आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह:
लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्।
त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो
भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥
અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિથી પર અતિ માનવ હોવા છતાં જેણે સદા લોકકલ્યાણનો માર્ગ ત્યજ્યો નહોતો, જેમનો મહિમા ત્રણેય લોકમાં અપ્રતિમ હતો, જે સીતાના પ્રાણરૂપ અને પરમ જ્ઞાનરૂપી જેમનો દેહ સીતારૂપી મધુર ભક્તિથી ઢંકાયેલો હતો, એવા શ્રીરામરૂપ જે હતા;
स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं
हित्वा रात्रिं प्रकृतिसहजामन्धतामिस्रमिश्राम्।
गीतं शान्तं मधुरमपि यः सिंहनादं जगर्ज
सोऽयं जातः प्रथितपुरुषो रामकृष्णस्त्विदानीम्॥ २॥
नरदेव देव जय जय नरदेव॥
જેણે (કુરુક્ષેત્રના) યુદ્ધમાંથી ઊઠતા પ્રલયકાળના જેવા ભયંકર નાદને શાંત કરી દીધો હતો, જેણે (અર્જુનની) પ્રકૃતિસહજ છતાં ભયંકર એવી અજ્ઞાન રાત્રિનો નાશ કર્યો હતો, જેણે મધુર છતાં શાંત ગીતાની સિંહનાદે ગર્જના કરી હતી, તે પ્રખ્યાત પુરુષ આજે રામકૃષ્ણરૂપે જન્મ્યા છે. જય હો! હે નરદેવ, તમારો જય હો!
(સ્વામી વિવેકાનંદ રચિત ‘શ્રીરામકૃષ્ણ સ્તોત્ર’માંથી, 8.237)
Your Content Goes Here