૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે જેથી પ્રત્યેક મનુષ્ય,ઉમદા વિચારોને આત્મસાત કરી શકે, પછી ભલે લોકો પોતે-પોતાના ભાવ પ્રમાણે તેને પચાવે” આ યોજનાને લક્ષ્યમાં રાખી સ્વામીજીએ ૧ મેં, ૧૮૯૭  ના રોજ રામકૃષ્ણ મિશન એસોશિયનની સ્થાપના કરી, ૫ મી મેં, ૧૮૯૭ ના રોજ તેના હેતુઓને સ્પષ્ટ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

ઠરાવમાં જણાવ્યા મુજબ, શ્રી રામકૃષ્ણદેવ પ્રબોધેલા તેમજ તેમના જીવન દ્રારા પ્રગટ થયેલા તેમના સિધ્ધાંતોનો માનવજાતના કલ્યાણ માટે પ્રચાર કરવો એ રામકૃષ્ણ મિશનનો હેતુ છે. આમ થવાથી આ આદર્શોને પોતાના જીવનમાં આત્મસાત કરી લોકો ભૌતિક, માનસિક તથા આધ્યાત્મિક પ્રગતિ કરી શકે. આમ કરવો પાછળનો મિશનનો મૂળભૂત હેતુ એ છે કે એક શાશ્વત સત્યના મૂળભૂત તંતુને આત્મસાત કરી, સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો તથા અનુયાયીઓ એકબીજા સાથે એકસૂત્રે બંધાઈ શકે.

આમ કરવાની મિશનની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે.

  • જનસમૂહની ભૌતિક અને આધ્યાત્મિક સુખાકારી માટે જરૂરી એવા જ્ઞાન-વિજ્ઞાનને લોકભોગ્ય બનાવી શકે તેવા મનુષ્યનું નિર્માણ કરવું.
  • કલા અને ઉધોગોને વેગવંતા બનાવવા.

તેમજ શ્રી રામકૃષ્ણદેવના જીવન દ્રારા પ્રબોધાયેલા વેદાંત તથા અન્ય ધાર્મિક તથ્યોનો જનસમૂહ સુધી પ્રસાર કરવો.

આ આદર્શોને કેન્દ્રસ્થ રાખી રામકૃષ્ણ મિશન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યુ છે, જેમ કે, શાળાઓ, હોસ્પિટલ, વગેરેનુ વ્યવસ્થાન કરવું અને કુદરતી આપત્તિઓ વખતે રાહતકાર્યો તેમજ પુન:સ્થાપન કરવું. આમ, સ્વામી વિવેકાનંદનુ મહાન સ્વપન મૂર્તિમંત થયું અને તેના ૧૦૮ વર્ષના અસ્તિત્વ દરમ્યાન રામકૃષ્ણ મિશને ઘણી લાંબી તથા કપરી, મંજીલો ઓળંગી, એક નક્કર સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પુણ્યશાળી મહાન વ્યકત્તિઓનો પ્રચાર કરવા માટે સાહિત્ય ખૂબ અસરકારક માધ્યમ છે. આ સાહિત્યમાં આધ્યાત્મિક પુસ્તકો, સામયિકો, પત્રિકાઓ વિ.નો સમાવેશ થાય છે. જો કે, વ્યક્તિગત સંપર્કથી આધ્યાત્મિકતાનું વધુ સારી રીતે સંક્રમણ થઈ શકે, આમ છતાં સાહિત્યનો ફાળો નાનો સૂનો નથી. રામકૃષ્ણ ચળવળનો પ્રચાર-પ્રસાર કરવામાં તથા તેને સ્થિરત્વ પ્રદાન કરવામાં સાહિત્યિક માધ્યમના મહત્ત્વના યોગદાનની છણાવટ કરવાનો પ્રસ્તુત લેખનો મુખ્ય હેતુ છે.

ત્યારે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું સર્વેક્ષણ કરવાની અમે શરૂઆત કરી, ત્યારે તેનો વ્યાપ તથા પરિણામ જોઈને અમો દંગ રહી ગયા. વિવિધ ભાષાઓ જેવી કે અંગ્રેજી, રૂસ, સ્પેનીશ, રશિયન, જાપાની, ગ્રીસ,ડચ, જર્મન, સંસ્કૃત, બંગાળી, હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, મરાઠી ભાષાઓમાં આ સાહિત્યનું પ્રકાશન વિશ્વભરમાં થયું છે. સ્વામીજીની ઉમદા ઈચ્છાને માન આપી, રામકૃષ્ણ-વિવેકાનંદની તથા વેદાંતની ભાવધારાનો પ્રચાર-પ્રસાર કરવા વિવિધ ભાષાઓમાં ધાર્મિક સામયિકોનું પણ પ્રકાશન થતું રહ્યું છે.

પ્રારંભ

વિગતોમાં ઉતરમા પહેલાં, આ મહાન સાહિત્યિક ચળવળ ના ઉદ્દભવ વિષે જોઈએ, તથા જાણીએ કે શ્રી રામકૃષ્ણદેવના આદર્શોનું પ્રકાશન કઈ રીતે શરૂ થયું. શ્રી રામકૃષ્ણદેવ કોઈ પણ પ્રકારના પ્રચારને ઇચ્છતા નહોતા, આમ છતા, દક્ષિણેશ્વરમા તેઓ ત્યાં રહેતા તે નાના ઓરડાને ઓળંગી, તેમણે પ્રબોધેલ આદર્શો અને વિચારો સમગ્ર વિશ્વમાં તથા વિશ્વની સંસ્કૃતિમાં પ્રસરી ગયેલ છે અને તેમણે હલચલ મચાવી દીધી છે. શ્રી રામકૃષ્ણદેવે ખુદ પોતાના વિશ્વવ્યાપક સંદેશના પ્રચાર-પ્રસાર બાબત આગાહી કરતા કહેલું, “આ શરીરમાં રહેલ શક્તિ તથા વિચારો, સમયાંતરે સમગ્ર વિશ્વમાં આપણે પ્રસરી જશે. એ શક્તિમાં ઘટાડો કરવાનું સામર્થ્ય હજારો હિમાલયમાં પણ નથી.”(‘શ્રી રામકૃષ્ણ એમ. વી. હોમ’ ભાષાંતરકર્તા સ્વામી ચેતનાનંદ ‘શેંટ લુઈસ વેદાંત સોસાયટી,શેંટ લુઈશ ૧૯૯૦’ ૨૮૭.)

મોટે ભાગે, શ્રી રામકૃષ્ણદેવ વિષેના સમાચાર સૌ પ્રથમ વખત બ્રાહ્મસમાજના કેશવચંદ્ર સેનના અંગ્રેજી અખબાર ‘ઈંડીયન મીરર’ માં ૨૮ માર્ચ, ૧૮૭૫ માં પ્રસિધ્ધ થયા, તેમાં લખેલ હતું, શ્રીરામકૃષ્ણદેવ અસંખ્ય દૃષ્ટાંત તેમજ ઉપમાઓના સુચારૂ ઉપયોગથી પછીથી, ૧૯૧૪ માં સુધારા-વધારાઓ સાથે તથા શ્રીરામકૃષ્ણદેવના ટુંકા જીવનચરિત્રના ઉમેરા સાથે આ પુસ્તકનો બીજો ભાગ ૧૮૮૬ માં બહાર પડ્યો.

૧૮૮૫ માં શ્રીરામચંદ્ર દત્તે બંગાળીામાં  ‘તત્વસાર’ નામથી, અને ત્યાર બાદ ‘તત્વ પ્રકાશિકા’ ના નામથી ૨૦ જુન, ૧૮૮૬ માં બે પુસ્તકો પ્રકાશિત કર્યા. આ સિવાય, અમુક સામયિકો જેવા કે ધર્મ તત્વ, પરિચારિક્ત વગેરેએ શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમ્યાન વિવિધ લેખો બહાર પાડેલા હતા.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી, ૨૭ જાન્યુઆરી ૧૮૮૭ ના રોજ, બ્રાહ્મસમાજના શ્રી ગિરિશચંદ્ર ઘોષે ‘Sri Ramakrishna’s Life & Teachings’ ના શિર્ષકથી એક પુસ્તક પ્રકાશિત કર્યુ. આ પુસ્તકની (Content) સામગ્રી ને ઉપર જણાવેલા શ્રી કેશવચંદ્ર સેન ના પુસ્તક સાથે જોડી ‘આદિ અમૃતમય કથામૃત’ ના નામથી ૨પ ફેબ્રુઆરી ૧૮૯૪ માં બહાર પડ્યું અને આ પુસ્તક હતુ પણ પ્રિન્ટમાં છે. શ્રીરામકૃષ્ણદેવનું વિસ્તૃત જીવનવૃત્તાંત તેમના ગૃહસ્થ શિષ્ય રામચંદ્ર દત્તે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવેર જીવન વૃત્તાંત’ નામથી બંગાળીમાં પ્રકાશિત કર્યુ.ઉદ્‌બોધન કાર્યાલયે આ પુસ્તકને સુધારા-વધારાઓ સાથે અસંખ્ય વખત પુન: પ્રકાશિત કર્યુ.

શ્રી અક્ષય કુમાર સેને, ૧૮૯૪થી ૧૯૦૧ વચ્ચે એક પુસ્તક છંદ/કાવ્ય-સ્વરૂપે શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશને આવરી લેતુ પુસ્તક લખ્યું જે ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’ ના નામથી પ્રખ્યાત છે. તેમના જીવન અને સંદેશ ઉપરનું અન્ય એક પુસ્તક ૧૮૯૭માં બહાર પડ્યું, જેને સત્યચરણ મિત્રે લખેલ હતું. એજ વર્ષમાં શ્રી ‘મ’ દ્વારા લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ના અંગ્રેજીમાં બે ભાગ બહાર પડ્યા જે  ખૂબ વખાણાયા. વાચકોના આગ્રહને માન્ય રાખી, શ્રી ‘મ’ એ બંગાળીમાં શ્રીરામકૃષ્ણ કથામૃતનો પહેલો ભાગ બહાર પાડ્યો જેને બંગાળી સામયિક ‘ઉદ્‌બોધન’માં સ્વામી ત્રિગુણાતીતાનંદજી એ હપ્તાવાર પ્રકાશિત  કર્યો. ત્યાર બાદ હાલમાં પ્રચલિત તથા ખૂબ વખણાયેલા ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ના પાંચ ભાગો પ્રકાશિત થયા.

પ્રેસીડેન્સી કોલેજ, કલકત્તાના આચાર્ય શ્રી સી.એમ. ટોનીએ શ્રીરામકૃષ્ણદેવે વિષે એક લેખ લખ્યો, જે જાન્યુઆરી ૧૮૮૬માં ‘ઈમ્પીરીયલ એન્ડ એશિયાટીક ક્વોર્ટરલી રીવ્યુ અને કોલોનીયલ રેલેર્ડસ’માં પ્રકાશિત થયો.

ત્યાર બાદ, ‘A Read Mahatman એક સાચા-અસલી મહાત્મા’ નામના શિર્ષકથી ‘નાઈન્ટીન્સ સેન્ચુરી’ માસિકમાં એક લેખ પ્રસિદ્ધ થયો એના લેખક બીજુ કોઈ નહી, પરંતુ પ્રો. મેકસમુલર હતા. એ પછી તરત, આ જ લેખકે ‘શ્રીરામકૃષ્ણ-જીવન અને સંદેશ’ શિર્ષકથી અતિ પ્રચલિત પુસ્તક નવેમ્બર ૧૮૯૮માં પ્રકાશિત કર્યુ. સ્વામી વિવેકાનંદ તથા તેમના મદ્રાસના શિષ્યોના આગ્રહથી ‘બ્રહ્મવાદિન’ સામયિકે શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી તેમના ઉપદેશોને હપ્તાવાર પ્રસિદ્ધ કરવાના ચાલુ કર્યા.

ઈ.સ. ૧૯૦૩માં સ્વામી અભેદાનંદે શ્રીરામકૃષ્ણદેવના ૫૪૪ ઉપદેશોનું સંકલન કરીને, વેદાંત સોસાયટી, ન્યુયોર્કથી અન્ય એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ પછી, ૧૯૦૭માં તેમણે એક સ્થળથી ૪૩૬ પૃષ્ઠવાળુ શ્રીરામકૃષ્ણ કથામૃત બહાર પાડ્યું. આ જ પુસ્તક, શ્રીરામકૃણ વેદાંત મઠ, કલકત્તાએ ‘શ્રીરામકૃષ્ણદેવના સંસ્મરણો’ (Memories of Sri Ramakrishna) ના શિર્ષક સાથે ૧૯૩૯માં પ્રકાશિત કર્યું. સ્વામી અભેદાનંદજીએ શ્રી ‘મ’ ના મૂળ પુસ્તકને મઠારીને બીએકન પ્રેસ, બોસ્ટનથી ૧૯૪૭માં પ્રકાશિત કર્યુ. એ દરમ્યાન, સ્વામી નિખિલાનંદજીએ સમગ્ર રામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર તથા સમયબદ્ધ કરીને, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, ન્યૂર્યોકથી ૧૯૪૨માં પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકની પ્રથમ અંગ્રેજી આવૃત્તિ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસની ૧૯૪૪માં પ્રચલિત થઈ. હાર્પર એન્ડ સન્સ, ન્યૂયોર્ક અને લંડન દ્વારા આ જ પુસ્તકની ટૂંકી આવૃત્તિ ‘શ્રીરામકૃષ્ણ, ધી પ્રોફેટ ઓફ ન્યૂ ઈંડીયા’ના નામે ૧૯૪૮માં બહાર પાડવામાં આવી. ૧૯૫૧માં રાઈડર એન્ડ કંપની એ આ પુસ્તકની અન્ય ટૂંકી આવૃત્તિ આલ્ડસ હકસલી દ્વારા લખેલ આમુખ દ્વારા પ્રકાશિત કરી. શ્રીરામકૃષ્ણ-વિદેકાનંદ કેન્દ્ર, ન્યૂયોર્ક દ્વારા આ પુસ્તક ૧૯૫૮ અને ત્યાર બાદ ૧૯૭૩માં પુન:પ્રકાશિત કરવામાં આવ્યું.

જો કે, શ્રીરામકૃષ્ણદેવના જીવનનો,ખાસ કરીને ‘સાધક’ તરીકે તેમના શરૂઆતના વર્ષોનો સવિસ્તૃત અહેવાલ સ્વામી શારદાનંદજીએ તેમના બંગાળી ભાષામાં કરેલ ચિરસ્મરણીય લેખન-‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં આપેલ છે. ૧૯૦૯માં બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’માં તેના શરૂઆતના  હપ્તાઓ પ્રસિદ્ધ થયા, જેને પાછળથી ૧૯૧૧થી ૧૯૧૯ દરમ્યાન પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ૧૯૫૮માં તેને ‘Sri Ramakrishna, the great Master’ ના શીર્ષકથી અંગ્રેજીમાં ભાષાંતરિત કરવામાં આવ્યુ. આ જ સંદર્ભમાં, બંગાળીમાં ૧૯૧૦માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘શ્રીરામકૃષ્ણચરિત, જેના લેખક પ્રિયનાથ સિંહા (સ્વામીજીના શિષ્ય, જે ગુરૂદાસ બર્મનના નામથી લખતા હતા) હતા તે વિશેષ ઉલ્લેખનીય છે.‘રામકૃષ્ણ-ઉદ્‌બોધન’ ના શિર્ષક સાથે લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાંત્‌ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી દ્વારા લિખિત તથા ૧૯૧૪-૧૫માં પ્રકાશિત નાનું પુસ્તક ખૂબ અગત્યતા ધરાવે છે.

હાલના સમયમાં ખૂબ પ્રચલિત એવા શ્રીરામકૃષ્ણદેવના જીવનચરિત્રોમાં અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા ૧૯૨૪માં પ્રકાશિત થયેલ જીવનચરિત્ર અને ત્યાર બાદ વારંવાર પુન:મુદ્રિત થયેલ પુસ્તકોમાં ‘શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર’ (Life of Sri Ramakrishna) ઉલ્લેખનીય છે જેનું આમુખ મહાત્મા ગાંધીએ લખેલ. આ સિવાય અન્ય ત્રણ પુસ્તકો પણ ઉલ્લેખનીય છે. ૧૯૩૦માં સૌપ્રથમ પ્રકાશિત થયેલ, રોમાં રોલાં દ્વારા લિખિત Life of Sri Ramakrishna, ‘Sri Ramakrishna and His Disciples-લેખક ક્રિસ્ટોફર-ઈશરવુડ અને ‘Sri Ramakrishna, a Prophet for the New Age – લેખક રીચાર્ડ શીફમેન.

સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો પ્રકાશિત થવાથી શરૂઆત સાથે જ શ્રીરામકૃષ્ણદેવ વિષેના સાહિત્યનું જરણું એક વિશાળ સરિતામાં રૂપાંતરિત થવા લાગ્યું. સ્વામી વિવેકાનંદે કરેલ વેદાંતના શાસ્ત્રોનું અર્થઘટન, ચાર યોગ વિષેની તેમજ વિશદ છણાવટ, દેશવાસીઓને તેમણે કરેલ હાકલ, અને આધુનિક વિશ્વ જેનો સામનો કરી રહે છે. તે ધાર્મિક અને સામાજીક-આર્થિક મુદ્દાઓની તેમણે કરેલ છણાવટ-આ સર્વેએ ભારત તથા પશ્ચિમના દેશોમાં આધ્યાત્મિક ઉછાળ અને સામાજીક સજાગતાનો જુવાળ ઉત્પન્ન કર્યો. એક્લે હાથે તેમણે ધાર્મિક સાહિત્યની એક નવી શૈલી ઉભી કરી, જે આજે હજારો વડાઓ(leader) અને તેમના અસંખ્ય અનુયાયીઓએ સમગ્ર વિશ્વમાં અપનાવી લીધેલ છે. સ્વામીજીના રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, અને ભક્તિયોગ ઉપરના પ્રવચનોનું પ્રકાશન ૧૮૯૫ થી અમેરિકા અને ઈંગલેન્ડ થી ચાલુ થયું. The Complete works of Swami Vivekananda સૌ પ્રથમ ૧૯૦૭માં ચાર ભાગોમાં પ્રસિદ્ધ થયાં, ત્યાર બાદ તેમાં બીજા પાંચ ભાગોનો ઉમેરો થયો. ૧૯૧૨ થી ૧૯૧૮ દરમ્યાન સ્વામીજીનું વિસ્તૃત જીવનચરિત્ર ચાર ભાગોમાં પ્રકાશિત થયું.

શ્રી શારદાદેવી વિષેનું સાહિત્ય શ્રીરામકૃષ્ણદેવના સાહિત્યની સરખામણીમાં ઓછું છે. સૌ પ્રથમ બંગાળી ભાષામાં ૧૯૨૫માં શ્રી શારદાદેવી નો ઉપદેશ સંવાદોના સ્વરૂપમાં તેમની મહાસમાધિ પછી પાંચ વર્ષે પ્રસિદ્ધ થયો. બંગાળીમાં સૌ પ્રથમ વિસ્તૃત જીવનચરિત્ર ૧૯૩૯માં બ્રહ્મચારી અક્ષય ચૈતન્યે બહાર પાડ્યું. ૧૯૪૦માં શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસથી સ્વામી તપસ્યાનંદજી લિખિત તેમના જીવનનો રસપ્રદ વૃત્તાંત પ્રકાશિત થયો, જે આજે પણ ખૂબ લોકચાહન ધરાવે છે. ત્યાર બાદ બંગાળી, અંગ્રેજી અને બીજી ભાષાઓમાં તેમના જીવન ઉપરના પુસ્તકો પ્રસિદ્ધ થયા છે.

શ્રીરામકૃષ્ણદેવના અન્ય શિષ્યોમાંથી સ્વામી અભેદાનંદજી અને સ્વામી રામકૃષ્ણનંદજી લિખિત સાહિત્ય વીસમી સદીના પ્રથમ દશકામાં પ્રકાશિત થયાં. બાકીના શિષ્યોના ઉપદેશો તેમની સમાધિ પછીના વર્ષોમાં પ્રકાશિત થયા.

હવે આપણે રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યની ગ્રંથ સૂચિ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ.

ગ્રંથ-સૂચિઓ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યની સંપૂૂર્ણ ગ્રંથ-સૂચિ જોકે ઉપલબ્ધ નથી, પરંતુ જુદા જુદા સ્થળેથી પ્રકાશિત થયેલ આંશિક ગ્રંથ-સૂચિ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીક નો ઉલ્લેખ નીચે કરેલ છે.

૧૯૫૩માં બિજેન્દ્રનાથ બંદોપાધ્યાય અને રજનીકાંત દાસે એક બંગાળી પુસ્તક (સમસામયિક દ્રષ્ટિતે શ્રીરામકૃષ્ણ પરમહંસ) લખ્યું. જેમાં શ્રીરામકૃષ્ણદેવ વિષેના પુસ્તકોની વિગતવાર માહિતી આપેલ હતી. તેમાં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પહેલા પ્રસિદ્ધ થયેલ ૪ અને પછીના ૨૫ પુસ્તકોનો ઉલ્લેખ છે, આ ઉપરાંત અંગ્રેજીમાં પ્રકાશિત થયેલા ૨૧ પુસ્તકોની વિગત પણ તેમાં છે.

સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિની ઊજવણીના ભાગ રૂપે, નેશનલ લાઈબ્રેરીમાં અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ સ્વામીજી ઉપરના પુસ્તકોની ગ્રંથ-સૂચિ સંકલિત કરવામાં આવ્યો છે, જેમાં લેખકોના નામે વર્ણમાળા (મૂળાક્ષરો) પ્રમાંણે ગોઠવીને લઘુતમ ગ્રંથ-સૂચિનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને નેશનલ લાઈબ્રેરીમાં સંદર્ભ-ગ્રંથ તરીકે રાખવામાં આવી છે.

સ્વામી વિવેકાનંદની ૧૨૫મી જન્મજ્યંતિ નિમિત્તે તેમને અંજલિ આપવાના ભાગરૂપે તેમની ટૂંકી જીવનકથા બહાર પાડવામાં આવી મુખ્યત્વે તેમાં અંગ્રેજી અને બંગાળી પુસ્તકોનો સમાવેશ થાય છે. પહેલા ભાગમાં પુસ્તકોનો શીર્ષક, સામયિકોને મૂળાક્ષરો પ્રમાણે ગોઠવાયેલા છે, જ્યારે બીજા ભાગમાં લેખકોના નામને મૂળાક્ષર મૂખ્ય ગોઠવીને સૂચિ તૈયાર કરેલ છે. આ સૂચિમાં બંગાળી ભાષામાં ૧૮૫, અંગ્રેજીના ૧૪૫ તથા બીજી ભારતીય ભાષાઓના ૩૮ પુસ્તકોનો સમાવેશ થયેલો છે.

રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, મદ્રાસે ૧૯૯૫માં સ્વામી વિવેકાનંદ ઉપર ટીકા સહિત બે ભાગોમાં સંદર્ભસૂચિ પ્રસિદ્ધ કરી, જેને પ્રો.બી. રમેશબાબુએ સંપાદિત કરેલ,જેમાં ૧૯૯૪ સૂચિમાં પ્રસિદ્ધ થયેલા સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલા તથા તેમના ઉપર લખાયેલા પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમાં પુસ્તકો, વિવિધ કાર્યવાહીના અહેવાલો, સુવેનિયર્સ,સામયિકો, લેખો તથા સંપૂર્ણ સંદર્ભસૂચિની વિગતો,લેખોના મથાળા, ચાવીરૂપ શબ્દો (કી-વર્ડસ), તથા ટીકાને સમાવી લેવામાં આવી છે. પહેલો ભાગ બે પેટા ભાગમાં વિભાજીત થયેલો છે. પ્રથમ પેટાભાગમાં ૫૪૪ તથા બીજી પેટાભાગમાં ૨૦૧ મથાળા સમાવિષ્ટ છેં દરેક ભાગમાં લેખકોની તથા વિષયોની સૂચિ સામેલ છે. બીજા ભાગમા સામયિકો તથા લેખો સમાવિષ્ટ છે તેમાં ૧૬૮૮ સૂચિનો સમાવેશ થયેલ છે, તથા લેખકોની તથા વિષયસંદર્ભસૂચિ પણ સામેલ છે, જેથી ચોક્કસ માહિતી ખૂબ સરળાતાથી ઉપલબ્ધ થઈ શકે. આ પ્રકાશનની મર્યાદા એ છે કે તેમાં અંગ્રેજી પ્રકાશનોનો જ સમાવેશ કરવામાં આવેલ છે, ઉપરાંત, તેમાં ફક્ત સ્વામી વિવેકાનંદ દ્વારા તથા તેમના ઉપરના પ્રકાશનો ને સ્થાન આપવામાં આવેલું છે.

૧૯૬૩માં સ્વામી વિવેકાનંદ ઉપરના તથા તેમના વિષેના બંગાળી પુસ્તકોની સૂચિ પુસ્તકાકારે ‘વિશ્વ વિવેક’ ના નામથી પ્રકાશિત કરવામા આવી, જેમાં ૧૯૬૨ સુધી બહાર પડેલા પુસ્તકોનો સમાવેશ થયેલો હતો. તેમાં પુસ્તકો, લેખકો, પ્રકાશકોના નામ, પ્રકાશનનું વર્ષ તથા અન્ય સંબંધિત લેખોનો તેમાં સમાવેશ થયેલ નથી. ભાષાની દ્રષ્ટિએ વિભાજિત કરીએ તો અંગ્રેજી માં ૧૭૫, બંગાળી ના ૧૮૭, બર્મીનમાં ૮ , ડેનિષ ભાષામાં લખાયેલ ૧, ડચમાં ૪, રીનીશમાં ૨, ફ્રેંચમાં ૨૮, જર્મનમાં ૧૫, ગ્રીકમાં ૨, ઈટાલીયનમાં ૬, જપાનીમાં ૨, પોલીશમાં ૫, પોર્ટુગીજમાં ૨, રશિયનમાં ૭, સ્પેનિશમાં ૨૫, સ્વીડીશમાં ૧, નેપાળી ભાષામાં ૧, લખાયેલ પુસ્તકોની સંદર્ભસૂચિ આ ગ્રંથમાં સામેલ છે આમ, તેમાં સ્વામી વિવેકાનંદ વિષે તથા તેમના દ્વારા વિદેશી ભાષાઓમાં લખાયેલા ૧૭ તથા ભારતીય ભાષાઓમાં લખાયેલા ૧૩ પુસ્તકો સમાવિષ્ટ કરયા છે. પુસ્તકો ઉપરાંત તેમાં વિવિધ કાર્યવાહીના અહેવાલો, સુવેનિયર્સ, સામયિકો, લેખો તથા સંપૂર્ણ સંદર્ભસૂચિની વિગતો, લેખોના મથાળા, ચાવીરૂપ શબ્દો (કી-વર્ડસ) તેમજ ટીકાને સમાવી લેવામાં આવી છે. પહેલો ભાગ તે પેટા ભાગમાં વિભાજિત થયેલો છે. પ્રથમ પેટા ભાગમાં ૫૪૪ તથા બીજા પેટાભાગમાં ૨૦૧ મથાળાં સમાવિષ્ટ છે. દરેક ભાગ લેખકો તથા ચાવીરૂપસબ્દો-વિષયોની સૂચિ ધરાવે છે. બીજા ભાગમાં સામયિકો તથા લેખો સમાવિષ્ટ છે, તેમાં ૧૬૮૮ સૂચિનો સમાવેશ થયેલ છે. તેની સાથે લેખમોની તેમજ વિષય/સંદર્ભ ની સૂચિ પણ સામેલ છે. જેથી જરૂરી ચોક્કસ માહિતી ખૂબ સરળાતાથી મેળવી. આ પ્રકાશનની મર્યાદા એ છે તેમાં અંગ્રેજી પ્રકાશનોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત, તેમાં ફક્ત સ્વામી વિવેકાનંદ દ્વારા લિખિત તેમજ તેમના ઉપરના પ્રકાશનોને સ્થાન આપવામાં આવ્યું છે.

૧૯૬૩માં સ્વામી વિવેકાનંદે ઉપરના તથા તેમના વિષેના બંગાળી પુસ્તકાકારે ‘વિશ્વ વિવેક’ ના શીર્ષક થી પ્રકાશિત કરવામાં આવી જેમાં ૧૯૬૨ સુધી બહાર પડેલા પેસ્તકોનો સમાવેશ થતો હતો. તેમાં પુસ્તકો લેખકો, પ્રકાશકોના નામ, પ્રકાશનનેં વર્ષ તથા પાનાની સંખ્યા આપવામાં આવેલ સામયિકો તથા અન્ય સંબધિત લેખોનો તેમાં સમાંવેશ થયેલ નથી. ભાષાને લક્ષ્યમાં રાખી તેનું વર્ગીકરણ કરવામાં આવે તો અંગ્રેજીમાં ૧૭૫,બંગાળી ૧૮૭, બર્મીનમાં ૮, ડેનિષ ભાષામાં ૧, ડચમાં ૪, ફીનીશમાં ૨, ફ્રેચમાં ૨૮, જર્મનમાં ૧૫, ગ્રીકમાં ૨, ઈટાલીયનંમા ૬, જપનીષમાં ૨, પોલીશમાં ૫, પોર્ટુગીજમાં ૨, રશિયનમાં ૭, સ્પેનિશમાં ૨૫, સ્વીડીશમાં ૧, નેપાળી ભાષામાં ૧, સિંહાલીમાં ૧, આસામીમાં ૨, ઉર્દૂમાં ૯, ઉડિયામાં ૧૪, કન્નડમાં ૪૧, ગુજરાતીમાં ૩૪, તામિલમાં ૩૦, તેલુગુમાં ૨૯, પંજાબીમાં ૩, મરાઠીમાં ૧૨, મલયાલમમાં ૨૮,સંસ્કૃતમાં ૪ અને હિન્દીમાં લખાયેલ ૮૮ પુસ્તકોની સૂચિ આ ગ્રંથમાં સામેલ છે. આમ સ્વામી વિવેકાનંદ ઉપર તથા તેમના દ્વારા લખાયેલા, ૧૭ વિદેશીભાષાઓના તથા ૧૩ ભારતીય ભાષાઓના પુસ્તકોની સંદર્ભ-સૂચિ આ સંદર્ભ-ગ્રથંમાં સામેલ છે.

રામકૃષ્ણ સંઘ સંલગ્ન સાહિત્યની સંપૂર્ણ સંદર્ભ-સૂચિમાં આટલા પુસ્તકોનો સમાવેશ થવો જોઈએ :

શ્રીરામકૃષ્ણદેવ, માં શારદાદેવી, સ્વામી વિવેકાનંદ તથા શ્રીરામકૃષ્ણદેવના અન્ય સાક્ષાત શિષ્યો દ્વારા લિખિત તથા તેમના ઉપર લખાયેલા પુસ્તકો, રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને પ્રકાશમાં લાવનારા પુસ્તકો કે જે રામકૃષ્ણસંઘના સંન્યાસીઓ દ્વારા લખાયેલ છે. સંઘના શાખા કેન્દ્રો દ્વારા પ્રકાશિત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સંલગ્ન પુસ્તકો તેમજ આ વિષયને લગતા અને વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખોને સમાવેશ થવો જોઈએ. આવી સંદર્ભ-સૂચિ પ્રકાશન એ સરળ કાર્ય નથી કારણ કે એવી કોઈ લાઈબ્રેરી નથી જેમાં રામકૃષ્ણ સંઘના કેન્દ્રો તથા અન્ય પ્રકાશકોએ પ્રકાશિત કરેલ બધી જ પુસ્તકો અને સામયિકો ઉપલબ્ધ હોય, બેલુર મઠના પુસ્તકાલયોમાં આ ભાવધારાને સંલગ્ન અનેક આવા પુસ્તકો છે જે અન્યત્ર ઉપલબ્ધ નથી. પરંતુ હાલમાં ઘણા પ્રકાશકોએ આ ભાવધારા-સંલગ્ન પુસ્તકો બહાર પાડવાનું શરૂ કર્યું છે, જેમને વિષેની નોંધ બેલુર મઠની લાઈબ્રેરીમાં નથી કલકત્તા સ્થિત ‘રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર’ ની લાઈબ્રેરીમાં ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે. જો કે આ લાઈબ્રેરીની શરૂઆત ઘણી મોડી થઈ હોવાથી અમુક જુના પુસ્તકો તેમાં નથી. આમ, રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને લગતા બધાજ પુસ્તકો અને સામયિકોની સમગ્ર નોંધ એક જ જગ્યાએ મળે તેમનથી. આ હકીકતને લક્ષ્યમાં લેતા, રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની સંપૂર્ણ સંદર્ભ-સૂચિ તૈયાર કરવાનું કામ ખૂબ મુશ્કેલ છે, અને આ ભાવધારાનું ટુંકું વિહંગાવલોકન કરવું એ પણ સહેલું નથી.

આ હકીકતને ધ્‍યાને રાખી રામકૃષ્ણ મઠ અને મિશનના તથા અન્ય પ્રકાશન કેન્દ્રોને એક પ્રશ્નોત્તરી આપવામાં આવેલ જેમાં તેમના પ્રકાશનોને લગતી વિગતો આપવાની વિનંતી કરવામાં આવેલ. મોટા ભાગના પ્રકાશકોએ આ પ્રશ્નોત્તરીનો ઉત્તર આપવાની તસ્દી લીધેલ, જેને આધારે annexe-પરિપૂર્તિ તૈયાર કરવામાં આવેલ છે. તેમાં રામકૃષ્ણ મઠ અને મિશન તથા તે સિવાયના અન્ય પ્રકાશકોએ કરેલ પ્રકાશનોની વિગતો સામેલ છે. એજ રીતે સામયિકોની પરિપૂર્તિ પણ બનાવવામાં આવી છે જેને આ લેખમાં સમાવવામાં આવી છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના પ્રકાશન કેન્દ્રો વિવિધ ભાષામાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને લગતા પુસ્તકોનું પ્રકાશન કરી રહેલા ૨૯ પ્રકાશન કેન્દ્રોને સૂચિ (annexe-૧)માં સમાવવામાં આવેલ છે.બેલુર મઠ દ્વારા જારી કરાયેલા રાજ્યના નોટીફીકેશન મુજબ, ૨૦૦૫ પછી ફક્ત ચુનંદા કેન્દ્રો જ પુસ્તકોનું મુદ્રણ કરી શકશે.

જોકે નીચેના કેન્દ્રો એ ૨૦૦૫ સુધીમાં પ્રકાશિત કરેલા વિવિધ ભાષાઓના પુસ્તકોની સંખ્યા ઉલ્લેખનીય છે.

રામકૃષ્ણ મઠ, મદ્રાસ (સૌથી મોટુ પ્રકાશન કેન્દ્ર)  :   અંગ્રેજીમાં ૨૯૨, મિલમાં ૩૩, તેલગુમાં ૧૯૬, અને સંસ્કૃત/અંગ્રેજીમાં ૧૭.

અદ્વૈત આશ્રમ, માયાવતી   :  અંગ્રેજીમાં ૧૮૨, હિન્દીમાં ૫૩, સંસ્કૃત/અંગ્રેજીમાં ૪૬ અને નેપાળીમાં ૨.

ઉદ્‌બોધન, કારકત્તા   :  બંગાળીમાં ૪૧૬, અંગ્રેજીમાં ૧૪, હિન્દીમાં ૩. 

આર.કે.એમ. ઈન્સ્ટીટ્યુટ  :  અંગ્રેજીમાં ૯૮, બંગાળીમાં ૩૧, ઊડીયામાં ૧ તથા હિન્દીમાં ૨.

રામકૃષ્ણમઠ, નાગપુર.  :  મરાઠીમાં ૧૭૪ અને હિન્દીમાં ૧૬૧.

રામકૃષ્ણમઠ, ત્રિચુર.  :  મલયાલમમાં ૨૦૮ અને અંગ્રેજીમાં ૧૭.

રામકૃષ્ણઆશ્રમ, મૈસુર  :  કન્નડમાં ૨૬૫.

રામકૃષ્ણમઠ, બેંગલોર  :  કન્નડમાં ૨૩, અંગ્રેજીમાં ૫૪, અને સંસ્કૃતમાં ૫.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ  :  ગુજરાતીમાં ૧૬૧ અંગ્રેજીમાં ૧૦.

રામકૃષ્ણ મિશન, કોયમ્બતુર  :  અંગ્રેજીમાં ૨ અને તમિલમાં ૧૯.

રામકૃષ્ણ મઠ અને મિશનના મોટા ભાગના કેન્દ્રો સૂવેનિર્સ, વાર્ષિક અહેવાલો, પુસ્તિકાઓ વગર બહાર પાડતા હોય છે. તે સિવાયના ઘણા પ્રકાશકો પણ રામકૃષ્ણ વિવેકાનંદ-સાહિત્યનું પ્રકાશન કરતા રહે છે. એનેકક્ષ-ગ્રે માં આવ્યા મુખ્ય પ્રકાશકોની સૂચિ સામેલ છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા ઉપરના સામયિકો

શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ તથા ત્યારબાદ વેદાંતની વિચારસરણીનો બહોળો ફેલાવો કરી શકે તેવા સામયિકો શરૂ કરવા માટે સ્વામી વિવેકાનંદ ખૂબ ઉત્સુક હતા. તેમણે પોતાના આલાસિંગા પેરૂમલને અંગ્રેજીમાં તથા પોતાના ગુરૂભાઈ સ્વામી ત્રિગુબાતીતાનંદજીને બંગાળીમાં સામયિકો શરૂ કરવા માટે ઉત્સાહિત કર્યા. અંગ્રેજીમાં બ્રહ્મવાદિન, પ્રબુદ્ધ ભારત અને પેસીરૂિક વેદાંતિન (યુ.એસ.એ.થી પ્રકાશિત) તથા બંગાળીમાં ઉદ્‌બોધન-આ બધા સામયિકોનું પ્રકાશન સ્વામી વિવેકાનંદના જીવન-કાળ દરમ્યાન શરૂ થયો. ૧૦૦ વર્ષો પછી પણ બ્રમવાદિન નવા નામ વેદાંત કેસરી સાથે તથા પ્રબુદ્ધ ભારત નું પ્રકાશન હજુ પણ ચાલુ છે, તથા તેઓ ખૂબ બહોળો ફેલાવો ધરાવે છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રસાર કરતા, રામકૃષ્ણ મઠ અને મિશનના કેન્દ્રો દ્વારા પ્રકાશિત સામયિક તથા તેમને લગતી વિગતો એનેકસી-ગ્રે માં આપવામાં આવી છે આમાથી પ્રબુદ્ધ ભારત, વેદાંત કેસરી તથા ઉદ્‌બોધન ખાસ ઉલ્લેખનીય છે. સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી સ્વામીજીના શિષ્ય આલાસિંગા પેરૂમલ તથા ડો. નંજુમ રાવે ‘પ્રબુદ્ધ ભારત’ શરૂ કર્યું, જેના તંત્રી હતા બી.રાજમ ઐયર. જુલાઈ ૧૮૯૬ થી જૂન ૧૮૯૮ દરમ્યાન તેનું પ્રકાશન જ્યારથી થયું ત્યાર બાદ તેના તંત્રી અકાળ અવસાનથી આ માંંસિક બંધ કરવું પડ્યું એ પછી, કેપ્ટન સેવિયરની મદદથી  તેને ઓગષ્ટ ૧૮૯૮ થી માર્ચ ૧૮૯૮ સુધી અલમોરાથી પ્રકાશિત કરવામાં આવ્યું ત્યાર બાદ તેના તંત્રીનું કાર્યલય નવા શરૂ થયેલ માયાવતી સ્થિત અદ્વૈત આશ્રમમાં ખશેડવામાં આવ્યું એપ્રિલ ૧૮૯૯ થી તેનું પ્રકાશન માયાવતી અદ્વૈત આશ્રમથી થઈ રહ્યું છે. ભારતનું આ પ્રકાશનું આ એકમાત્ર પ્રાંચીનતમ સામયિક છે. વેદાંત કેસરી ૧૯૧૪માં શરૂ કરવામાં આવ્યું અને તે મદ્રાશ (હાલ ચેન્નઈ) થી પ્રકાશિત થઈ રહ્યું છે. બંગાળી સામયિક ઉદ્‌બોધન સ્વામીજીના ગુરૂભાઈ સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ૧૮૯૯માં શરૂ કર્યુ, આ સામયિકો પણ તેના ૧૦૦ વર્ષો પુરા કર્યા છે, અને અવિરત પ્રકાશિત થનાર આ પ્રકાશનું તે એકમાત્ર સામયિક છે. ઓક્ટોબર ૨૦૦૫માં તેના ૬૦,૫૦૦ ગ્રાહકો છે, તથા તે વાર્ષિક ૧૫૫ કરોડનું ટન ઓવર ધરાવે છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને તરેલા એવા સામયિકો જે શરૂ થયા પરંતુ એક ત્યા બીન કારણોસર ચાલુ ન રહી શક્યા તેવા સામયિકોની સૂચિ એનેક્સી-૪ માં આપેલી છે. એનેક્સી ૫માં રામકૃષ્ણ મઠ અને મિશનના કેન્દ્રો સિવાયના પ્રકાશકો દ્વારા પ્રકાશિત થતા ૮ સામયિકોની સૂચિ આપેલ છે. અવિરતપણે પ્રકાશિત થતા સામયિકોનોજ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય, અન્ય કેટલાક પ્રકાશકો પણ ક્યારેક ક્યારેક સામયિકો પ્રસિદ્ધ કરતા રહે છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યની અસર

વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલ શ્રીરામકૃષ્ણ-કથામૃતની લાખો નકલોનું વેચાણ થયેલ છે જે હકીકત રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યની જાદુઈ અસર દર્શાવે છે. બંગાળી, અંગ્રેજી, જર્મન, ગ્રીક, જાપાની, ફ્રેચ, સ્પેનિસ, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઊડીયા, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ વિ. ભાષાઓમાં આ અનુવાદ પ્રસિદ્ધ થયેલ છે. થોડા વર્ષો અગાઉ, જ્યારે ખૂબ બંગાળી પુસ્તકનો કોપીરાઈટ ઉપરનો પ્રતિબંધ દુર થયો, આ પુસ્તકને પુન:મુદ્રિત કરવા માટે ખૂબ ઘસારો થયો, અને એ માટે લગભગ ૧૬ પ્રકાશન સંસ્થાઓ વચ્ચે રીતસરનો જઘડો થઈ ગયો! એક સામયિકે તો તે ખૂબ રસપ્રદ લેખ કાઢ્યો, જેનું શીર્ષક હતું, “હાલ માર્કસ કરતા શ્રીરામકૃષ્ણ વધારે વેચાય છે.” જેમાં ઘટસફોટ કરવામાં આવેલ કે ફક્ત ૪૫ દિવસમાં, કથામૃતની ૪૫,૦૦,૦૦૦ નકલો વેચાઈ ગયેલ! લેખમાં લખેલ, “૧ લી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી (૧૯૬૩)માં થયેલ કથામૃતના વેચાણે, આગલા ત્રણ વર્ષમાં થયેલ માર્કસવાદી સાહિત્યના વેચાણને પાછળ રાખી દીધેલ!3 (‘ધી લીંક’,૧૩-૧૯ માર્ચ ૧૯૮૩, ૧૬.)

ફ્રેંચ લેખક રોમાં રોલાએ સ્વામી વિવેકાનંદના લખાણોની અસર ખૂબ સુંદર રીતે વર્ણવેલ છે,” તેમના શબ્દો જાણે મહાન સુરીલું સંગીત છે, જાણે બીથોવનની સુરાવલિ, જાણે હેન્ડલના સમૂહસંગીતની લયબદ્ધ, ભાવોત્તેજક તરજ. મારા શરીરમાં જાણે ઈલેકટ્રીક શોક લાગ્યો હોય તેવું અનુભવ્યા વગર હું, ૩૦ વર્ષો પહેલાં લિપિબદ્ધ થયેલા શબ્દોને સ્પર્શી શકતો નથી.4(રોમાં રોલાં, ધી લાઈફ ઓફ વિવેકાનંદ એન્ડ ધી યુનિવર્શલ ગોસ્પેલ {કલકત્તા : અદ્વૈત આશ્રમ,૧૯૭૦} ૧૪૬.)

રામકૃષ્ણ મિશન તરફથી પ્રકાશિત થયેલ સાહિત્ય વિષે ટીપ્પણી કરતાં. હેરોલ્ડ ફ્રેંચ પોતાના પુસ્તક ‘The Swan’s Wide Waters’ માં લખે છે, સાહિત્ય જગતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાએ જે બૌદ્ધિક હલચલ મચાવી છે તે તથા તેનું સાહિત્યક પ્રદાન અપૂર્વ,અમર્યાદિત છે.5(હેરોલ્ડ ડબલ્યુ, ફ્રેચ,‘ધી સ્વાન’સ વાઈડ વોટર્સ {નેશનલ યુનિવર્સિટી પબ્લીકેશન્સ, કેન્નીખેત પ્રેસ, પોર્ટ વોશિંગ્ટન,ન્યુયોર્ક, ૧૯૭૪},૧૮૯.)

અમેરિકામાં એક પ્રકાશકે એક પુસ્તકવિક્રેતાને કહ્યું, “હું લાખો પુસ્તકો છાપું છું, પણ લોકોના જીવનને તે જરાયે સ્પર્શતા નથી, જ્યારે વેદાંત પ્રેસ તરફથી બહાર પડતાં પુસ્તકો ભલે એટલું વેચાણ નથી ધરાવતા, પરંતુ તે લોકોના જીવનને ધરમૂળથી બદલી નાખે છે.”

સ્વામી વિવેકાનંદના વિધુતીય સંદેશે મહાન વિચારકો, ઈતિહાસવિદો, પ્રબંધકો, અમલદારો, શિક્ષકો, વિધાર્થીઓ અને સમાજના દરેક સ્તરે પોતાની અસર દાખવી છે. દરેક જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતા ધરાવનાર દરેક પ્રકારના લોકો રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાંથી વિવિધ પ્રકારે લાભાન્વિત થયા છે.

વિશ્વવિખ્યાત કલાકાર નિકોલસ ડી. રોરીચ શ્રી રામકૃષ્ણદેવ તથા સ્વામી વિવેકાનંદની વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતા અને શ્રીરામકૃષ્ણદેવના મહાન સંદેશને તેમણે અર્વાચીન યુગ માટે ખૂબ અગત્યતા આપી હતી. તેમણે કહેલું,“શ્રીરામકૃષ્ણ, વિવેકાનંદ તથા તેમના નસીબવંતા અનુયાયીઓના નામ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા રહેશે. વિચારોની આશ્ચર્યના ગહનતા જે ભારતની વિશિષ્ટતા છે, તથા ગુરૂ અને શિષ્યનો સુંદર સંબંધ સમગ્ર વિશ્વને ઉચ્ચ વિચારોની યાદ અપાવતા રહેશે.”6(પ્રબુદ્ધ ભારત {માયાવતી : અદ્વૈત આશ્રમ, ફેબ્રુઆરી ૧૯૩૬} ૧૨૧-૨૪).

પ્રખ્યાત ઈતિહાસવિદ આર્નોલ્ડ જે ટોયન્બી જ્યાં સુધી રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના સંપર્કમાં નતા આવ્યા ત્યાં સુધી ખૂબ વ્યથિત હતા. પરંતુ આ સાહિત્યને વાંચ્યા પછી માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય વિષે તેઓ આશાન્વિત બન્યા અને પોતાના પુસ્તક ‘Sri Ramakrishna and His unique message’ ની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું, માનવતાના ઈતિહાસના આ ખૂબ જ કઠિન સમયમાં ભારતીય વિચારધારા જ તેથી વહારે આવી શકશે. સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિધ્ધાંતો તથા શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વયના આદર્શને અનુસરીને જ માનવજાતના ‘વસુદૈવ કુટુંબકમ્‌’ ના ભાવને આત્મસાત કરી શકશે; અને આ આણ્વિક તથા ભૌતિકતાનો યુગમાં માનવજાતને નામશેષ થતી બચાવવાનો એકમાત્ર ઉપાય છે.7(સ્વામી ધનાનંદ, ‘શ્રીરામકૃષ્ણ એન્ડ હીમ યુનિક મેસેજ ’ ‘લંડન : રામકૃષ્ણ વેદાંત સેન્ટર, ૧૯૭૦’).

એમરી ડી. રેઈનકોર્ટ એ પોતાના પુસ્તક ‘The Eye of Shiva’ માં પૂર્વના રહસ્યવાદ તથા પશ્ચિમના વિજ્ઞાન વચ્ચે સામંજસ્ય સ્થાપવાના શ્રીરામકૃષ્ણદેવ તથા સ્વામી વિવેકાનંદના ઉલ્લેખનીય પ્રદાન વિષે લખ્યું કે,“શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ દ્વારા પુ:નજાગરણ પામેલા પૌર્વાત્ય રહસ્યવાદે, વિજ્ઞાન અને ટેકનોલોજીના હાલના યુગના બદલાયેલા આયામમાં પોતાના મૂળભૂત સ્વરૂપને અકબધ રાખીને કરવાની પોતાની ચાલુ રાખી છે.8(એમરી ડી. રેઈનકોર્ટ ‘ધી આઈ ઓફ શિવા, ઈસ્ટર્ન મીસ્ટીસીઝમ એન્ડ સાયન્સ’ ન્યૂયોર્ક : વીલીયમ મોરોર્ક એન્ડ કાું, ૧૯૮૧), ૧૯૦.

હાવર્ડના સમાજશાસ્ત્રી પીરીટીસ એ. સોરોદીને લખ્યું, “શ્રીરામકૃષ્ણ અને વેદાંતની વિચારધારા પશ્ચિમના દેશોમાં પ્રચલિત થઈ રહી છે તેના બે કારણો  છે : (૧) યુરોપથી માંડીને પેસીફિક-એટલાંટિક ની દિશામાં માનવતાની સર્જનાત્મક્તાનો વધતો જુલ્મ અને (૨) સમાજમાં સર્વવ્યાપ્ત ભૌતિક સંસ્કૃતિમાં પેઠેલો સડો તેમજ આદર્શવાદને વરેલ સામાજિક સાંસ્કૃતિક વિચારધારાનો ઉદ્‌ભવ.9( પ્રબુદ્ધ ભારત ‘માયાવતી : અદ્વૈત આશ્રમ’ સપ્ટેમ્બર,૧૯૫૭, ૩૭૭.)

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.