प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः।
मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥
શ્રીરામચંદ્રજીના મુખકમળની જે શોભા રાજ્યાભિષેકની (વાત સાંભળી) પ્રસન્નતા ન પામી અને વનવાસના દુ:ખથી કરમાઈ નહીં, તે (મુખકમળની શોભા) મને સદા સુંદર મંગળ આપનારી થાઓ.
नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागम्।
पाणौ महासायकचारूचापं नमामि रामं रघुवंशनाथम्॥
જેમનું અંગ કાળાં કમળ સમાન શ્યામ અને કોમળ છે, જેમના ડાબા ભાગે શ્રીસીતાજી બિરાજમાન છે
અને જેમના હાથમાં (અનુક્રમે) અમોઘ બાણ તથા સુંદર ધનુષ્ય છે, તે રઘુવંશના સ્વામી શ્રીરામચંદ્રજીને
હું નમસ્કાર કરું છું.
नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा।
भक्तिं प्रयच्छ रघुपुङ्गव निर्भरां मे कामादि–दोषरहितं कुरु मानसं च॥
હે રઘુપતિ! હું સત્ય કહું છું; વળી આપ સર્વના અંતરાત્મા છો, (તેથી સર્વ જાણો જ છો) કે
મારા હૃદયમાં બીજી ઇચ્છા નથી. હે રઘુકુળશ્રેષ્ઠ! મને (આપની) પૂર્ણભક્તિ આપો અને
મારા મનને કામાદિ દોષોથી રહિત કરો.
(તુલસીકૃત ‘રામચરિતમાનસ’માંથી)
Your Content Goes Here