બ્રિટિશ સરકારના વાઈસરોયે એવું મંતવ્ય જાહેર કર્યું હતું કે રામકૃષ્ણ મિશન ક્રાંતિકારીઓને આશ્રય આપે છે. આ વાત જાણી ઘણા ભક્તો ગભરાઈ ગયા હતા. એમને લાગ્યું કે ખુફીયા પોલીસ બેલુર મઠ ઉપર છાપો પાડશે. એ સમયે સ્વામી પ્રેમાનંદે કહ્યું હતું: “વાઈસરોયના મંતવ્યથી આશ્રમની શું કંઈ ક્ષતિ થઈ શકે? આશ્રમમાં જાે કોઈ ભેળસેળ ન હોય તો તમારે શેનો ઉદ્વેગ, શેનો ભય? શુદ્ધ નિ:સ્વાર્થ કાર્યની કોઈ ક્ષતિ કરી શકે નહીં. પવિત્ર દેહ-મન લઈ, સત્યનો આશ્રય લઈ, આગળ વધો. કોણ તમને અવરોધી શકે? બધો સમય મનમાં રાખજાે કે આપણું એક અને એકમાત્ર લક્ષ્ય છે—ભગવદ્-ભક્તિ લાભ. નિશ્ચિત જાણીને રાખજાે કે પ્રભુ સ્વયં આપણને રસ્તો બતાવે છે. બધી ક્ષણ અમારી પ્રાર્થના હોવી જાેઈએ કે શ્રીરામકૃષ્ણ તમને શક્તિ, સહિષ્ણુતા, અને સાહસ આપે.” (પ્રેમિક પુરુષ પ્રેમાનંદ, પૃ.52, પ્રકાશક: ઉદ્બોધન કાર્યાલય)
Your Content Goes Here