मित्रे रिपौ त्वविषमं तव पद्मनेत्रम्
स्वस्थेऽसुखे त्ववितथस्तव हस्तपातः।
छाया मृतेस्तव दया त्वमृतं च मातः
मुञ्चन्तु मां न परमे शुभदृष्ट्यस्ते॥५॥

૫. શત્રુ અને મિત્ર પ્રત્યે તમારાં પદ્મનેત્રો સમાન ભાવે જુએ છે, સુખી અને દુઃખી બધી વ્યક્તિઓ પ્રત્યે તમે સમાન ભાવે હાથ લંબાવો છો; ઓ મા! મૃત્યુની છાયા અને જીવન એ બંને તમારી દયા છે. ઓ પરમ મા! તમારી શુભદૃષ્ટિ મારો ત્યાગ ન કરે.

क्वाम्बा शिवा क्व गृणनं मम हीनबुद्धेः
दोभ्यां विधर्तुमिव यामि जगद्विधात्रीम्।
चिन्त्यं श्रिया सुचरणं त्वभयप्रतिष्ठम्
सेवा परैरभिनुतं शरणं प्रपद्ये ॥६॥

૬. એ કલ્યાણકારી માતા ક્યાં? અને હીનબુદ્ધિ એવો જે હું તેનું આ સ્તવન ક્યાં? હું મારા આ બે હાથ વડે જગતની વિધાત્રીને જાણે કે પકડી લેવા માટે તૈયાર થઈ રહ્યો છું. લક્ષ્મી જેમનું ચિંતન કરે છે, મુક્તિ જેમનામાં પ્રતિષ્ઠિત છે, સેવાપરાયણ જનો જેમની વંદના કરે છે, એવાં સુંદર ચરણોનો મેં આશ્રય લીધો છે.

या मा चिराय विनयत्यतिदुःखमार्गैः
आसििद्धत: स्वकलितैर्ल्ललितैर्विलासैः।
या मे मतिं सुविदधे सततं धरण्यम्
साम्बा शिवा मम गतिः सफलेऽफले वा॥७॥

૭. જે સદાસર્વદા મને પોતાની મનોહર લીલા દ્વારા અતિ દુઃખમય રસ્તે થઈને સિદ્ધિલાભ સુધી લઈ જાય છે, જે આ પૃથ્વી પર મારી બુદ્ધિને સદા ઉત્તમ રીતે ચલાવી રહી છે; હું સફળ થાઉં કે નિષ્ફળ થાઉં, પરંતુ એ કલ્યાણમય અંબા જ મારી ગતિ છે.

(સ્વામી વિવેકાનંદ રચિત ‘અંબા સ્તોત્ર’માંથી, 8.235)

Total Views: 236

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ November 28, 2022 at 12:10 pm - Reply

    વાહ સ્વામીજી. જાણે બીજા શંકરાચાર્ય!
    અને તે પણ ફક્ત જ્ઞાન પ્રસરાવ્યું એ જ નહીં,સંઘ કાર્ય, સ્થાપના અને વિસ્તાર દરિદ્રનારાયણની સેવામાં! પ્રેકટીકલ વેદાંત!!!

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.