तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः
रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे।
मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं
तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥
હે રામકૃષ્ણ! જો અનુરાગને તમારા તરફ એટલે કે દિવ્ય સત્યના માર્ગે વાળવામાં આવે, તો તમારામાં સર્વ તૃષ્ણાઓ તૃપ્ત થતી હોવાથી, લોકો તત્ક્ષણે આ રજોગુણના સાગરને તરી જાય છે, કારણ કે મૃત્યુના તરંગોનો નાશ કરનારાં તમારાં ચરણો માનવોને માટે અમૃત સમાન છે. તેથી હે દીનબન્ધુ! તમે એકમાત્ર મારું શરણ છો.
कृत्यं करोति कलुषं कुहकान्तकारि
ष्णान्तं शिवं सुविमलं तव नाम नाथ।
यस्मादहमशरणो जगदेकगम्य
तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ४॥
હે ભ્રમનો નાશ કરનાર, ‘ષ્ણ’ અક્ષર જેને અંતે છે એવું તમારું પવિત્ર અને શુભ નામ પાપને પણ પુણ્યમાં પલટે છે. હું શરણહીન છું ને તમે સર્વ જગતનું એકમાત્ર ધ્યેય છો. માટે હે દીનબન્ધુ! તમે એકમાત્ર મારું શરણ છો.
(સ્વામી વિવેકાનંદ રચિત ‘શ્રીરામકૃષ્ણ સ્તોત્ર’માંથી, 8.237)
Your Content Goes Here