ॐ खर्वं स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं
प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम्।
दन्ताघातविदारितारिरुधिरैः सिन्दूरशोभाकरं
वन्दे शैलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम्॥

જે ઠીંગણા તથા જાડા શરીરવાળા છે. જેમનું ગજરાજ સમું મુખ છે અને મોટું પેટ છે. જે સુંદર છે તથા વહેતા મદની સુગંધના લોભી ભમરાઓના ચાટવાથી જેમનું ગંડસ્થળ ચપલ થઈ રહ્યું છે, દાંતોના ઘાથી ચીરી નાખેલ શત્રુઓના લોહીથી જે સિંદૂરની શોભા ધારણ કરે છે, કામનાઓના દાતા તથા સિદ્ધિઓ દેનાર અને પાર્વતીજીના પુત્ર ગણેશજીની હું વંદના કરું છું.

आत्मा त्वं गिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम्
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति:।
संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो
यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्॥

હે પ્રભુ, આપ મારો આત્મા છો. મતિ એ પાર્વતી છે. પ્રાણ તે આપના અનુચરો છે. મારું શરીર આપનું મંદિર છે. વિષયોના ઉપભોગની ઇચ્છા તે આપની પૂજા માટે છે, તમારામાં સમાહિત થવું એ જ મારી નિદ્રા છે, બંને પગોથી ચાલવું તે આપની પ્રદક્ષિણા છે. મારી વાણી તે આપનાં સ્તોત્રો છે—જે કર્મ હું કરું છું તે સઘળાં કર્મો આપની આરાધના માટે છે.

Total Views: 19
By Published On: August 29, 2024Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.