મહાપુરુષ મહારાજ વિલાસિતા પસંદ કરતા નહીં અને સાથે જ દારિદ્ર્ય પણ પસંદ કરતા નહીં. એક દિવસે સવારે બેલુર મઠના સાધુઓ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા હતા. તેઓ પણ સસ્મિત ચહેરે બધાની સાથે વાર્તાલાપ કરે છે. હીરેન મહારાજ નામક સાધુએ મલીન, જીર્ણશીર્ણ ધોતી પહેરેલી હતી. તેઓ પ્રણામ કરીને જ્યારે ચાલ્યા જતા હતા ત્યારે મહારાજજીની નજર એ ધોતી ઉપર પડી. તેઓએ કહ્યું: “હીરેન, તારી ધોતી ફાટી ગઈ છે અને મલીન થઈ ગઈ છે. ઠાકુર જીર્ણશીર્ણ કે સીલાઈ કરેલ વસ્ત્ર પસંદ કરતા નહીં.” તેઓએ પોતાના એક સેવક મહારાજને દૃઢ સ્વરે કહ્યું: “સાધુઓનાં કપડાં-ટપડાં છે કે નહીં, એ બધી ખોજ-ખબર તમે રાખતા નથી? આજથી સાધુઓને શેની જરૂરિયાત છે, એ જાણી લેજે.” સેવક મહારાજે તત્ક્ષણાત એક નવી ધોતી હીરેન મહારાજને આપી. તેઓ ખૂશ થઈ મહાપુરુષ મહારાજને પ્રણામ કરી ચાલ્યા ગયા. (દેવલોકે, પૃ.103, પ્રકાશક: રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર)

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.