આપના મિત્રો સાથે શેર કરો

Swami Jagadatmananda2021-08-13T12:05:10+00:00

વિવેકવાણી

સ્વામી વિવેકાનંદના ઉપદેશ

ચિંતન : અવિશ્વસનીય પરંતુ સત્ય : સ્વામી જગદાત્માનંદ

એકની ભીતર બીજી વ્યક્તિ

અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી હતા. આ કોઈ મહાન વ્યક્તિ કે સંન્યાસી કે જ્ઞાની પુરુષ ન હતો. તે બ્રાઝિલનો એક નિર્ધન ખેડૂત હતો. બુદ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિકો માટે આ એક વિસ્મયની વાત હતી કે તે નાટકીય[…]

ચિંતન : દેખીતું વિચિત્ર પરંતુ સત્ય! : સ્વામી જગદાત્માનંદ

અવિશ્વસનીય પરંતુ સત્ય

ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન જન્મેલા શિશુની જેમ ગાઢ નિદ્રામાં છીએ. ક્યારેક ક્યારેક કેટલીક શાંત પળોમાં આપણને જ્ઞાન થાય છે કે સંસાર જેવો દેખાય છે, વસ્તુત: તેવો નથી. ખરેખર જાગી[…]

ચિંતન : કાર્યકુશળ બનો ! સાહસિક બનો ! : સ્વામી જગદાત્માનંદ

ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો કર્મચારોઓ ઉપર કેવી રીતે નિયંત્રણ સ્થાપિત કરવામાં સફળ થઈ શક્યા હતા. એની હકીકત આવી છે :

‘બધી કચેરીઓને જેમ મારી કચેરીમાં પણ ત્રણ પ્રકારના કર્મચારી[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

(ગતાંકથી આગળ)

કોઈપણ સમાજમાં જો વિકસિત અને ઉન્નત વર્ગ નિર્બળ અને નિમ્નવર્ગનાં હિતસાધનનો પ્રયાસ ન કરે તો એવા ઉન્નત વર્ગાે પોતાની કબર પોતે જ ખોદે છે. તંદુરસ્ત સ્પર્ધા દ્વારા રોજગાર મેળવનારા બ્રાહ્મણો ખરેખર સુખી થઈ ગયા છે ? પોતાની આજીવિકા માટે તેઓ પોતાનાં ઘરબાર છોડીને એક સ્થળેથી બીજે સ્થળે ભટકતા[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

(ગતાંકથી આગળ)

અંગ્રેજોની નીતિ

પૂર્વ કાળમાં બ્રાહ્મણો ગામડાંમાં શાળા ચલાવીને ગામનાં બાળકોને શિક્ષણ આપતા. એ શાળામાં શિક્ષણ મેળવનારા ગ્રામ્ય લોકો એમના જીવનનિર્વાહમાં મદદ કરતા. થોડીમાત્રાના બ્રાહ્મણો પોતાની વિદ્વતાને લીધે રાજકીય સંરક્ષણ પામતા. અંગ્રેજોએ પોતાના પ્રશાસનમાં મદદ લેવાના હેતુથી લોકોને પ્રશિક્ષિત કરવા વિદ્યાલય ખોલ્યાં. આ આધુનિક વિદ્યાલય પરંપરાગત ગ્રામ્યશાળાના હરિફ[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

(ગતાંકથી આગળ)

અંગ્રેજોની નીતિ

એવું લાગે છે કે ભારતના શિક્ષિત લોકો અને નેતાઓ પણ એ નથી જાણતા કે અંગ્રેજ શાસકોએ ભારતવાસીઓની વચ્ચે રહેલી એકતાનો નાશ કરવાના હેતુથી સમજી વિચારીને એક યોજના બનાવી હતી. તારાચંદ ‘ભારતની સ્વાધીનતાનો ઇતિહાસ’ નામના પોતાના ગ્રંથમાં શ્રીમાન વૂડ દ્વારા તત્કાલીન વાઇસરાૅય એલ્ગિને લખેલા એક પત્ર[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

પૂણેના એક વર્તમાનપત્રમાં એક સમાચાર આવ્યા. આઠવર્ષનો એક બાળક પ્રેતાત્માના ઉત્પીડનથી ત્રાસી ગયો. એના ધનવાન પિતાએ આ કષ્ટના નિવારણ માટે ઘણું ધન વાપર્યું પણ પરિણામ શૂન્ય. એવામાં એણે સાંભળ્યું કે નરસોબાવાડીના દત્તાત્રેય મંદિરમાં આવા દુ :ખી લોકોનો ઉપચાર થાય છે. માતપિતા તો બાળકને લઈને ત્યાં ગયાં અને બે મહિના[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

ક્રોધના ઉન્માદનો અગ્નિ

એક મહિલાને એકવાર એક હડકાયું કૂતરું કરડ્યું. યોગ્ય ઉપચાર ન થયો એટલે એને હડકવા ઉપડ્યો. તેનાં સગાંવહાલાંએ એને એક હોસ્પિટલમાં દાખલ કરી. જ્યારે એનું મન થોડું શાંત થયું ત્યારે ડાૅક્ટરે એને કહ્યું, ‘આ કાગળ અને કલમથી તમે તમારી પોતાની ઇચ્છા લખીને પ્રગટ કરી શકો.’ એણે[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

(નવેમ્બર ૨૦૧૨થી આગળ)

ઈર્ષ્યાની આગ

ઈર્ષ્યા ઘૃણાની ચિરસંગિની છે. બંને સદૈવ સાથે વિચરણ કરતી રહે છે. પૂર્ણત : અસ્વાસ્થ્યકર ઈર્ષ્યાભાવનાથી પીડાતા લોકો બેચેન અને પરેશાન રહે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાની સફળતા જોઈને જ બેચેન થઈ જાય છે.

માનવના છ[…]

નાટક : જગદંબાનું પ્રથમ દર્શન : અમૂલખ ભટ્ટ

(શ્રી અમૂલખ ભટ્ટ સારા નાટ્યવિદ્ છે. ‘ચિલ્ડ્રન થિયેટર’નામની સંસ્થા ચલાવે છે.)

દૃૃશ્ય ૧

શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી બેઠેલી મૂર્તિને ઘાટ આપી રહ્યા છે. થોડીવારે મૂર્તિને સિંહાસનમાં પધરાવી. બિલીપત્ર, ચંદન, ફૂલ અને ભસ્મથી પૂજા કરી રહ્યા છે. તન્મય થઇને[…]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

ગતાંકથી આગળ…

અહિંસાની અભિવ્યક્તિ

યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે છે. ભારતીય સંસ્કૃત સાહિત્યનાં કાવ્યોમાં આશ્રમોનાં વર્ણન આપણે વાંચીએ છીએ. વાઘ અને હરણ એ આશ્રમમાં એક સાથે નિર્ભય અને સ્વચ્છંદ ભાવે વિચરણ કરતાં હતાં. એમ આ[…]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

ગતાંકથી આગળ…

એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવના એક બીજા સંન્યાસી અને સ્વામીજીના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદ ત્યાં આવ્યા અને એમને પૂછ્યું, ‘સ્વામીજી અત્યાર સુધી તમે સૂતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘હું તો સૂઈ ગયો હતો પરંતુ થોડી[…]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

ગતાંકથી ચાલું…

સુસ્પષ્ટ વિરોધાભાસ

કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના ધનપીપાસુઓએ સદ્ગુણના આ ઉચ્ચ આદર્શને મિથ્યાચાર બનાવી દીધો:

‘પાશ્ચાત્યદેશોના સમુદાયે પોતાની નૌસેના, તોપો તથા બંદૂકોની સહાયતાથી સંપૂર્ણ સંસાર પર વિજય મેળવવાનું અને એમણે જે દેશની ધરતી પર પગ મૂક્યો એના પર આધિપત્ય મેળવવા ઈચ્છયું.’[…]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

આધુનિકતાવાદીઓનો વિચાર

આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા લોકોએ આધુનિક સભ્યતાની સાથે જ તાલ મેળવીને ચાલવા તરફ ધ્યાન દેવું જોઈએ. માતપિતાના સ્વેચ્છાચારે નવી પેઢી પર કેવો દુષ્પ્રભાવ પાડ્યો છે એ દર્શાવીને અમેરિકાના ‘ટાઈમ’ સામાયિકના જુલાઈ ૧૯૭૭ના અંકમાં આવું[…]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે?

૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી. પરિવારના બધાં લોકો તથા ઘરનાં વડીલોવૃદ્ધોની સેવા પણ કરતી. આજે આ બધી બાબતો ક્રમશઃ લુપ્ત થતી જાય છે. માતપિતાની જીવન પદ્ધતિમાં આવેલા પરિવર્તનને લીધે બાળકોની[…]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

નૈતિક મર્યાદાઓનો વિનાશ

વિશેષજ્ઞો, સંશોધનકારો, વિદેશોમાં સામાજિક સ્વાસ્થ્યના સંરક્ષકો નૈતિક મૂલ્યોના હ્રાસનાં ભયંકર પરિણામો તથા વ્યક્તિગત સ્વતંત્રતાના નામે વધતા જતા સ્વેચ્છાચારના વિશે લોકોને ચેતવણી આપે છે. તેઓ તથ્યો અને આંકડાના આધારે એવું બતાવે છે કે પુરુષ અને મહિલાઓ વધારેને વધારે સ્વાર્થી બનતાં જાય છે.

સ્વતંત્રતા અને નૈસર્ગિકતાના આધારે વધારે ને વધારે[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

વિજ્ઞાનનો દુરુપયોગ

આૅસ્કાર વાઈલ્ડની એક કથાવાત જુઓઃ

‘ઈસુ ખ્રિસ્ત એક વખત કોઈએક ગામડામાંથી નગરમાં જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલતી વખતે એમણે એક યુવાનને રસ્તાના નાળામાં પડેલો જોયો. ઈસુએ એને પૂછ્યું, ‘ભાઈ, તું દારૂ પીને આવી ભયંકર અવસ્થામાં શા માટે પડ્યો છે?’ એ સાંભળીને પેલા યુવાને કહ્યું,[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

પ્રેમ જ પરમ આનંદ છે

નિયંત્રણ અને સંયમનું જીવન જીવીને જ વ્યક્તિ વાસનાઓની મોહજાળમાંથી મુક્ત થઈને પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતર શિખરે પહોંચાડી શકે છે. ત્યારે જ ચારિત્રિક ઉન્નયન અને સામાજિક કલ્યાણ એક વાસ્તવિકતા બની શકે.

કોઈ પતિપત્ની વૃદ્ધ થાય ત્યારે એમનામાં શારીરિક આકર્ષણ કે વાસનાઓ નહીં પણ, પોતાની વચ્ચેના પરસ્પરનો[…]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

દિવ્ય પ્રેમનો ખજાનો

એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત કર્યા છે?’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ એના ઉત્તરમાં કહ્યું: ‘એ દિવસોમાં હું એમની આધ્યાત્મિક શક્તિ, એમનો ત્યાગ, એમનાં દિવ્ય દર્શનો તથા એમના ઉપદેશો વિશે કંઈ સમજી શક્યો ન હતો. પણ એમનો પ્રેમ[…]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૪ : સ્વામી જગદાત્માનંદ

પ્રેમનો જાદુ

આપણે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકીએ કે ક્યારે વૈજ્ઞાનિકો રસરુચિ લઈને ‘માનવતા પર પ્રેમનો પ્રભાવ’ એ વિશે પોતાનો નિષ્કર્ષ પ્રકાશિત કરશે. માનસિક અને દૈહિક રોગો વિશેની શોધો દ્વારા આપણે પહેલેથી જ જાણી ચૂક્યા છીએ કે ઘૃણા હાનિકારક છે અને[…]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૩ : સ્વામી જગદાત્માનંદ

પ્રેમની દુર્લભતા

સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન કે અભણ બધાયને વશ કરી લીધા. એણે ઝૂંપડી અને મહેલમાં રહેનારાઓની વચ્ચેનો જાણે કે ભેદ જ દૂર કરી દીધો. અરે! એને જાતિ,[…]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૨ : સ્વામી જગદાત્માનંદ

  પ્રેમનું સ્વરૂપ

અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે અને એ સિવાય બીજું કંઈ નથી. પરંતુ દૈહિક આકર્ષણથી અલગ કરીને આપણે સાચા પ્રેમનું સ્વરૂપ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યારે જ આપણને[…]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૧ : સ્વામી જગદાત્માનંદ

પ્રેમનું આકર્ષણ

જ્યાં પ્રેમ છે ત્યાં ભય રહેતો નથી. ભગવાન ઈશુ કહે છે: ‘સાચો પ્રેમ બધી જાતના ભયનો નાશ કરે છે.’ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ એક દિવ્ય શક્તિ છે. સેન્ટ પોલ કહે છે : ‘વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણ સદ્ગુણોમાં પ્રેમ[…]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘દેશમાં રાષ્ટ્રિય ભાવના જગાડવાનો ઉપાય એ જ છે કે પોતાની લુપ્ત થતી જતી આધ્યાત્મિક શક્તિને પુનર્જીવિત કરવામાં આવે. જો આપણે પોતાનું અભ્યુત્થાન કરવું હોય તો આપણે પરસ્પર ઝઘડવાનું બંધ કરી દેવું જોઈએ. પોતાની સન્મુખ આ જ એક આદર્શ[…]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

અંધવિશ્વાસ

વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા નેતાઓ ઈશ્વર વિષયક શ્રદ્ધા અને એમાંય વિશેષ કરીને ધર્મ અને આત્મા વગેરેને અંધવિશ્વાસ કે પાખંડ કહે છે. આજે ધર્મને નામે કેટલાક અનાચાર[…]

Leave A Comment

Title

Go to Top