મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને ડોલાયમાન રહ્યા કરે છે, પણ જ્યારે તે શુદ્ધ થાય, ત્યારે તેને એક જ ઇંદ્રિય સાથે કે એકસાથે ઘણી ઇંદ્રિયો સાથે પણ જોડી શકાય અથવા ઇંદ્રિય સાથે જોડાયા વિનાનું પણ રાખી શકાય… પણ તાલીમથી સંપૂર્ણ બનાવેલું મન સઘળી ઇંદ્રિયોની સાથે એકી સાથે જોડી શકાય. તેનામાં તેના પોતાના ઊંડાણમાં પાછું વળીને જોવાની એક સ્વાભાવિક શક્તિ રહેલી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૮-૪૯)

યોગી આ સમસ્ત જગત પર સત્તા મેળવવાનું, સમગ્ર પ્રકૃતિ પર કાબૂ ધરાવવા જેટલું મહાન કાર્ય પોતાના પર લેવા માગે છે. તે એક એવા કેન્દ્રે પહોંચવા ઇચ્છે કે ત્યાં જેને આપણે ‘કુદરતના કાયદા’ કહીએ છીએ તેમનો તેના પર જરાય પ્રભાવ નહિ રહે, જ્યાં તે એ બધાથી પર થઈ શકશે. એ અંદરની તેમ જ બહારની એમ સમસ્ત પ્રકૃતિનો માલિક બનશે. માનવજાતિની પ્રગતિ અને સંસ્કૃતિનો અર્થ માત્ર એટલો જ છે કે, આ પ્રકૃતિ પર કાબૂ ધરાવવો. (૧.૧૪૬)

ધ્યાન દેવાની શક્તિને જયારે યોગ્ય દોરવણી આપીને અંદરની દુનિયા પર વાળવામાં આવે છે, ત્યારે તે મનનું પૃથક્કરણ કરી બતાવે છે અને હકીકતોને પ્રકાશમાં લાવે છે. મનની શક્તિઓ એ વિખરાઈ ગયેલાં પ્રકાશનાં કિરણો જેવી છે; જ્યારે તેમને એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે તે પ્રકાશ આપે છે. જ્ઞાન મેળવાનું આપણી પાસે આ એક માત્ર સાધન છે… જ્ઞાન પોતે જ જ્ઞાનનો સર્વોત્તમ બદલો છે. (૧.૧૪૨)

Total Views: 57
By Published On: January 23, 2023Categories: Vivekananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram