કોડિયે ભક્તિના
સિંચણીયા થાશે,
ત્યારે, જ્યોત એની
પૂગશે આકાશે!
મા, ત્હારી કૃપાના
ઝળહળ સ્પર્શ્યાં,
તો સત્વ ઓજસે
સઘળું પ્રકાશશે!
કરુણામૂર્તિ ગુણગાને
હૈયું હરખાશે,
રોમે રોમ ત્યહીં
પ્રેમ-હર્ષણ વર્તાશે!
વિસરતાં જવાશે
જગ કટુ સમ્બન્ધ,
પછી, ખોતાં સઘળું,
સઘળું પમાશે!
દિવાળીએ પ્રગટશે
જ્ઞાનદિવડાં પછી,
નૂતનવર્ષે સહજ,
સુ-સંકલ્પ લેવાશે!
Total Views: 16
Your Content Goes Here