સવાર થઇ, પણ જગાયું ખરું?
વંચાયું ઘણું , વર્તને વર્તાયું ખરું?
કેટલુંક લાગે, છીછરું આછકલું
ત્યજી એ, ઊંડે ઉતરાયું ખરું?
વિખૂટા તો થયા, વ્યાધિકર વૃત્તિથી
‘સત્વ’ માટે વ્યાકુળ થવાયું ખરું?
આચરણે મૂકી શકાય, એ જ ધર્મ
એમ ધર્મનું હાર્દ સમજાયું ખરું?
એક અંશથી જેણે સંસાર સર્જ્યો
એ અંશ સહ, સંધાન સધાયું ખરું?
રસેશ અધ્વર્યુ
ફેબ્રુ. ૯, ૨૦૨૩
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here