શ્રી રામકૃષ્ણ કહે છે:
સાધના કે ભક્તિ ક્યારે સાધ્ય થાય
કે જયારે ઈશ્વર સંનિધિ માટે
વ્યાકુળતા અનુભવાય,
અને
જયારે સ્વભાવે
નિર્મળતા, સરળતા, ઋજુતા સહજ બને!
આમ વર્તવાનો
રોજિંદો અભ્યાસયોગ, મહાવરો બને!
અને, ત્યારે
સંસ્કાર રૂપે કોશે કોશમાં
પ્રાણવાયુની જેમ
શીલ, સરળતા પ્રગટે,
એટલે કે, આપણું પ્રત્યેક વર્તન
સહજ જ સરળતાને વરે.
પછી
ભક્તિ સહજ,
સાધના સહજ
સત્કર્મ ઈચ્છા સહજ
સંત સંગમાં રસ સહજ
પરિણામે –
ઈશ્વરની અનુકંપાનો
અહેસાસ સહજ!‘
વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here