આપો, આપો તમને મળવાનું બહાનું આપો
સંસ્કાર પગથીએ ભેટવાનું બહાનું આપો
જ્ઞાનયુક્ત ભક્તિ, ભક્તિયુક્ત કર્મ આપો
માયા મ્હાત કરી જીવવાનું બહાનું આપો
ચવાયેલ આદર્શો, ઘવાયેલ સંકલ્પો ત્યજી
નિત્યનૂતન આદર્શે ઝૂઝવાનું બહાનું આપો
બળ આપો સુસઁકલ્પ કરવાનું બળ આપો
પછીજ પ્રયત્ન સૌ ફળવાનું બહાનું આપો
Total Views: 12
Your Content Goes Here