ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो
नक्तं दिवं सकरुणं तव पादपद्मम्।
मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं
तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥

ૐ! હ્રીં! તું સત્ય છો, અચલ છો, ત્રણ ગુણોથી પર છો અને છતાં ગુણોથી વિભૂષિત છો! મોહનો નાશ કરનાર, કરુણાપૂર્ણ એવાં તારાં ચરણકમળને દિવસ અને રાત હું આતુરતાપૂર્વક ભજતો નથી, તેથી હે દીનબન્ધુ! તું એકમાત્ર મારું શરણ છો.

भक्तिर्भगश्च भजनं भवभेदकारि
गच्छन्त्यलं सुविपुलं गमनाय तत्त्वम्‌।
वक्त्रोद्धृतोपि हृदि मे न च भाति किञ्चित्‌‌
तस्मात्त्वमेव शरणं मम दीन बन्धो॥ २॥

જન્મમરણની આ પરંપરાનો વિનાશ કરનારી આધ્યાત્મિક શક્તિઓ, ભજન અને ભક્તિ, એ સર્વોચ્ચ તત્ત્વને પામવા માટે ખરેખર પૂરતાં છે. (મારા) મુખમાંથી આ ઉદ્‌ગારો નીકળે છે છતાં મારા હૃદયમાં કંઈ પણ અનુભૂતિ થતી નથી, તેથી હે દીનબન્ધુ! તું એકમાત્ર મારું  શરણ છો.

(સ્વામી વિવેકાનંદ રચિત ‘શ્રીરામકૃષ્ણ સ્તોત્ર’માંથી, 8.237)

Total Views: 98
By Published On: April 1, 2023Categories: Vivekananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram