Do not desire anything. What makes us miserable? The cause of all miseries from which we suffer is desire. You desire something and the desire is not fulfilled; the result is distress. If there is no desire, there is no suffering… The walls have no desire and they never suffer. True, but they never evolve. This chair has no desires, it never suffers; but it is always a chair. There is a glory in happiness, there is a glory in suffering. (2.147)
કોઈ વસ્તુની આશા ન રાખો. આપણને દુઃખી કઈ બાબત કરે છે ? આપણે બધાં દુઃખો સહેવાં પડે છે, તેનું કારણ તૃષ્ણા છે. તમે કોઈ ચીજની ઇચ્છા રાખો અને તે ઇચ્છા પરિપૂર્ણ ન થાય તો પરિણામે દુઃખ થાય છે, પણ જો તૃષ્ણા જ ન હોય તો દુઃખ પણ ન હોય… દીવાલોને તૃષ્ણા હોતી નથી અને તેઓ કદી દુઃખી થતી નથી; વાત સાચી છે; પણ તે કદી વિકાસ પણ કરતી નથી. ખુરશીને કોઈ ઇચ્છા નથી, તે કદી પણ દુઃખી થતી નથી, પણ તે કાયમને માટે ખુરશી જ રહે છે. સુખમાં પણ મહત્તા છે, દુઃખમાં પણ મહત્તા છે. (૨.૩૭૭-૭૮)