If I may dare to say so, there is a utility in evil too. The great lesson in misery we all know. There are hundreds of things we have done in our lives which we wish we had never done, but which, at the same time, have been great teachers. As for me, I am glad I have done something good and many things bad; glad I have done something right, and glad I have committed many errors, because every one of them has been a great lesson. I, as I am now, am the resultant of all I have done, all I have thought. Every action and thought have had their effect, and these effects are the sum total of my progress. (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 147)

જો હું ધારું તો એમ પણ કહ્યું કે દુઃખોની પણ ઉપયોગિતા છે. દુઃખમાં જે મહાન પાઠ છે તે આપણે સહુ જાણીએ છીએ. આપણા જીવનમાં એવાં સેંકડો કાર્યો આપણે કર્યાં હોય છે કે જે ન કર્યાં હોત તો સારું એમ આપણે ઇચ્છીએ છીએ અને છતાં તેઓ આપણા મહાન શિક્ષકરૂપ હતાં. મારા વિશે કહું તો મેં થોડાંક સારાં અને ઘણાં ખરાબ કાર્યો કર્યાં છે; હું ખુશ છું કે મેં થોડું સારું કર્યું છે અને હું ખુશ છું કે મેં ઘણી ભૂલો કરી છે, કારણ કે તેમાંની પ્રત્યેક ભૂલ મારે માટે મહાન બોધપાઠ સમાન થઈ છે. હું આજે જે છું તે મારાં સઘળાં કર્મો તથા સમગ્ર વિચારોના પરિણામ સ્વરૂપ છું. પ્રત્યેક વિચાર અને કાર્યની મારી પર અસર થઈ છે અને આ અસરોનું પરિણામ છે મારી સમગ્ર પ્રગતિ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૦)

Total Views: 226
Bookmark (0)
ClosePlease login