શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો

રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ, અમરેલી તથા આસપાસના વિસ્તારની ૧૪ શાળા તથા કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકો દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણના વર્ગો લેવામાં આવ્યા. આ કાર્યક્રમનો ૪૧૪૧ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. વર્ગમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રવચન આપવામાં આવ્યું. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના જીવન પર ચિત્ર-પ્રદર્શન અને પ્રેરણાદાયી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.

મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ

રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ સપ્ટેમ્બર થી ૧૪ ઑક્ટોબરના સમયગાળામાં ધો. ૬ થી ૮ ના ૨૪૪ વિદ્યાર્થીઓએ તેમજ ધો. ૯ અને ૧૧ ના ૬૨૫ વિદ્યાર્થીઓએ રાજકોટ આશ્રમની મુલાકાત લીધી.

વિદ્યાર્થીઓને આશ્રમ મુલાકાત દરમિયાન તેમના ધોરણ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્વામી વિવેકાનંદનું જીવન પ્રદર્શન, સ્વામીજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્રનિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વીડિયો ક્લિપ પ્રદર્શન, પુસ્તક વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, યોગાસન – પ્રાણાયામ, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. અંતમાં, તેઓને પુસ્તકો તથા નાસ્તો આપવામાં આવ્યો.

શિશુ વિકાસ કાર્યક્રમનો આરંભ

રાજકોટ આશ્રમ દ્વારા ૩ થી ૮ વયજૂથના બાળકો માટે શિશુ વિકાસ પ્રકલ્પનો તા. ૧૭ સપ્ટેમ્બરથી શુભારંભ થયો. આ પ્રકલ્પ દર રવિવારે ચાલશે.

પ્રકલ્પમાં બાળકોને મેન્ટલ મેથ્સ, ઈન્ડોર-આઉટડોર ગેમ્સ, આર્ટ્સ & ક્રાફ્ટ, ડ્રોઇંગ, ફોનિક્સ, માઇન્ડ ગેમ્સ, સેલ્ફ હેલ્પ સ્કિલ, આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. હાલ સુધીમાં લગભગ ૧૫૦ થી પણ વધુ બાળકોએ નોંધણી કરાવેલ છે.

નવરાત્રિ પર્વની ઉજવણી

તા. ૧૫ થી ૨૪ ઑક્ટોબર સુધી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી. નવરાત્રિ દરમિયાન આગમની સંગીત, મહિષાસુરમર્દિની સ્તોત્ર, મા આદ્યાશક્તિનાં ભજનો વગેરેનું ગાન કરવામાં આવ્યું. અષ્ટમીના દિવસે વિશેષ પૂજા, હવન તેમજ ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૧૧૦૦ ભક્તજનોએ ભોજન-પ્રસાદ લીધો. વિજયા દશમીના દિવસે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો.

શ્રીશ્રીકાલીપૂજાની ઉજવણી

તા. ૧૨ નવેમ્બરના રોજ રાજકોટ આશ્રમ દ્વારા પરંપરાગત રીતે શ્રીશ્રીકાલીપૂજાની ઉજવણી કરવામાં આવી. અહોરાત્ર પૂજાવિધિ તથા ભજન-કીર્તનનો કાર્યક્રમ રહ્યો. પૂજા દરમિયાન ભક્તજનોએ પુષ્પાંજલિ પણ અર્પણ કરી. બીજે દિવસે શ્રીશ્રીકાલીમાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું તેમજ સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો. પૂજા દરમિયાન લગભગ ૧૨૦૦ ભક્તજનો દર્શનાર્થે પધાર્યા.

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.