અધ્યાત્મ અને અંધશ્રદ્ધા એ એવા વિષયો રહ્યા છે કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે કેટલીય સદીઓ પહેલાંથી અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે. તમે જોશો કે ભારતનાં કેટલાક એવા ગામડાં જે છે, ત્યાં હાલમાં પણ લોકો અંધશ્રદ્ધામાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે એ લોકોને વિજ્ઞાન શું છે ?અધ્યાત્મ શું છે? એનો કોઈ જ પ્રકારનો ખ્યાલ નથી અને એને લીધે એની જે માનસિકતા છે એમાં પરિવર્તન કરવું ખૂબ મુશ્કેલ કાર્ય રહ્યું છે એટલે આને લીધે સમાજના કેટલાક વર્ગો છે, જે એ અંધશ્રદ્ધાઓથી સબડાતા રહે છે અને ભારતીય તત્ત્વજ્ઞાન જે છે એ આ બધી બાબતોથી જોજનો દૂર છે. ટૂંકમાં, અધ્યાત્મ અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ મોટી ખાઈ ઊભી થઈ છે. જેને કારણે કેટલીક વખત અધ્યાત્મ ઉપર એક સ્તર, એક લેયર ચડી જાય છે જેને લીધે આપણને અધ્યાત્મનું સત્ય શું છે એ સમજાતું નથી અને આપણે એ પડળો ખોલવા મથતા રહીએ છીએ.

આ માનવ સંસ્કૃતિનો ઇતિહાસ અને સંસ્કૃતિ ૬૦ હજાર વર્ષ જેટલી જૂની છે. જોકે, આ એક પુરાવાના આધારે આપણે કહી શકીએ લગભગ માનવીનો જન્મ થયો ,

ઉત્ક્રાંતિવાદથી ત્યારથી લઈને અત્યાર સુધીમાં માનવીની જે વૈચારિક ક્રાંતિ થઈ છે જે ચિંતન ક્ષેત્રે જે કાર્ય થયું છે એમાં અધ્યાત્મિક ભૂમિકા પણ વિશેષ રહી છે. ટૂંકમાં જ્યારથી માણસ પોતાની જાત અંગે વિચારતો થયો છે ત્યારથી તે પોતાના અંગે ચિંતન કરતો થયો છે, અને ત્યારથી અધ્યાત્મ અસ્તિત્વમાં આવ્યું છે એવું અનુમાન કરી શકાય. જો કે આપણે કોઈ એના આનુસંગિક પુરાવો આપી શકતા નથી. એટલે એમ કહી શકાય કે હજારો વર્ષોથી માનવજાત પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવી હશે ત્યારથી આ અધ્યાત્મ સાથે માનવનું જોડાણ એક અદ્‌ભુત રીતે થયું હશે અને એ જોડાણ એટલું બધું ઘનિષ્ઠ છે કે એમાં પછી ધીમે ધીમે ધર્મ , સંસ્કૃતિ અને બીજી અનેક બાબતો સાથે જોડાતી ગઈ અને એક આખું સ્વતંત્ર અધ્યાત્મ અસ્તિત્વમાં આવ્યું. ટૂંકમાં માણસ પોતાના શરીરથી એકદમ આગળ જાય અને ચેતના અંગે જે વિચાર કરે છે પોતાના આત્મા અંગે જે વિચાર કરે છે એની સાથે અધ્યાત્મનો ખાસ અને વિશિષ્ટ સંબંધ છે, કારણ કે અધ્યાત્મ વગર માણસ અધુરો છે અને માણસ વગર અધ્યાત્મ અધૂરું છે. ટૂંકમાં બંને એકબીજાના પૂરક છે એમ કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ ન કહેવાય એટલે આવી રીતે કેટલીક વખત જુના સમયની અંધશ્રદ્ધાઓ અધ્યાત્મ સાથે ભળી જઈ અને અધ્યાત્મ શબ્દને અધ્યાત્મના પરિપ્રેક્ષને એના અર્થને ધૂંધળો કરી નાખે છે એટલે ઘણી વખત આ શબ્દ સમજવામાં ભૂલ-થાય થાય એવું બની શકે છે.

ઉપરાંત અત્યાર સુધીમાં જેટલા વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યા છે જેટલી જાણકારી માણસે હાંસિલ કરી છે, જેટલી માહિતી માણસે પ્રાપ્ત કરી છે, એ બધામાં સૌથી પહેલાં તો એના મૂળમાં જઈએ તો માનવી શું છે? ત્યાંથી ને જ આ બધી શરૂઆત થાય છે અને એવું નથી કે આ માનવી સર્વોપરી છે. ઘણી બધી વિજ્ઞાનની શાખાઓ એ પોતાના અભ્યાસોના આધારે જુદી જુદી પ્રજાતિઓ વિશે અભ્યાસો કર્યા છે અને એની પ્રજાતિઓની સંખ્યા વિશે પણ માહિતી પ્રાપ્ત કરી છે એટલે જેવી રીતના અધ્યાત્મ વિશાળ છે એવી રીતના વિજ્ઞાન પણ વિશાળ છે એટલે આજે અંધશ્રદ્ધાઓ બધી છે એની પાછળ જો વૈજ્ઞાનિક તર્ક ન હોવાને કારણે અથવા તો જાગૃતિ ન હોવાને કારણે અંધશ્રદ્ધાને કેટલીક વખત અધ્યાત્મ સમજવામાં આવે છે એટલે આવી રીતે એ પોતાના મૂળભૂત અર્થને ખોઈ બેસે છે માટે આપણે આપણા ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન અને પરીશીલન કરવું એટલું જ જરૂરી બની ગયું છે. એના લીધે આપણે ચૈતસિક સ્તર પર પ્રબુદ્ધ બનીશું તો આપણને અધ્યાત્મ પ્રત્યે જોવાની અને એ તરફ પ્રયાણ કરવાની એક નવી જ દૃષ્ટિ ખીલશે.

Total Views: 43
By Published On: January 19, 2023Categories: Uncategorized1 CommentTags:

One Comment

  1. રાજેશ રાઠોડ January 19, 2023 at 5:03 pm - Reply

    અસતો માં જયોતીરગમ્ય…

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram