अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा।
तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥
હું સર્વ પ્રાણીઓમાં સદા સત્યસ્વરૂપ રહેલો તેમનો આત્મા છું. એથી જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ મૂર્તિમાં જ મારી પૂજા કરે છે, તેમની એ પૂજા કેવળ દેખાવરૂપ અને મારી મશ્કરી સમાન છે.
यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम्।
हित्वार्चां भजते मौढ्याद्भस्मन्येव जुहोति सः॥२२॥
હું સર્વનો આત્મા અને સર્વનો ઈશ્વર સર્વ પ્રાણીઓમાં પ્રત્યક્ષ રહેલો છું. છતાં જેઓ મારા એ પ્રગટ સ્વરૂપની પૂજા કરવાનું છોડીને મૂઢતાથી કેવળ મૂર્તિને ભજે છે તેઓ અગ્નિમાં નહીં પણ ભસ્મમાં જ હોમ કરી રહ્યા છે.
अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नयानघे।
नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः॥२४॥
જે મનુષ્ય અન્ય પ્રાણીઓનો તિરસ્કાર કરે છે, તેમનું અહિત કરે છે, તે મનુષ્યે અનેક નાનાં-મોટાં દ્રવ્યોથી તથા જુદી જુદી ક્રિયાઓવાળી વિધિઓથી મૂર્તિમાં કરેલી પૂજાથી હું સંતુષ્ટ થતો નથી.
(‘શ્રીમદ્ ભાગવત’ સ્કંદ ૩, અધ્યાય ૨૯)
Your Content Goes Here