્રી આપવામાં આવી હતી. જૂન, ૧૯૯૭માં નિમચ ગામનાં દુષ્કાળપીડિત ૧૫ પરિવારોને તેમના કૂવા સુધારવા માટે ૩૦ હજાર ઈંટ, ૧ હજાર કિલો સિમેન્ટ, ૨ હજાર કયુ.ફિટ. રેતીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામમાં ગ્રામ-કલ્યાણકારી કાર્ય માટે એક ઓરડાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના નિમચ ગામમાં ગરીબ આદિવાસી ગ્રામજનોના લાભાર્થે ૧૨ કૂવાને ઊંડા ખોદવામાં આવ્યા હતા અને ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ૪૫’ X ૧૨’ના માપનો એક અધ્યયન ખંડ બાંધી આપવામાં આવ્યો હતો.

અતિવૃષ્ટિ રાહતકાર્ય

૩૦ જૂન અને ૧લી જુલાઈ, ૧૯૯૭ના રોજ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ભાલક, ઘાઘરેટ, સુશી, વીસનગરપરા, કુવાસણા, કંકુપરા તેમજ વિજાપુર તાલુકાનાં ગોઠવા, ગોઠવાપરા અને કડા ગામનાં અતિવૃષ્ટિગ્રસ્ત ૬૪૩ કુટુંબોમાં ૫૩૦૨ કિ.ગ્રા. અનાજ અને ૭૮૦ મીટર કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નિઃશુલ્ક નેત્રયજ્ઞ

૨૪મી જૂનના રોજ રાજકોટના પરસાણા નગર, ઇંદિરાનગર, વેલનાથ પરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં અતિવૃષ્ટથી અસરગ્રસ્ત થયેલા લોકોને ફૂડપેકેટ્સ આપવામાં આવ્યાં હતાં. ૨૦મી એપ્રિલના રોજ અણિયારા ગામે એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૭૫ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.

સર્વ રોગ નિદાન શિબિર

પંચમહાલ જિલ્લાના નિમચ ગામમાં ૨૯ જુલાઈના રોજ એક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વડોદરાથી આવેલા સ્ત્રીરોગ તથા બાળરોગના વિશેષજ્ઞોએ પોતાની નિઃસ્વાર્થ સેવાઓ આપી હતી અને ૫૦૭ ગરીબ આદિવાસી દર્દીઓને આ શિબિરનો લાભ મળ્યો હતો.

દાહોદ જિલ્લાના નિમચ ગામમાં ૧૯મી નવેમ્બરના રોજ એક સર્વરોગ નિદાન કૅમ્પ યોજાયો હતો. જેમાં, ૪૭૭ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામના ગરીબ આદિવાસીઓને ૩૦૦ વસ્ત્રો તેમજ ૨૧૦ ધાબળાઓ આપવામાં આવ્યાં હતાં.

શિવજ્ઞાને જીવસેવા

૧૮ આૅગસ્ટ, શ્રાવણપૂર્ણિમાના શુભદિને રાજકોટના પથિકાશ્રમમાં સંન્યાસીઓ અને ભક્તોએ શિવજ્ઞાને જીવસેવાના આદર્શને અનુસરીને ૧૦૦ કુષ્ઠ રોગીઓને પુષ્પમાળા પહેરાવીને દરેકને એક વસ્ત્ર, રૂ.૩૦ રોકડા તેમજ પ કિ.ગ્રા. લોટ આપવામાં આવ્યાં હતાં.

૧૯૯૮, વિવિધ રાહતકાર્યો

ચિકિત્સા શિબિર

એપ્રિલ ૧૯૯૮માં દાહોદ જિલ્લાના જાંબુઆ અને નીમચ ગામનાં ગરીબ આદિવાસી વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ૧૦૦૦ વસ્ત્રો આપવામાં આવ્યાં હતાં. તેમજ નીમચ ગામમાં યોજાયેલ ચિકિત્સા શિબિરમાં ૧૮૦ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.

અછતગ્રસ્ત વિસ્તારમાં રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા જૂન-જુલાઈ ૧૯૯૮માં દાહોદ જિલ્લાના નીમચ ગામના આદિવાસી લોકોને ચોમાસા સિવાય પણ બારેમાસ પાણીની સુવિધા મળી રહે એ માટે પાણીનો સંગ્રહ કરવા નદીના પટમાં ખોદકામ કરીને વરસાદનું પાણી સંઘરી રાખવા ત્રણ તળાવો બનાવી આપ્યાં છે. નીમચ અને જાંબુઆ ગામનાં અછતગ્રસ્ત આદિવાસી ૧૫૦ કુટુંબોમાં ૧૫૦ થાળી-વાટકા-પ્યાલાના સેટ, ૩૦૦ સાડી, ૧૫૦૦ કિ. ઘઉંનો લોટ, ૨૫૦ ચોખા, ૬૦૦ કપડાં, બાકસનાં ૧૫૦ બંડલ, ૧૫૦ મીણબત્તી, ૧૫૦ સાબુની ગોટી, તેમજ આદિવાસી કુટુંબોમાં ૧૨૫૦ કિ.ગ્રા. જુવાર અને ઘઉં વિતરણકાર્ય થયું હતું.

વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમાં રાહતકાર્ય અને પુનર્વસન પ્રકલ્પ

૯-૧૦ જૂન, ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પોરબંદર, જામનગર, કંડલામાં ૧૬૦ કિ.મી.થી પણ વધુ ગતિએ આવેલા વિનાશક વાવાઝોડાએ ઘણી ખાનાખરાબી સર્જી હતી. અસંખ્ય કુટુંબો ઘર વિહોણાં બન્યાં હતાં. ૧૦-૧૧ જૂન, ૧૯૯૮ના રોજ તત્કાલ રાહતરૂપે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૨મી જૂન, ૧૯૯૮ના રોજ દૈનદિન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ગાંસડીઓ તૈયાર કરીને રાજકોટથી ટ્રક ભરી સંન્યાસીઓ અને સ્વંસેવકોની એક ટુકડી આદિપુર પહોંચી. ત્યાંથી કંડલા અને ગાંધિધામ-આદિપુર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરીને ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્ત લોકોમાં વિતરણકાર્ય કરવા જતાં પહેલાંની શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં થતી પૂર્વતૈયારી

૧૫ જૂનના રોજ ફરીથી ૪ ટ્રક દૈનંદિન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ગાંસડીઓ ભરીને કંડલા, ભૂજ, ગાંધીધામ, આદિપુર અને ધાણેટી વગેરે વિસ્તારોમાં વિતરણ સેવા કાર્ય કર્યું હતું. આ વિતરણસેવાકાર્યમાં આદિપુરના મણિનગર, કંડલા પોર્ટ વિસ્તાર, ગણેશહાઈસ્કૂલ રાહતસેવા કેમ્પ, ગાંધીધામની સંજયનગરી, જીઆઈડીસી, રામનગરી, કાર્ગો મોટીર્સ કેમ્પ, સાપેડા, ભુજોડી, માધાપર, અજાંર જકાતનાકા, સારપરનાકા, ધાણેટી (ખાણમજૂરો) અને કોટડા ગામનાં ૧૬૫૫ કુટુંબોમાં ૭૬૦૦ કિ. ઘઉં-બાજરાનો લોટ, ૬૭૦૦ કિ. ખીચડી, થાળી-વાટકા-પ્યાલાના ૧૦૦૦ સેટ, ૭૫૦ પ્લાસ્ટિક ડોલ, ૫૦૦ નાની ડોલ, ૪૬૦ સ્ટવ, ૧૫૦ કિ. ગાંઠિયા-બુંદી, ૫૦કિ. હળદર, ૧૦૦૦ કિ. ખાંડ, ૫૦ કિ. ચા, ૨૦૦૦ મીણબત્તી, ૧૦૦૦ ન્હાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, બાકસનાં ૧૪૪૦ બંડલ, ૧૫૦ કિ. બટેટા, ૮૦૦ કિ. ડુંગળી, ૮૦૦૦ નવાં કપડાં, ૩૦૦૦ સાડી, ૧૦૦૦ ચાદર, ઉપરાંત ૪૨૦૦૦ બ્રેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય ૧૮ જૂન સુધી ચાલ્યું.

૧૬મી જૂન, ૧૯૯૮ના રોજ દૈનંદિન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ૮૦૦ ગાંસડીઓના ચાર ટ્રક ભરીને ૧૭મી જૂને ૪ સંન્યાસી-બ્રહ્મચારીઓની રાહબરી હેઠળ દસ સ્વયંસેવકોની એક ટુકડી જામખંભાળિયા, કલ્યાણપુર તાલુકામાં જઈને જામખંભાળિયા, હજડાપુર, બેરાજા, દાતરાણા, જાંકસીયા, જામકલ્યાણપુરના અસરગ્રસ્ત વિસ્તારો, સિક્કા, ગણેશનગર, હરસિદ્ધિનગર, મોટી ખાવડી, જામનગર, ખંભાળીયા હાઈવે વચ્ચે આશ્રય લેનાર મજૂર વિસ્તારોમાં ૮૦૦ કુટુંબોને ૮૦૦ ગાંસડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦૦૦ કિ. ઘઉંનો લોટ, ૩૨૦૦ કિ. ખિચડી, પપ સ્ટવ, ૮૦૦ થાળી-વાટકા-પ્યાલાના સેટ, ૪૦૦ પ્લાસ્ટિક ડોલ, બાકસનાં ૧૬૦૦ બંડલ, ૧૬૦૦ મિણબત્તી, ૨૦૦ ચાદર, ૨૪૦૦ સાડી, ૪૮૦૦ તૈયાર કપડાં અને ૮૦૦ સાબુનું વિતરણકાર્ય થયું હતું. આ જ રીતે શ્રીરામકૃષ્ણ આશ્રમ મિશન, પોરબંદર સાથે રહીને પોરબંદર જિલ્લાના ૪૫૦ અસરગ્રસ્ત ગરીબ પરિવારોમાં ઘઉં, ચોખા, દાળ, ડુંગળી, બટેટા, વસ્ત્રો, વાસણ વગેરે વસ્તુઓથી ભરેલી ૪૫૦ ગાંસડી અને ૧૦૦૦ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૨૫ ઝૂંપડાવાસીઓને તેમના ઝૂંપડાનું સમારકામ કરવા માટે ૧૫’ x ૧૨’ની ૧૨૫ પોલિથિન શિટ્સનું વિતરણકાર્ય થયું હતું. આ ઉપરાંત ખાપટ વાઘરી વિસ્તાર અને મારવાડી વિસ્તાર, ખાપટ ગાંધીયાણી, બેગામ, તંબુડા, નવાપરા-છાયા, કલીપુલ, ચોપાટી-રબારી વિસ્તાર અને હરિજન વિસ્તાર અને કુછડી વિસ્તારમાં આ રાહતકાર્ય સારા એવા સમય સુધી ચાલું રહ્યું હતું.

જામનગર જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ચાચલાણા, નંદાણા અને વડત્રા વિસ્તારના ગ્રામજનો માટે પુનર્વસન કાર્ય હાથ ધરવાનું નક્કી કરાયું. ચાચલાણા ગામના પુનર્વસવાટ પ્રકલ્પ હેઠળ ૪૦ પાકાં મકાનો, એક સમાજમંદિર, વિદ્યુત અને પાણીની વ્યવસ્થા અને જાહેર બગીચો બાંધી આપવાનું નક્કી થયું હતું. આ જ પ્રમાણે વડત્રા અને નંદાણા પ્રકલ્પો પણ હાથ ધરવાનું નક્કી થયું. આમાંની ચાસલાણાની કોલોનીનું ૧૨મી ડિસે. ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલે મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. ૩૫ લાખના ખર્ચે ઊભી થયેલ આ વસાહતમાં ૩૦ પાકાં મકાનો, સમાજમંદિર, બાળક્રિડાંગણ, મંદિર, વગેરેનું નિર્માણ થયું હતું. આ સેવાકાર્યમાં મુંબઈ સમાચાર અને ફૂલછાબની સહાય સાંપડી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી, મુંબઈ સમાચારના ડાયરેક્ટર શ્રી મેહેલી આર.કામા, ફૂલછાબના દિનેશભાઈ રાજા અને નોબતના તંત્રીશ્રી પ્રદીપભાઈ માધવાણી ઉપસ્થિત રહ્યા હતાં. નંદાણાના વાવાઝોડા અને પૂરપીડિત લોકો માટે હાથ ધરાયેલા પુનર્વસન કાર્યક્રમ હેઠળ ૯૦ નિવાસી મકાનો, બાળક્રિડાંગણ, સમાજમંદિર, વગેરે બાંધી આપવામાં આવ્યા હતાં. આ નવનિર્મિત વિવેકાનંદનગરનો ઉદ્‌ઘાટન વિધિ ૧૨મી માર્ચ ૧૯૯૯ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે મુંબઈ સમાચારના ડાયરેક્ટર શ્રી મેહેલી કામા, મુંબઈ રામકૃષ્ણ આશ્રમના મિશનના અધ્યક્ષ, શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ, જામનગરના નિવાસી કલેક્ટર શ્રી પંડ્યા, મુંબઈ સમાચારના શ્રી ગિરીશ ત્રિવેદી, સ્વામી મુક્તિનાથાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ લાભાર્થીઓને સંબોધ્યા હતા. આ જ રીતે જામનગરના વડત્રા ગામે નવનિર્મિત શ્રી શારદાનગરનો સમર્પણવિધિ ૧૯ માર્ચ, ૧૯૯૯ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ નવનિર્મિત શારદાનગરમાં ૩૦ નિવાસી મકાનો ઉપરાંત સમાજમંદિર, શિક્ષણ સંસ્કૃતિ આરોગ્ય અને બાળક્રિડાંગણની સુવિધા આપવામાં આવી હતી. આ ત્રણેય પુનર્વસન પ્રકલ્પ હેઠળ રૂ.૧.૫ કરોડ થી વધુ રકમનો ખર્ચ થયો હતો.

૨૦૦૧, ધરતીકંપ રાહતકાર્ય અને પુનર્વસન પ્રકલ્પ

૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીના રોજ સવારના ૮-૫૦ મિનિટે ગુજરાતની ભૂમિ મહાન ધરતીકંપથી ધણધણી ઊઠી. રાજકોટમાં ધરતીકંપથી ભયભીત લોકો ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા અને હજુયે ધ્રુજતી ધરા પર ધ્રુજતા હતા. મકાનોમાં તિરાડો પડવા લાગી અને કેટલાંક ધરાશાયી પણ થયાં. પળવારમાં જાણે કે બધું બદલી ગયું ! ધરતીકંપના બે કલાકમાં જ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને સ્વયંસેવકો સરકારી હોસ્પિટલે ફૂડ પેકેટ્સ સાથે પહોંચી ગયા. ઈજા પામેલ દર્દીઓમાં વિતરણકાર્ય કર્યું. ૨૬મીએ સાંજના તો એક વિનાશનું દૃશ્ય છવાઈ ગયું. નવાં ધરતીકંપના આંચકાની અફવાએ લોકોને હાંફળાફાંફળા બનાવી દીધા. આશ્રમે તો તરત જ ધરતીકંપની અસરમાં ફસાયેલા વિસ્તારોમાં એક મોટું રાહતસેવાકાર્ય આરંભી દીધું. સંસ્થાએ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની જાતતપાસ શરૂ કરી દીધી.

૨૭મી જાન્યુઆરીએ ધરતીકંપ પછીના ૨૮માં કલાકે આશ્રમના સંન્યાસીઓ ભૂજ પહોંચી ગયા. અહીંનું દૃશ્ય ભયાનક અને વિકરાળ હતું. ૨૮મીની સાંજે ૭ વાગ્યે અમારા સંન્યાસીઓએ એકીસાથે અગ્નિના ખોળે સોંપાયેલ બળતી લાશોનું વિકરાળ દૃશ્ય જોયુ. લશ્કરના જવાનો અને સામાન્ય જનતા ભચાઉ, જૂના ભૂજ શહેરનાં પડેલા મકાનોના કાટમાળ નીચેથી મરેલાં અને મરી રહેલાં લોકોને બહાર કાઢવા મથી રહ્યા હતા.

૨૭મીની રાત્રે રોડ ઉપર ભૂખથી અને દુ:ખથી પીડિત લોકોને ફૂડપૅકેટ્સ આપ્યાં. રાતના ૧૧ વાગ્યે ભૂજથી ૨૪ કિ.મી. દૂર ધાણેટી પહોંચ્યા. અહીં ઘણા દર્દીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તા.૨૮મીએ અમારી રીલિફ ટુકડીએ રાહત છાવણી શરૂ કરી દીધી અને ત્યાંથી રાંધેલું અનાજ તેમજ બીજી સામગ્રીનું વિતરણ કાર્ય શરૂ કર્યું. ગ્રામજનોની મદદથી ધાણેટીમાં ૨૮મી જાન્યુઆરીથી મફત રાહત રસોડું શરૂ થયું હતું.

રાજકોટના ઉદારદિલના સુજ્ઞ નગરજનો તેમજ વિવિધ જૂથ સમૂહોએ વિપુલ સામગ્રી પહોંચાડીને અને પોતાનાં તન-મન-ધન આ વિશાળ પાયે હાથ ધરાયેલા રાહતકાર્ય પાછળ લગાડી દીધાં હતાં. સવારના ૬થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી સ્વંસેવકો દ્વારા થતા પૅકિંગ, વિભાગીકરણ, માલ ઉતારવો-ચડાવવો વગેરે કાર્ય સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સતત પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બની ગયું હતું. ઉંમરવાન બહેનો, યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો આશ્રમના હોલમાં કિટ્સ તૈયાર કરવાના કામમાં લાગી ગયાં હતાં. શિવજ્ઞાને જીવસેવાનું આ દૃશ્ય ખરેખર એક અદ્ભુત દૃશ્ય હતું. ભલે પ્રકૃતિ રૂઠે, ભયંકર રુદ્ર રૂપ ધારણ કરે અને માનવજાતને હતી ન હતી કરવાનો પ્રયાસ કરે પરંતુ આ માનવ પોતાના બંધુઓની વહારે પોતાની ભીતરની અમાપ શકિત લઈને એવી રીતે સેવાકાર્યમાં મંડી પડે છે અને સેવાકાર્ય કરવા નીકળી પડે છે અને માતા પ્રકૃતિના હૃદયમાં પણ અનુકંપા જન્મે છે. ભૂકંપ પીડિત દુ:ખી માનવબંધુઓનાં આંસુ લુછવાનો આ ભગીરથ પ્રયાસ એટલે પ્રકૃતિ સામે ભીતરની તાકાત કેળવીને ફરીથી માનવજાતને બેઠા કરવાની શક્તિનો ઉદ્ભવ. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના રોજથી માંડીને ૩૧ માર્ચ ૨૦૦૧ સુધીમાં પ્રાથમિક રાહતસેવાકાર્ય આ પ્રમાણે થયું હતું.

 

ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુઓની સંખ્યા વિતરિત વસ્તુઓની કિંમત
ફૂડ પૅકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦
બિસ્કિટ ૧,૦૦,૦૮૦ ૬,૦૦,૪૮૦
ગાંઠિયા ૧૧,૦૦૦ કિ.ગ્રા. ૩,૩૦,૦૦૦
સિંગતેલ ૭,૦૦૪ કિ.ગ્રા. ૨,૮૦,૧૪૦
ઘઉં ૩૧,૪૨૦ કિ.ગ્રા. ૨,૮૨,૭૮૦
ઘઉંનો લોટ ૧૦,૮૯૦ કિ.ગ્રા. ૧,૦૮,૯૦૦
ચોખા ૨૫,૩૪૦ કિ.ગ્રા. ૩,૦૪,૦૮૦
ખીચડી ૧,૧૦૦ કિ.ગ્રા. ૨૨,૦૦૦
મગની દાળ ૪,૧૭૫ કિ.ગ્રા. ૯૧,૮૫૦
૧૦ લીલા શાકભાજી ૩,૨૦૦ કિ.ગ્રા. ૧૬,૦૦૦
૧૧ મીઠું ૪,૪૬૦ કિ.ગ્રા. ૧૭,૮૪૦
૧૨ ખાંડ ૨,૫૫૦ કિ.ગ્રા. ૩૮,૨૫૦
૧૩ બટેટા ૬,૭૨૦ કિ.ગ્રા. ૩૩,૬૦૦
૧૪ ડુંગળી ૪,૩૦૦ કિ.ગ્રા. ૨૫,૮૦૦
૧૫ દૂધનો પાવડર ૨૫ કિ.ગ્રા. ૯૩,૭૫૦
૧૬ ચા ૭૨૦ કિ.ગ્રા. ૫૭,૬૦૦
૧૭ ફેમિલી કીટ ૨૨,૫૧૭ ૫૦,૬૬,૩૨૫
૧૮ પાણીના પાઉચ ૧,૯૫,૯૨૫ ૨૯,૩૮૯
૧૯ પાણીની બોટલ ૮૧૬ ૪,૮૯૬
૨૦ પ્લાસ્ટિક શીટ ૭,૧૧૦ ૪,૮૪,૩૦૦
૨૧ ટેન્ટ ૨,૨૬૦ ૧૧,૩૦,૦૦૦
૨૨ કપડાં ૮,૩૧૯ ૪,૧૫,૯૫૦
૨૩ સ્વેટર ૧,૬૫૦ ૧,૬૫,૦૦૦
૨૪ બ્લેન્કેટ ૩૮,૦૫૭ ૩૮,૦૫,૦૦૦
૨૫ ચાદર ૧,૨૯૦ ૯૦,૩૦૦
૨૬ બેડશીટ્સ ૪૫૫ ૧૩,૬૫૦
૨૭ ટુવાલ ૧૦૦ ૨,૦૦૦
૨૮ બાકસ ૧૭,૮૧૨ ૭૧,૨૪૮
૨૯ મીણબત્તી ૬૪,૦૨૫ ૩૨,૦૧૩
૩૦ દવાઓ 145 પેટી ૭૨,૫૦૦
૩૧ લોહીની બોટલ ૨૦૦
૩૨ સાધનો ૫૦ ૨,૫૦૦
૩૩ અંતિમ સંસ્કારના લાકડાં ૧૧,૦૦૦ કિ.ગ્રા. ૧૫,૪૦૦
૩૪ બાજરો ૯૭૦ કિ.ગ્રા. ૧૧,૬૪૦
૩૫ તુવેરદાળ ૧૭૦ કિ.ગ્રા. ૫,૪૪૦
૩૬ ધાણાજીરું ૧,૧૨૪ કિ.ગ્રા. ૬૧,૮૨૦
૩૭ હળદર ૧,૧૨૪ કિ.ગ્રા. ૫૬,૨૦૦
૩૮ મરચું ૧,૧૨૪ કિ.ગ્રા. ૬૧,૮૨૦
૩૯  ગોળ ૬૧૫ કિ.ગ્રા. ૯,૮૪૦
૪૦ ૬ સિમેન્ટ શીટ્સ, ૧૩ વળી, નટબૉલ્ટ કીટ ૨,૯૨૭ ૫૨,૬૮,૬૦૦
૪૧ સિમેન્ટ શીટ્સ (૩ x ૬) ૬,૪૯૦ ૧૬,૧૬,૦૧૦
૪૨ પ્લાસ્ટિક ટેન્ટ (૧૧X ૨૦) ૨,૯૧૦ ૭,૨૭,૫૦૦
૪૩  પ્લાસ્ટિક ટેન્ટ (૧૨ X ૨૦) ૪,૦૦૪ ૧૩,૦૧,૩૦૦
૪૪ કોલગેટ ટુથપેસ્ટ ૪,૯૧૭ ૧,૭૭,૦૧૨
કુલ રાહતકાર્ય   ૨,૪૧,૮૧,૨૭૩

 

ગુજરાત ભૂકંપ રાહત-સેવાકાર્યમાં આવરી લીધેલાં ગામડાં

રાજકોટ જિલ્લો: મોરબી અને ટંકારા તાલુકાનાં ૪૫ ગામડાં, માળિયા મિંયાણા તાલુકાનાં ૧૮ ગામડાં, વાકાંનેર તાલુકાનાં ૨૧ વિસ્તારો જામનગર જિલ્લો : જોડીયા તાલુકાનાં ૧૫ ગામડાં, કચ્છ જિલ્લો : ભૂજ તાલુકાનાં ૨૪ ગામડાં, અંજાર તાલુકાનાં ૧૩ ગામડાં, ભચાઉ તાલુકાનાં ૫ ગામડાં, રાપર તાલુકાનાં ૩૨ ગામડાં, માંડવી તાલુકાનાં ૬ ગામડાં. ગાંધીધામ (આદિપુર) : ૧૪ ગામડાં. કુલ ૨૦૦ ગામડાંનાં તેમજ શહેરી વિસ્તારનાં ૪૦,૦૦૦થી વધુ કુટુંબોના આશરે ૨,૦૦,૦૦૦થી વધુ લોકોમાં રૂ. ૨,૪૧,૮૧,૨૭૨ની ચીજવસ્તુઓનું વિતરણકાર્ય તા.૩૧/૦૩/૨૦૦૧ સુધીમાં સંપન્ન થયું હતું.

ખુલ્લા આકાશ તળે સૂતા લોકોની તાત્કાલીક આવશ્યકતા માટે કામચલાઉ આશ્રય સ્થાનની હતી. આ માટે ૩’ x ૬’ માપની ૨૯૨૭ સિમેન્ટ શિટ્‌સ તેમજ દરેક ઘર માટે ૧૩ નિલગીરીના વળા અને નટ-બોલ્ટ્‌સની કીટ અસરગ્રસ્ત લોકોમાં આપવામાં આવી હતી.

ધાણેટી કચ્છમાં ધરતીકંપથી આરક્ષિત ૨૧૦ પાકાં રહેણાંક મકાનો, શાળા, દવાખાનું, કોમ્યુનિટિ હોલ-પ્રાર્થના મંદિરના બાંધકામવાળી એક વસાહતનું કામકાજ ચાલુ થયું.

રામકૃષ્ણ મિશન દ્વારા કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લાના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં વિસ્થાપિત માટે ૩૧૦ ભૂકંપથી આરક્ષિત પાકાં મકાનો, ૬૪ શાળાઓ, ૨ સમાજ મંદિરનું બાંધકામ હાથ ધરાયું હતું. ૨૧૯ કુટુંબોને ‘તમારું મકાન સ્વમેળે બાંધો’ યોજના હેઠળ મકાન બાંધકામની સામગ્રીસહાય આપવામાં આવી છે. પીવાના પાણી માટે ૨ તળાવ પણ ખોદી આપવામાં આવ્યાં છે. ઉપરની યોજના હેઠળ :

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ભારવાડ, કેશવ, બખરાલા, કડવાણા, મોઢવાડા, મહીરા, થોયાણા, બિલેશ્વર, પીપડીયા વણના ગેરેજ, ભાગવદર, કુતિયાણા, પી.સી.-ર, ભાડ, ભોગસર, રેવેદ્રા, કાવડા જામારા, કાડેગી, સેગરાસ, નેરાણા, વાછોડા, ધ્રુવાલા, ધરશાણ, હાથિયાણી, અમીપુર, રાજપુર (નવાગામ) કુનવદર, કિંદરખેડા, અમર, દડુકા, બિલડી, ગોકરણો, બળેજ અને પોરબંદર એમ ૩૪ શાળાઓનું બાંધકામ હાથ ધરાયું છે. એમાંથી ૯ શાળાનાં મકાનો પૂર્ણ થયાં પછી સમર્પિત કરી દીધાં છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના ભારવાડામાં ૩૦, કેશવમાં ૨૦ અને પોરબંદરમાં ૫૦ મકાનોનું બાંધકામ પૂર્ણતાને આરે છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રામરાજપુર, જાંબડી, નાનીકટેચી, ભોંયકા, ચોરણિયા, પોરનાલા, શિયાણી અને લીંબડી શહેરમાં ૨ એમ ૯ શાળાનું બાંધકામ હાથ ધરાયું છે. જેમાંથી ૪ શાળાઓનો સમર્પણવિધિ સંપન્ન થઈ ગયો છે.

રામકૃષ્ણ મિશન, સુરેદ્રનગર કૅમ્પ દ્વારા સુરેદ્રનગર દૂધરેજ મ્યુનિ. વિસ્તારમાં ૭ નવી શાળાઓના મકાનબાંધકામનું કાર્ય પૂર્ણ થયું છે. રામકૃષ્ણ મિશન, દ્વારા રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાનાં ગામડાંમાં ૧૩ શાળાઓનું બાંધકામ હાથ ધરવાનું વિચારણા હેઠળ છે.

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ, હાવરા (પશ્ચિમ બંગાળ) દ્વારા ધાણેટી (કચ્છ)માં નવનિર્મિત‘રામકૃષ્ણનગર-ધાણેટી વસાહત’નું મંગલ ઉદ્‌ઘાટન મંગળવાર, ૧૧મી ડિસેમ્બર, ૨૦૦૧, સવારે ૧૧ વાગ્યે, ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી શ્રી સુંદર સિંઘ ભંડારીના વરદ હસ્તે થશે. તેઓશ્રી આ સમારંભના મુખ્ય અતિથિરૂપે રહેશે. આ વસાહતમાં ધરતીકંપથી પીડિત લોકો માટે ૨૧૦ પાકાં મકાનો, શાળા, સમાજ મંદિર ઢ્ઢ આરોગ્ય ભવન, પ્રાર્થના ખંડનું બાંધકામ પૂર્ણ થયું છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સૅક્રેટરી, શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ આ ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રમુખ સ્થાને રહેશે.

૨૦૦૨

મમુઆરા ભૂજમાં નવનિર્મિત વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્ઘાટન  થયું હતું. 

ગુજરાત ધરતીકંપ પુનર્વસનકાર્ય હેઠળ ધાણેટી કેમ્પ દ્વારા ૨૭૩ મકાનો, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજ મંદિર, ૩ પાણીના ટાંકા, ૨૦૦૨માં બાંધી આપવામાં આવ્યા હતા.

૨૦૦૫, પૂર રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને અતિવૃષ્ટિએ ઘણી મોટી તારાજી સર્જી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં પૂરપીડિત વિસ્તારોમાં તા. ૭ જુલાઈથી રાહતસેવાકાર્યનો પ્રારંભ થયો હતો. સૌ પ્રથમ રાજકોટ કલેક્ટર કચેરીની વિનંતી પ્રમાણે કલેક્ટર કચેરીમાં ફૂડપેકેટ્સ પહોંચતાં કરવામાં આવ્યાં હતાં. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને સ્વયંસેવકોની ટુકડી જે તે સ્થળે પહોંચીને આણંદ જિલ્લાના આણંદ શહેર, તારાપુર, સોજિત્રા, ખંભાત અને બોરસદ તાલુકાનાં ૫૪ દૂરસુદૂરનાં ગામડાં; અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનાં ૬ ગામડાં; ખેડા જિલ્લાના માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા તાલુકાનાં ૫૧ ગામડાં; અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને રાજુલા તાલુકાનાં ૪ ગામડાં; જુનાગઢ જિલ્લાનાં ૬ ગામડાં; એમ કુલ મળીને ૧૨૧ ગામડાંના પૂરપીડિતોને ૯૫૪૦૧ ફૂડપેકેટ્સ, ૭૪૬૨ કીટ્સ, (૫ કી. લોટ, ૨ કિ. બટેટા, ખીચડી, ૧ કિ. મીઠું, અડધો કિ. ખાંડ, ચા, મરી મસાલા, મીણબત્તી, બાકસ, સાડી, ધાબળો, ૨.૫ મિટર કાપડનો ટુકડો, ૫૦૦ ગ્રામ તેલની એક કીટ), ૧૧૧૫૦ પાણીનાં પાઉચનું વિતરણકાર્ય થયું હતું. ( ફોટા માટે ઓગસ્ટ,૨૦૦૫નું જ્યોત)

દક્ષિણ ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ અને પૂર પીડિત આણંદ જિલ્લાના ૨૧ ગામડાંમાં ૩૦મી જુલાઈ થી ૩જી ઓગસ્ટ સુધી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે વડોદરા અને સૂરત જિલ્લામાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા લોકોને સૂકાભોજનના ફૂડપેકેટ્સનું વિતરણ થયું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લાના વીરપુર, કલાસી, મેરાજ જેવાં ગામડાંમાં ૨૦૦ કીટ્સનું વિતરણ થયું હતું.

શિવજ્ઞાને જીવસેવા

કચ્છના ધાણેટીમાં અને શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, આદિપુરમાં ગરીબ અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને પગભર કરવા સીવણકામ, ભરતકામના શિક્ષણવર્ગો શરૂ થયા છે.

૨૦૦૬, પૂર રાહતકાર્ય

૨૦૦૬ના જુલાઈ-ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ અને નદીઓનાં ઘોડાપૂરને કારણે સૂરત નવસારીના તેમજ આણંદ અને ખેડા જિલ્લાના અસરગ્રસ્તો માટે ૫૦૦૦૦ ફૂડ પેકેટ અને જીવન જરૂરિયાની ચીજવસ્તુઓની ૧૦૫૯૩ કીટનું વિતરણ થયું.

દક્ષિણ ગુજરાતના પૂરપીડિત વિસ્તારોમાં તા. ૩૦ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી આણંદ જિલ્લાના ૨૧ ગામડાંના ૧૧૬૦૦ લાભાર્થીઓને ફૂડપેકેટ્સ, રાંધેલા અનાજનું વિતરણ સેવાકાર્ય હાથ ધર્યું હતું. બીજા તબક્કામાં સુરત અને વડોદરાના કલેક્ટર-કમિશ્નર કચેરીની વિનંતી પ્રમાણે ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધીમાં ૧૬૨૨૫ ફૂડપેકેટ્સ, ૧૭૨૫૦ પાણીનાં પાઉચ, રાજકોટ જિલ્લા કલેક્ટર અને આશ્રમના સ્વયં સેવકો અને સંન્યાસીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યાં હતાં.

ફેમિલિ-કિટની વસ્તુઓ (૫ કિ. લોટ, ૪ કિ. ખીચડી, ૧ કિ.ખાંડ,  સો ગ્રામ ચા, ૧ કિ.મીઠું, મીણબત્તી-બાકસ, ૫૦૦ ગ્રામ તેલ, હળદર-મરચું-ધાણાજીરૂ – સો-સો ગ્રામ, સાડી, ચાદર, સાબુ, ધાબળો) સાથેની રૂપિયા ૬૦૦ /-ની કિંમતની ૧૦૦૦ કીટ હાલ રવાના થઈ ગઈ છે.

દક્ષિણ ગુજરાતનાં સુરત-નવસારીના પૂરપીડિત વિસ્તારોમાં ૮ ઑગસ્ટથી રાહતસેવાકાર્યનો પ્રારંભ થયો હતો. સુરત, ખેડા, આણંદ જિલ્લાના અસરગ્રસ્તોને ૫૦,૦૦૦ ફૂડપેકેટ્સ પહોંચતાં કરવામાં આવ્યાં હતાં. ૧૦૫૯૩ કીટ્સ, (૫ કિ. લોટ, ૨ કિ. બટેટા, ખીચડી, ૧ કિ. મીઠું, અડધો કિ. ખાંડ, ચા, મરી મસાલા, મીણબત્તી, બાકસ, સાડી, ધાબળો-ચાદર, ૨.૫ મિટર કાપડનો ટુકડો, ૫૦૦ ગ્રામ તેલની એક કીટ), ૨૫૦૦૦ પાણીનાં પાઉચનું વિતરણકાર્ય થયું હતું. થાળી, વાટકા, ગ્લાસ, પ્લાસ્ટિક ડોલ-ટમ્બલરવાળા વાસણ સેટ ૨૦૦૦નું વિતરણકાર્ય ૨૩ ઑગસ્ટ સુધીમાં થઈ ચૂક્યું છે. આ પૂરરાહતની સામગ્રી પાછળ કુલ ૬૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

તાજેતરમાં અમદાવાદ તથા ખેડા જિલ્લામાં આવેલ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફેમિલી કિટનું વિતરણકાર્ય ચાલુ છે. જેમાં ખેડા તાલુકાના સોખડા, ભડા, ગાંધીપુર, છગનપુર, વસા, નાયકા, પાથપુરા; તથા ધોળકા તાલુકાના રીડપુરા, ધુલજીપરા, આમલીધાર તથા આમલીધાર પરુ, જલાલપુર, ખાતરીપુર, સહીજપરુ વગેરે ગામડાઓમાં રાહતસામગ્રીનું વિતરણ કાર્ય થયું છે.

૨૦૦૭, પ્રાથમિક રાહતકાર્ય

રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ પડધરી ગામમાં ૩૦૦ ફૂડપેકેટ તેમજ ૪૫ કીટનું વિતરણ થયું હતું. જામનગર જિલ્લાના દરેડ ગામમાં ૩૨૬ કુટુંબોમાં ૩ કિ. ખીચડી, ૫ કિ. લોટ, ૫૦૦ ગ્રા. તેલ, ૨ કિ. મીઠું, ૧ કિ. ખાંડ, ૩૦૦ ગ્રા. ચા, ૬ મીણબત્તી, બાકસ પેટી, શોલાપુરી ચાદર, પ્લાસ્ટિક શિટની એક એવી ૩૨૬ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૭ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધીમાં રાજકોટના નીચાણવાળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ ગોંડલ, પડધરી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦,૪૧૮ ફૂડપેકેટ (લાડુ, ગાંઠિયા, બિસ્કીટ, થેપલા વગેરે)નું વિતરણ થયું હતું.

૧૨ થી ૧૬ ઓગસ્ટ સુધીમાં ૧૦૪૮ કુટુંબોના ૫૨૪૦ સભ્યો માટે (૫ કિ. ઘઉંનો લોટ, ૩ કિ. ખીચડી, ૧ કિ. તેલ, ૧ કિ. ખાંડ, ૨૦૦ ગ્રામ ચા, ધાણાજીરું-મરચું-હળદર ૧૦૦-૧૦૦ ગ્રામ, ૧ કિ. ડુંગળી, બાકસ, તાલપત્રી, શોલાપુરી ચાદર, સ્ટીલના થાળી-વાટકો-ગ્લાસ અને ચમચી) સાથેની રૂપિયા ૬૦૦ની કિંમતની ૧૦૪૮ કિટ્સનું ઉપલેટાના કુંઠેચ, મજેઠી, ભીમોરા, જામનગરના જામરાવલ અને રાજકોટના ઝૂંપડપટ્ટી તેમજ નદી કાંઠાના વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જૂનાગઢ કેન્દ્રમાં દર મહિને થોડાં ગરીબ પરિવારોને રૂા. ૪૧૫/-ની કિંમતની રાહત સામગ્રી અપાય છે. અહીંના સીવણ તાલીમ વર્ગનાં ૧૮ બહેનોને અરધી કિંમતે સીવણ મશીનો અપાયાં હતાં. આ જ રીતે ઉપલેટાના સીવણ તાલીમ વર્ગનાં ૭ બહેનોને નિ:શુલ્ક સીવણ મશીનો અપાયાં હતાં.

૨૦૧૭, દરિદ્ર-નારાયણ સેવા

(માર્ચ)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા (૩૮૪૪) જરૂરિયાતમંદોને શાલ, જેકેટ, સ્વેટર અને શર્ટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(જુલાઈ) અતિવૃષ્ટિ રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી. તા. ૨૩ના રોજ સાંજે ૪૦૦૦ અસરગ્રસ્ત લોકોને ખીચડી; તા. ૨૪ના રોજ બપોરે ૪૦૦૦ લોકોને ભાત અને બટેટાનું શાક તથા સાંજે ૨૨૦૦ લોકોને ખીચડી; તા. ૨૫ના રોજ બપોરે ૨૨૦૦ લોકોને ભાત અને બટેટાનું શાક તથા સાંજે ૧૫૦૦ લોકોને ખીચડી; તા. ૨૬ના રોજ બપોરે ૨૨૦૦ લોકોને થેપલાં અને બટેટાનું શાક તથા સાંજે ૧૫૦૦ લોકોને પૂરી અને બટેટાનું શાકનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

ઉપર્યુક્ત રાહતકાર્ય માટે રૂ. ૧,૯૭,૪૪૨/- વાપરવામાં આવ્યા હતા.

૨૦૧૯, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘વાયુ’ વાવાઝોડા રાહતકાર્ય

૧૨મી જૂનથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે ‘વાયુ’ વાવાઝોડાની ત્રાટકવાની જાહેરાત થઈ. ગુજરાતના ૧૦ જિલ્લાના લાખો લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા. આ બધા લોકોને સહાયરૂપ થવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના સ્થળાંતરિત લોકોમાં ૫૩૦૦ ફૂડ પેકેટનું વિતરણ કાર્ય થયું હતું.

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ રાહતકાર્ય

૨૦૨૦, કોરોના રાહતકાર્ય

(એપ્રિલ) રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકોને માસ્ક વિતરણ

કોરોના રાહત કાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૭ એપ્રિલના રોજ રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકો માટે ૧૫૦૦ માસ્ક ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યાં હતાં. આ સિવાય ૧ થી ૨૫ એપ્રિલ સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓની કીટનું ૨૩૦ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના મફતીયાપરા, લક્ષ્મીનગર, ગોંડલ રોડ, ગાયત્રીનગર, મવડી પ્લોટ, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, આંબેડકર નગર, નાના મવા રોડમાં અને અમદાવાદમાં ૩૦, ભુજમાં ૪૫, ઉપલેટામાં ૨૫, અને માંડવીમાં ૧૧૦ ગરીબ પરિવારોમાં પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં માર્ચ માસમાં પણ અમદાવાદ, ભુજ, માંડવી અને પારેવડા વિસ્તારમાં કુલ ૯૩૬ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકોને માસ્ક વિતરણ

કોરોના વાયરસ રાહતકાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન કુલ ૪૦૫૨ કિ. ચોખા, ૭૮૫ કિ. ઘઉં, ૨૭૩૭ કિ. લોટ, ૧૧૩૬ કિ. દાળ, ૯૩૬ લિટર ખાદ્યતેલ, ૧૭૬૨ કિ. બટેટા, ૯૦૮ કિ. ડુંગળી, ૭૩૬ કિ. ખાંડ, ૩૫૨ કિ. મરીમસાલા, ૧૫૨.૭૫ કિ. ચાની ભૂકી, ૬૧૧ કિ. મીઠું, ૫૭૯ પેકેટ બિસ્કીટ, ૯૭૯ નંગ સાબુની ગોટી જેવી આવશ્યક ચીજવસ્તુઓની કીટનું રાજકોટના પારેવાડા, શિવપરા ઝૂંપડપટ્ટી, રૈયા ચોકડી વિસ્તાર, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર; અમદાવાદના વાડજ અને જમાલપુર વિસ્તાર, ભુજના રામદેવ નગર અને માંડવી પાસેના બિદડા ગામમાં રહેતા કુલ ૯૩૬ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

(મે) રાહતકાર્ય અંતર્ગત ગુજરાતમાં જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિતરણ

કોરોના વાયરસ રાહતકાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન કુલ ૪૦૫૨ કિ. ચોખા, ૭૮૫ કિ. ઘઉં, ૨૭૩૭ કિ. લોટ, ૧૧૩૬ કિ. દાળ, ૯૩૬ લિટર ખાદ્યતેલ, ૧૭૬૨ કિ. બટેટા, ૯૦૮ કિ. ડુંગળી, ૭૩૬ કિ. ખાંડ, ૩૫૨ કિ. મરીમસાલા, ૧૫૨.૭૫ કિ. ચાની ભૂકી, ૬૧૧ કિ. મીઠું, ૫૭૯ પેકેટ બિસ્કીટ, ૯૭૯ નંગ સાબુની ગોટી જેવી આવશ્યક ચીજવસ્તુઓની કીટનું રાજકોટના પારેવાડા, શિવપરા ઝૂંપડપટ્ટી, રૈયા ચોકડી વિસ્તાર, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર; અમદાવાદના વાડજ અને જમાલપુર વિસ્તાર, ભુજના રામદેવ નગર અને માંડવી પાસેના બિદડા ગામમાં રહેતા કુલ ૯૩૬ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસની મહામારી દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ રાહતકાર્ય

(જૂન) કોરોના રાહતકાર્ય

કોવિડ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫૦૦૦ માસ્ક આપવામાં આવ્યાં હતાં. રામકૃષ્ણ મઠ, અમદાવાદના સ્વામી મંત્રેશાનંદે તારીખ ૧૯મી મે ના રોજ અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા (IPS), અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ અજય તોમર (IPS), અધિક પોલીસ કમિશ્નર સ્પેશ્યલ બ્રાંચ પ્રેમવીર સિંહ (IPS), અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ નિપુણા તોરવણેને આ માસ્ક સુપ્રત કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા આ પહેલાં રાજકોટ મહાનગર-પાલિકાના કર્મચારીઓ માટે પણ ૧૫૦૦ માસ્ક અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યાં હતાં. આ સિવાય માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, ભુજ, ઉપલેટા અને માંડવીના જરૂરિયાતમંદ ગરીબ પરિવારોમાં કુલ મળીને ૧૫૭૨ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસની મહામારી દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા માસ્ક અને રાશનકિટનું વિતરણ

(ઓગસ્ટ) અતિવૃષ્ટિ રાહત કાર્ય:

રાજકોટ શહેરમાં આૅગસ્ટ ૨૦૨૦ દરમિયાન ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ૧૦૦૦ લોકોમાં ૨૪મી તારીખના રોજ તૈયાર ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૨૦૨૧ – ૨૦૨૨, કોવિડ -૧૯ રાહત કાર્ય

(૮-૫-૨૦૨૧ થી ૧૪-૫-૨૦૨૧)

કોરોના વાયરસના ચાલી રહેલા રાહત કાર્યના ભાગરૂપે, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉપરોક્ત દિવસો દરમ્યાન નીચે મુજબ વસ્તુઓનું વિતરણ કરાયું : –

૧. અનાજનું વિતરણ : કોવિડ-૧૯ થી ઊભી થયેલી હાલની પરિસ્થિતિને કારણે ઘણાં ગરીબ પરિવારો આર્થિક સંકટને લીધે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી રાજકોટ, અમદાવાદ અને કચ્છ જિલ્લાના ૧૯૩ ગરીબ પરિવારોમાં સૂકા અનાજની રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે – ૯૬૫ કિગ્રા. ચોખા, ૧૯૩ કિલો. દાળ, ૩૮૬ કિલો. લોટ, ૧૯૩ કિલો. ખાદ્ય તેલ, ૧૯૩ કિગ્રા. ખાંડ, ૧૯.૩ કિલો. ચા પાવડર, ૧૯.૩ કિલો. વિવિધ મસાલા, ૧૯૩ કિલો. મીઠું ૩૫ ટુકડાઓ બાર સાબુ.

૨. આૅક્સિજન સિલિન્ડરો અને આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ : કોવિડ-૧૯ ની ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડરોની અછત છે. તેથી અમે દર્દીઓને પ્રતિક અનામત રકમ લઈ વિના મૂલ્યે ઓક્સિજન સિલિન્ડરો અને આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ આપીએ છીએ. અત્યાર સુધી અમે ૩ આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ આપ્યા છે.

૩. પલ્સ આૅક્સિમીટર : કોવિડ -૧૯ ના દર્દીઓ માટે પલ્સ આૅક્સિમીટર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી અમે દર્દીઓને પ્રતિક અનામત રકમ લઈ વિના મૂલ્યે પલ્સ ઓક્સિમીટર આપીએ છીએ. આજ સુધી અમે ૯ આૅક્સિમીટર આપ્યા છે.

૪. સ્ટીમ ઇન્હેલર્સ : કોવિડ -૧૯ ના દર્દીઓ માટે સ્ટીમ ઇન્હેલર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક ગરીબ દર્દીઓ તેનું મહત્વ સમજી શકતા નથી અને તેમને બજારમાંથી ખરીદતા નથી. તેથી અમે તેમને શિક્ષિત કરી રહ્યાં છીએ અને ગરીબ દર્દીઓમાં વિના મૂલ્યે તેનું વિતરણ કરી રહ્યા છીએ. હજી સુધી અમે ૧૭ સ્ટીમ ઇન્હેલર્સનું વિતરણ કર્યું છે.

૫. ખાદ્ય વાનગીઓ : સુરત જિલ્લાના કિમ ગામની હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના દર્દીઓને દિવસમાં બે વખત ભોજન આપવામાં આવે છે ૦૧.૦૫.૨૦૨૧ થી ૧૩.૦૫.૨૦૨૧ સુધીમાં ૧૨૪૯ ભોજન વિના મૂલ્યે પીરસવામાં આવ્યું છે.

૬. ફૂડ પેકેટનું વિતરણ : તા.૧૮-૫-૨૦૨૧ મંગળવારના રોજ રાજકોટ ગ્રામ્યના અસરગ્રસ્ત વિસ્તાર રામપુર,બેટી અને પારેવાડા ગામમાં ૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

(જુલાઈ – ૨૦૨૧) કોવિડ -૧૯ રાહતકાર્ય

કોરોના વાયરસના ચાલી રહેલા રાહતકાર્યના ભાગરૂપે બીજા તબક્કામાં નીચે મુજબ વસ્તુઓનું વિતરણ કરાયુંઃ –

૧. અનાજનું વિતરણઃ કોવિડ-૧૯થી ઊભી થયેલી હાલની પરિસ્થિતિને કારણે ઘણાં ગરીબ પરિવારો આર્થિક સંકટને લીધે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી રાજકોટના ૧૯૧ , અમદાવાદના ૧૮૫, સોમનાથના ૮૧ અને જૂનાગઢના ૨૭ ગરીબ પરિવારોમાં સૂકા અનાજની રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રત્યેક કીટમાં નીચેની વસ્તુઓનું વિતરણ થયું હતું. – ચોખા, દાળ, લોટ, ખાદ્ય તેલ, ખાંડ, ચા પાવડર, વિવિધ મસાલા, મીઠું વગેરે.

૨. મેડિકલ ઇક્વિપમેન્ટનું વિતરણઃ કોવિડ-૧૯ની ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને અનામત રકમ લઈ વિના મૂલ્યે ૨૮ આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, ૧૯ પલ્સ આૅક્સિમીટર અપાયાં હતાં અને ૯૦ સ્ટીમ ઇન્હેલર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૩. ખાદ્ય વાનગીઓઃ સુરત જિલ્લાના કિમ ગામની હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના ૪૦ દર્દીઓને વિના મૂલ્યે ભોજન અને ફળફળાદિ વિતરિત કરાયાં હતાં. આમ કુલ ૨૪૯૦ ડિશોનું વિતરણ થયું હતું.

૪. બિદડા અને માંડવી તાલુકામાં ૬૦૦ મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

‘તાઉ-તે’ વાવાઝોડું રાહતકાર્ય

‘તાઉ-તે’ વાવાઝોડું રાહતકાર્યના ભાગરૂપે ૨૬મી મે ના રોજ રાજુલાના ગરીબ પરિવારોમાં ૧૮૭ રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચોખા, દાળ, લોટ, ખાદ્યતેલ, ચા-મોરસ, મસાલા, મીઠું વગેરે અપાયાં હતાં

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ વિવિધ રાહતકાર્યો.

(ઓક્ટોબર – ૨૦૨૧) અતિવૃષ્ટિ રાહતકાર્ય

કુદરતી આપત્તિઓમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તાજેતરના અણધાર્યા વરસાદના કારણે સર્જાયેલી જળ હોનારતના પગલે જામનગર જિલ્લાના અલિયાબાડા ખાતે રાહત કામગીરી હાથ ધરાઈ હતી. રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકોની ટીમ ૧૪ તથા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલાં પહોંચી ત્યારે ઠેર ઠેર કાદવ-કીચડ હતો. લોકોએ સડી ગયેલું અનાજ ફેંકી દેવું પડયું હતું.અસરગ્રસ્ત વિસ્તારમાં જમીન પર બેસી શકાય એવું પણ નહોતું તેથી શેત્રંજી તરીકે ૩૫૦ નંગ પ્લાસ્ટીકની તાલપત્રી, બધું પૂર્વવત્ થાય ત્યાં સુધી ભોજન માટે ૨૦૦ ફૂડ પેકેટ અને ૩૫૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા લોકોને પહેરવા માટેનાં વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું .

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય

૨૦૨૨, પ્રાથમિક રાહતકાર્ય

(જાન્યુઆરી)

ધાબળા વિતરણ:- અમરેલી જિલ્લાના રાજુલા અને ધારી, જામનગર જિલ્લાના અલિયાબાડા, અમદાવાદ અને રાજકોટમાં જરૂરતમંદ વ્યક્તિઓમાં 500 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ ધાબળા વિતરણ

રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર મઠથી પ્રાપ્ત અને ITC દ્વારા સ્પોન્સર્ડ 392 શર્ટ-પીસનું અમરેલી જિલ્લાના ધારી ગામમાં અને જૂનાગઢમાં વિતરણ કરાયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ શર્ટ-પીસ વિતરણ

કોરોના રાહતકાર્ય:- આ મહામારી રાહતકાર્યના ભાગરૂપે 12,000 N-95 માસ્ક અને સેનેટાઈઝરની બોટલનું વિતરણ રાજકોટ શહેરની 27 શાળાઓના 12,000 વિદ્યાર્થીઓમાં કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓમાં માસ્ક અને સેનેટાઈઝરની બોટલનું વિતરણ

 

કોરોના-રાહતકાર્ય: 31 જાન્યુ. અને 1 ફેબ્રુ.ના રોજ રાજકોટના લક્ષ્મીનગર, સમરસ હોસ્ટેલ, મુંજકા, સરિતાવિહાર અને યુનિવર્સિટી વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોમાં 200 રાશનકીટનું વિતરણ થયું હતું.

(ફેબ્રુઆરી) કોરોના રાહતકાર્ય

૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લાના જામ-ખંભાળિયાની સરકારી શાળા -કોલેજના વિદ્યાર્થીઓ અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં ૭૦૦ માસ્ક, ૨૫ લિટર સેનિટાઈઝર અને ‘શક્તિદાયી વિચાર’ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લાના જામ-ખંભાળિયાની સરકારી શાળા અને સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ૪૯૪ શર્ટ પીસ અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ૨૫૬ શર્ટ પીસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(માર્ચ) કોરોના રાહતકાર્ય

૪ માર્ચ, ૨૦૨૨ ના રોજ જામનગરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં ૫૦ રાશન કીટનું વિતરણ થયું હતું.

કીમના જરૂરિયાતમંદ લોકોમાં ૨૦૦ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું. દરેક કીટમાં ૫ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું, ૧ લિટર ખાદ્ય તેલ, ૨૫૦ ગ્રામ ચા પાવડર, ૧૦૦ ગ્રામ હળદર, ૧૦૦ ગ્રામ મરચું પાવડર, ૧૦૦ ગ્રામ જીરુ પાવડર, ૧ નંગ સાબુ અને 1 બાકસનો સમાવેશ થાય છે.

તા. ૨૦.૦૩.૨૦૨૨થી તા. ૩૦.૦૩.૨૦૨૨ દરમિયાન ૫ કિ. ઘઉં, ૩ કિ. ચોખા, ૧ કિ. દાળ, ૧ કિ. ખાંડ, ૧ કિ. મીઠું, ૧ સાબુ અને ૧ બોક્ષ માચીસ સાથેની ૩૦૦ રાશનકીટનું ધરમપુરના જરૂરિયાતમંદ લોકોને અને કચ્છના લોકોને ૨૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત ઉપરોક્ત સમય દરમિયાન કચ્છની ૪૦ જેટલી શાળાઓમાં ૧૩૬૪૨ માસ્ક અને ૪૦૦ લીટર સેનીટાઈઝારનું પણ વિતરણ કરવામાં આવ્યું.

(જુલાઈ)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને 100 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત 300 પરિવારોમાં ખીચડીનું તથા રાજકોટના રૈયાધાર, છોટુનગર અને એરપોર્ટ રોડ વિસ્તારમાં નાસ્તાનાં 700 પેકેટનું વિતરણ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કરાયું હતું.

Total Views: 679

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.