ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મનો વિશેષ મહિમા છે. દરેક વિદ્વાનોએ અધ્યાત્મ શબ્દને જુદી જુદી રીતે પોતાના દૃષ્ટિકોણથી વિચાર્યો છે. અધ્યાત્મનાં મૂળ તો ભારતમાં જ છુપાયેલાં છે. ભારતનો આધ્યાત્મિક વારસો અજોડ છે. ભારતમાં તમે જુઓ આખી ઋષિ પરંપરા આ અમૂલ્ય વારસા સાથે જોડાયેલી છે. પતંજલિએ આપેલ યોગસૂત્રના અંગો જેવા કે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. દરેકે દરેક અંગનું માહાત્મ્ય છે. ખાસ કરીને આજનો વિદ્યાર્થી આધ્યાત્મિકતાથી કોશો દૂર ચાલ્યો ગયો છે. મોબાઈલ અને ઈન્ટરનેટના વધારે પડતા ઉપયોગથી માનવની મહત્ત્વની ઉર્જાશક્તિનો ખોટી દિશામાં વ્યય થાય છે. જો આ શક્તિ માનવ પોતાના મનના વિકાસ માટે કરે તો એને એના ઘણા લાભ પ્રાપ્ત થતા હોય છે. સ્વામી વિવેકાનંદ વ્યક્તિત્વ-ઘડતર પર પુષ્કળ ભાર આપતા હતા. 

આપણે આપના વ્યક્તિત્વને મહાન બનાવવા માટે એક આંતરિક જ્ઞાનની પણ જરૂર પડશે જેને આપણે ચેતના કહીએ છીએ. જો એ ચેતના જ મેલીધેલી હશે તો આપણે અધ્યાત્મના માર્ગે કેવી રીતે આગળ વધી શકીશું? સંયમ, શિસ્ત, મેઘા, પ્રતિભા વગેરેને આપણે સાથે લઈને ચાલવાનું છે અને આ બધી બાબતોને એની પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. આપણાં ભારતીય શાસ્ત્રોમાં આપેલા શ્લોકોમાં/મંત્રોમાં પણ અનંત ઊર્જાઓ પડેલી છે. 

આધ્યાત્મ અને મનોવિજ્ઞાનને નજીકનો સંબંધ છે. ખાસ કરી ને ભારતીય મનોવિજ્ઞાનને. મનોવિજ્ઞાન તો છેલ્લા ૧૫૦ વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે પરંતુ અધ્યાત્મ તો અનાદિકાળથી પોતાનું સત્ત્વ સાચવીને બેઠું છે. મનોવિજ્ઞાનનો ઉદ્‌ભવ જ ભારતીય અધ્યાત્મ છે. જો કે કેટલાક વિદ્વાનો એનું ઉદ્ભવસ્થાન પશ્ચિમમાં માને છે. જો કે એ વાત ગૌણ છે. હું કોણ છું? (WHO AM I?) એ વિચારમાંથી જ મનોવિજ્ઞાનનો વિકાસ થયો છે. ભારતીય મનોવિજ્ઞાનમાં ચિંતન, તર્ક, વિચારણા, શિક્ષણ, વ્યક્તિત્વ વગેરેનો વિશેષ સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. આ બધા સિદ્ધાંતો સમજવા માટે અધ્યાત્મનો આધાર લેવો પડતો હોય છે.

Total Views: 36
By Published On: November 9, 2022Categories: Uncategorized0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram