એક બાજુ હૃદય ભક્તિએ ભીંજાયેલ છે,
બીજી બાજુ મન, જ્ઞાનથી ઘૂંચવાયેલ છે!
‘વ્યામિશ્રેણેવ વાક્યેન’ બુદ્ધિ અટવાયેલ છે,
વૃત્તિઓના વંટોળે ઇન્દ્રિયો મૂંઝાયેલ છે!
અનન્યચિત્ત ભક્તિ હવે કયાંથી થાય?
માયા લેપે અહીં સઘળું ખરડાયેલ છે!
ઇષ્ટ વ્યાકુળતા વળી ક્યાંથી વર્તાય?
સંસાર નાવડું માયાએ ફંગોળાયેલ છે!
હવે સ્થિરતા મળે જો કેન્દ્રને વળગીએ,
પછી ધરીએ ફરવાનું સાવ ટળી જાય!
Total Views: 18
Your Content Goes Here