तदेजति तन्नैजति तद् दूरे तद्वन्तिके।
तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः॥५॥

तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે; तत् न एजति, (અને) તે હાલતું-ચાલતું પણ નથી; तत् दूरे, તે (ઘણું) દૂર છે; तत् उ अन्तिके, તે નજીક પણ છે; तत्, તે; अस्य सर्वस्य अन्तः, આ બધાનું અંતરતમ તત્ત્વ; तत् उ, વળી તે; अस्य सर्वस्य, આ બધાનું बाह्यतः, બહારનું નિહિત તત્ત્વ.

આ (બ્રહ્મ) હાલતું-ચાલતું છે. અને હાલતું-ચાલતું છે પણ નહિ—સ્થિર છે; એ દૂર પણ છે અને નજીક પણ છે, એ બ્રહ્મ આ વિશ્વની ભીતર પણ છે અને એની બહાર પણ હસ્તી ધરાવે છે.

यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति।
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते॥६॥

यः तु, પરંતુ જે; आत्मनि एव, પોતાની અંદર જ; सर्वाणि भूतानि अनुपश्यति, બધાં પ્રાણીઓને, બધી હસ્તીઓને જુએ છે; सर्वभूतेषु च, અને સકળ પદાર્થો (અસ્તિત્વો)માં; आत्मानम् (अनुपश्यति), આત્માને—પોતાને જુએ છે; ततः, આ અનુભવ થયા પછી न विजुगुप्सते, કોઈ તરફ ઘૃણા—તિરસ્કાર કરી શકતો નથી.

જે માણસ બધાને પોતાના આત્મામાં જ જુએ છે, અને બધામાં પોતાના આત્માને નિહાળે છે, તે ક્યારેય કોઈને ધિક્કારતો નથી.

(ઈશ ઉપનિષદ)

Total Views: 91
By Published On: October 11, 2023Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.