સ્વામી યતિશ્વરાનંદ
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા
કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક એનો સામનો કરવો પડે છે. જેમ કે આધુનિક મનોવૈજ્ઞાનિકોએ બતાવ્યું છે, કામ સામાન્ય માનવીનાં જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, તથા એનું ચિંતન, ભાવનાઓ અને ઇચ્છાનો મોટો અંશ કામના સંબંધમાં રહે છે. જે[…]
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : લક્ષ્ય તો છે પરમ-ચૈતન્ય અને આનંદ : સ્વામી યતીશ્વરાનંદ
વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે. તમારે ઉચ્ચતમ દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જીવનના ચરમ ઉદ્દેશ્યને ઉપલબ્ધ કરવું જોઈએ.
જ્ઞાનને માટે ચિત્તશુદ્ધિ અને પ્રજ્ઞા જરૂરી છે અને એના વિના કોઈ ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત[…]
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : નૈતિક જીવનની પરિણતિ આધ્યાત્મિક જીવનમાં : સ્વામી યતીશ્વરાનંદ
હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત રહે છે. એમાં તમસ નિષ્ક્રિયતાનું, રજસ ક્રિયાશીલતાનું, તથા સત્ત્વ જ્ઞાનનું તત્ત્વ છે. માનવનો સ્વભાવ આ ગુણોમાંથી કોઈ એક અથવા બીજાના અધિકપણા પર નિર્ભર કરે છે. આ ગુણોનું સંતુલન જીવનની મુખ્ય સમસ્યા[…]
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : નૈતિકતા અને પવિત્ર વિચારો : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ
એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ખરાબ કાર્ય. જો એક અસંસ્કૃત વ્યક્તિ દુર્વ્યવહાર કરે તો તે સુસંસ્કૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દુર્વ્યવહાર જેટલો ખરાબ નથી. માણસ જેટલો વધારે વિકસિત[…]
પાર્ષદપ્રસંગ : પ્રેમ નિર્મળ ભાસ્કર : સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી
૧ જુલાઈ, ૧૯૨૦
અમે ઠાકુર વિશે વાતો કરતા હતા.
સ્વામી તુરીયાનંદ – ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો થાય તો ગળા પર છરી મારીશ.’ શું વાત! ઠાકુરના હૃદયમાં એકવાર (કામભાવે) થોડો ઉછાળો માર્યો હતો. સાથે સાથે જ તેઓ પછડાટ ખાતા ખાતા માની સામે[…]
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : આધ્યાત્મિક જીવન અને પવિત્રતા : સ્વામી યતીશ્વરાનંદ
સૂક્ષ્મ વાસનાઓ:
ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા આચરણમાં અધિક સાવધાન નહીં હોઈએ, તો તે કોઈ દિવસે ઊઠશે અને સારી રીતે અંકુરિત થઈને ઘણી જ સમસ્યા પેદા કરશે. ભગવદ્ -સાક્ષાત્કારના પહેલાં[…]
પાર્ષદપ્રસંગ : શરણાગતિનો સાચો ભાવ : સ્વામી યતીશ્વરાનંદ
(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની સાથે થયેલ વાર્તાલાપની એક પ્રેરણાપ્રદ ઝલક આપણને અહીં આપી છે. -સં.)
૧૯૧૧ની સાલની શરૂઆતમાં બેલુર મઠમાં સ્વામી તુરીયાનંદજીનાં પહેલી વાર દર્શન કર્યાં ત્યારે હું સાધુ[…]
શાસ્ત્ર : આધ્યાત્મિક જીવન અને પવિત્રતા : સ્વામી યતીશ્વરાનંદ
સખત ઉપાય આવશ્યક :
આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા માટે ગરમ દવાઓની જરૂર છે. વેદાંત બીમારીનો કઠોર ઉપચાર બતાવે છે. પ્રભાવશાળી ઇન્જેકશન અને વધારે માત્રામાં એલોપથી દવાઓની જરૂર છે. વેદાંતમાં હોમિયોપથી જેવી કોઈ વસ્તુ[…]
દીપોત્સવી : તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા : સ્વામી યતીશ્વરાનંદ
સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે. દરરોજ ઓછામાં ઓછા બે કલાક સ્વાધ્યાય કરો. પોતાના ગુરુના નિર્દેશોનું મન-પ્રાણ અને નિષ્ઠાપૂર્વક પાલન કરો.
દુઃખ અને કષ્ટ ઉપસ્થિત થતાં સક્રિય સેવા કરવાને બદલે આપણે[…]
ધ્યાન : પવિત્રતા અને સાધક-જીવન : સ્વામી યતીશ્વરાનંદ
એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા અનુચિત ઉપાયથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી એ ચોરી છે.
પવિત્રતા – અપરિગ્રહ. સાધકોએ વધારે વસ્તુથી પોતાનો બોજ વધારવો જોઈએ નહીં. એણે સંગ્રહવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.[…]
ધ્યાન : ચિત્તશુદ્ધિ અને આહારશુદ્ધિ : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક જીવનની અનિવાર્ય શરત-ચિત્તશુદ્ધિ ઃ
સજાગ રહો-
કાયમ નૈતિક પથનું, આધ્યાત્મિક પથનું અનુસરણ કરો. એવા પણ લોકો છે કે જેમને અપવિત્રતાનું કોઈ જ્ઞાન નથી, તેઓ જેટલી પણ ભૂલો કરતા જાય છે તેટલા જ સંવેદનવિહીન થતા જાય છે. તેમની સઘળી નૈતિક સંવેદનશીલતા નાશ પામી ગઈ છે. તેમનામાં ગ્લાનિની ભાવના જ થતી નથી.[…]
અધ્યાત્મ : સંસારવૃક્ષ : સ્વામી યતીશ્વરાનંદ
સંસારવૃક્ષ:
હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું છે: આ સંસારરૂપી વૃક્ષનાં બે બીજ(પુણ્ય તથા પાપ) છે; અગણિત વાસનાઓ તેનાં સેંકડો મૂળિયાં છે; સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ તેનાં થડ છે; દશ[…]
ધ્યાન : સાધના અને પૂર્વસંસ્કાર : સ્વામી યતીશ્વરાનંદ
સંતોનાં દૃષ્ટાંતઃ
વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું હતું. એક દિવસ ઘેર પાછા વળતી વખતે તેઓએ ધોબીની એક બાલિકાને પોતાના પિતાને કહેતી સાંભળી, ‘પિતાજી, વિલંબ થઈ રહ્યો છે, ‘વાસના’ને આગ ક્યારે લગાડશો.’ વાસના[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
જૂઠી આશાઓ- પિંગલાની કથા :
શ્રીમદ્ ભાગવતમાં પિંગલા નામની એક ગણિકાની કથા છે. તે ધનની બહુ લોભી હતી. પરંતુ એક દિવસ તેના બારણે કોઈ ન આવવાથી તે ઘણી નિરાશ થઈ ગઈ.
तस्या वित्ताशया शुष्यद्वक्त्राया दीनचेतसः।
निर्वेदः परमो जज्ञे चिन्ताहेतुः सुखावहः।।
અર્થાત્ ધનની આશાથી સુકાતા મુખવાળી અને દુ :ખી મનવાળી તે પિંગલાને ‘હવે[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
ક્રોધનો જ વિચાર કરો. આપણે ક્રોધ શા માટે કરીએ છીએ? કારણ કે આપણે જેને પોતાના ભોગનો વિષય સમજીએ છીએ એની પ્રાપ્તિના માર્ગમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુ અંતરાયરૂપ બને છે. આ જ આપણા બધા પ્રકારના ક્રોધનું કારણ છે. આપણને હંમેશાં જાણવા મળે છે કે ક્રોધનો પ્રબળ વ્યક્તિત્વ-બોધ અથવા અત્યધિક[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના ગહન આકર્ષણનો અનુભવ કર્યો હતો. એક આધ્યાત્મિક વ્યક્તિમાં જ બીજા પ્રત્યે સાચો પ્રેમ હોય છે. સાંસારિક લોકોનો કહેવાતો પ્રેમ પ્રાય: સૂક્ષ્મ સ્વાર્થપરાયણતા હોય છે.
જ્ઞાની વ્યક્તિ બધાને સમાનરૂપે જ ચાહે
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત જૂના બધા સંબંધો જે સાધકને સહાયક નથી, એનો ત્યાગ કર્યા વિના સફળતાપૂર્વક આધ્યાત્મિક સાધના કરી શકાતી નથી. જેટલા પ્રમાણમાં પોતાની ઇચ્છાઓ તથા વાસનાઓ તેમજ બીજા પ્રત્યે આપણી રાગાત્મકતા[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
ઘણા લોકોને એકલા રહેવામાં સ્વાભાવિક ભય લાગે છે. તેમને સદાને માટે કોઈને કોઈ પ્રકારના સંગની આવશ્યકતા જણાય છે. લોકો બીજા સાથે વાતો કરવામાં અને કરાવવામાં વ્યગ્ર રહે છે. આ પ્રવૃત્તિનું મુખ્ય કારણ પોતાના તુચ્છ અહંકાર સાથેનો લગાવ છે. અહંકાર વિચારો, સ્મૃતિઓ અને ભાવનાઓનો એક જટિલ સમૂહ છે, એટલે[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
સિદ્ધ મહાપુરુષોની કૃપા :
સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે. (૧૦.૪૮.૩૧ અને ૧.૧૩.૧૦)
न ह्यम्मयानी तीर्थानि न देवा मृच्छिलामयाः ।
ते पुनन्त्युरुकालेन दर्शानादेव साधवः ।।
भवद्विधा भागवतास्तीर्थभूताः स्वयं विभो ।
तीर्थीकुर्वन्ति तीर्थानि स्वान्तःस्थेन गदाभृता ।।
અર્થાત્ ‘સાધુસંત સૌથી મહાન પાવનકર્તા છે.[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
ભારતમાં ગુરુ પરંપરા :
અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર; એટલું જ નહીં, પરબ્રહ્મ પરમેશ્વર સુધીની સંજ્ઞા આપે છે.
गुरुर्ब्रह्मा गुरुविर्ष्णुर्गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ।।
(स्कंद पुराण, गुरुगीता, 1.46)
મોટાભાગના લોકો એ ભૂલી જાય[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો ક્યારેય થવો ન જોઈએ. અપવિત્ર લોકોની નિંદા કરીને અહમ્-મન્યતાના ભાવને વધારવો ન જોઈએ. ‘હું તમારાથી પવિત્ર છું’, આ ભાવ ખરેખર ખરાબ છે અને એ ભાવ આપણને અતિસાહસી અને બેપરવાહ બનાવી[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ મૂર્ખાઓ અર્થાત્ સાંસારિક ભાવમાં લિપ્ત લોકોની પાસે જવું ન જોઈએ અને તેમનો સંગ પણ ન કરવો જોઈએ. એમનાં અપવિત્ર, અનૈતિક સ્પંદન આપણી વર્તમાન સ્થિતિમાં આપણને પ્રભાવિત કરે છે. પછી ભલે[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
પ્રકરણ – ૯
સાધુસંગ
સત્સંગની આવશ્યકતા
બધા ધર્મો અને બધી આધ્યાત્મિક સાધનાઓમાં સંતો તેમજ જ્ઞાનીઓના સંગનું મહત્ત્વ છે. વસ્તુત : એ સાધકના આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત આવશ્યક પણ છે. સાધકના પ્રારંભિક જીવનનું એ સૌથી મહત્ત્વનું અંગ પણ છે. ભારતમાં આધ્યાત્મિક પ્રગતિના ઇચ્છુક એવા બધા લોકો સંતોના સંગ માટે સર્વદા આગ્રહપૂર્વક પ્રયત્નશીલ[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
પોતાના અન્ય ગુરુભાઈઓની જેમ શિવાનંદજી પોતે પણ પછીથી અમે એમને પહેલાં મળ્યા હતા તેવા એક મહાન શક્તિ સંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. સંઘાધ્યક્ષ બન્યા પછી એ શક્તિ એમનામાં વધારે અભિવ્યક્ત થઈ. લગભગ ઈ.સ.૧૯૨૩માં સિંધમાંથી એક સાધક સ્વામી શિવાનંદજી પાસે દીક્ષા માટે આવ્યા. એ ભક્તે સ્વપ્નમાં મંત્રદીક્ષા મેળવી હતી. પરંતુ[…]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ…
શુદ્ધ મન એ જ ગુરુ છે :
સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘તમારા મનથી મહાન બીજો કોઈ ગુરુ નથી.’ માનવ-ગુરુ સદા પાસે રહેતા નથી. ભલે આપણને સિદ્ધ ગુરુની કૃપા અને ઉપદેશ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હોય, પરંતુ તેઓ આપણી આવશ્યકતાના સમયે સદૈવ આપણી નીકટ રહેતા નથી. આમ છતાંપણ એક આંતરિક ગુરુ,[…]
Leave A Comment