શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે.

જયહિન્દ’ (દૈનિક) તા. ૧૬૯૬ (રાજકોટ)

માનવસેવા અને સમાજ સેવાક્ષેત્રે કાર્યરત શ્રીરામકૃષ્ણ આશ્રમનું આ પ્રકાશન સંસ્કાર સૌ૨ભ પ્રસારણ બન્યું છે. તેમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે : વિમલા ઠકાર, સ્વામી જિતાત્માનંદ, ગુણવંત શાહ, પ્રૉ. જ્યોત્સના ય. ત્રિવેદી, યશવન્ત શુકલ, ફાધર વાલેસ, સ્વામી અખિલાનંદ અને અનેક વિદ્વાનો. સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ પરમહંસ, મા શ્રી શારદાદેવીની પુરા કદની તસવીરો અને અન્ય તસવીરો પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખપૃષ્ઠ પણ સુંદર છે. સાચવવા ને વાંચવા જેવો વિશેષાંક બન્યો છે.

કચ્છમિત્ર’ (દૈનિક) તા. ૧૬૯૬ (ભૂજ)

શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વવિકાસ, રાષ્ટ્રઘડતરમાં તેમનું પ્રદાન ને આધ્યાત્મિક અભિગમલક્ષિતા કેવી હોઈ શકે, હોવી જોઈએ તેની મીમાંસા કરતા લેખો સાથે પ્રગટ થયેલો શિક્ષક વિશેષાંક ઘણું માર્ગદર્શન અને સાચી દિશાની દોરવણી પૂરી પાડે છે.

લોકસત્તાજનસત્તા’ (દૈનિક)તા. //૯૬ (રાજકોટ)

વિમલાતાઈ ઠકાર જેવા ચિંતકે બે જ પાનામાં જાણે વિચારોનો સાગર ઉમટાવી દીધો છે. વિવિધ લેખકોની વિચારક્ષમતાના કારણે અંક દરેક વર્ગની રુચિને પોષે તેવો છે.

ગુજરાત સમાચાર’ (દૈનિક) તા. ૨૯//૯૬ (રાજકોટ)

આ વિશેષાંક કેળવણી, શિક્ષણની પદ્ધતિઓ, શિક્ષક અને શિક્ષણનો વ્યવહાર તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આદર્શ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી ઘડતર, તેમ જ મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન-સંશોધન કરી સાચવવાનું તેમ જ તે દ્વારા રાષ્ટ્રના પુનર્નિર્માણ કરવામાં ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. દરેક સુસંસ્કૃત નાગરિકે, શિક્ષકો-અધ્યાપકોએ, વિદ્યાર્થીઓએ તેમ જ શૈક્ષણિક સંસ્થાઓએ તથા શિક્ષણ સાથે સંકળાયેલ તમામ શિક્ષણવિદોએ વસાવવા જેવો અંક છે. ખૂબ જ ચીવટ અને માવજતથી વિશેષાંકનું સંપાદન અને સંકલન કર્યું છે.

લોકમાન્ય (દૈનિક) તા. //૯૬ (પાટણ)

પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ વગેરે ચિંતનાત્મક લેખો આ અંકમાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ, બાળવિભાગ, પુસ્તક પરિચય અને સમાચાર દર્શનના વિભાગને કારણે અંક વિવિધતા સભર અને સચિત્ર બન્યો છે.

ફૂલછાબ’ (દૈનિક) તા. ૨૪//૯૬ (રાજકોટ)

પત્ર અને અંક મળી ગયા છે. સારો અંક તૈયાર થયો. અભિનંદન.

ડૉ. ગુણવંત શાહ, (સુપ્રસિદ્ધ સાહિત્યકાર) (વડોદરા)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો શિક્ષક-વિશેષાંક હું જોઈ ગયો. અંક સારો બન્યો છે. આપણા દેશમાં કેળવણી વિષયક પરિસ્થિતિ ઘણો સુધારો માગી લે છે.

ડૉ. રમણલાલ જોશી (તંત્રી, ઉદ્દેશ) (અમદાવાદ)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો શિક્ષક વિશેષાંક મળ્યો, વાંચ્યો. આનંદ થયો. તેમાં શ્રી યશવંત શુક્લનો લેખ સર્વશ્રેષ્ઠ લાગ્યો. આવું ઉપયોગી વાચન પૂરું પાડવા બદલ આપને ધન્યવાદ.

ડૉ. નરોત્તમ વાળંદ (સુપ્રસિદ્ધ લેખક) ભરૂચ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના બન્ને અંક અને ખાસ કરીને શિક્ષક વિશેષાંક ખૂબ રસપ્રદ અને વાચનક્ષમ છે.

યશવન્ત મહેતા (સુપ્રસિદ્ધ લેખકપત્રકાર) (અમદાવાદ)

આખો અંક સુંદર બન્યો છે. એમાં ખૂબ વિચારભાથું છે. અમારા અત્રેના વિલેપાર્લે સ્થિત પ્રાધ્યાપિકા જ્યોત્સના ત્રિવેદીની અછાંદસ રચના ‘એક નવા વિવેકાનંદને’ વાંચી, ખૂબ ગમી. આજે ભારતને અને વિશ્વને પણ અનેક વિવેકાનંદ જોઈએ છે. એવી નિરાશાજનક પરિસ્થિતિ છે. બહેનની શ્રી શ્રી ઠાકુરને થયેલી પ્રાર્થના ફળે.

રતુભાઈ દેસાઈ (સુપ્રસિદ્ધ સાહિત્યકાર) (મુંબઇ)

વિશેષાંક મળ્યો વાંચી આનંદ થયો. લેખો પ્રાયઃ સારા છે. સંકલન પણ સારું થયું છે. ચીવટ પણ ધ્યાન ખેંચનારી છે. એના પ્રકાશન માટે ધન્યવાદ.

કે.કા. શાસ્ત્રી (સુપ્રસિદ્ધ સાહિત્યકાર) (અમદાવાદ)

દર મહિને સંસ્કારની સરિતા સ્વરૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું આચમન કરતાં ખૂબ જ આનંદ અનુભવું છું.’ ‘સફળતાનું રહસ્ય એકાગ્રતા’ સંપાદકીય લેખ વાંચ્યો. આજના યુગ માટે, સૌ માટે, મનનીય આવકારદાયક લેખ છે. સત્ય, સદાચાર અને શિક્ષણની જ્યોત સમાન આવા દિવ્ય માસિકને સૌ આવકારે છે. શિક્ષક અંક પણ રસપ્રદ રહ્યો.

મનસુખ સ્વામીજી (લેખકપત્રકાર) (વીરનગર)

અંક ખુબ માહિતીસભર અને શિક્ષણની સમસ્યાની ચર્ચા કરતા ઉપયોગી લેખોથી સમૃદ્ધ બન્યો છે.

ડૉ. યાસીન દલાલ
વિભાગાધ્યક્ષ, જર્નાલિઝમ ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ.

Total Views: 41
By Published On: October 4, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram