God is in the wealth that you enjoy. He is in the desire that rises in your mind. He is in the things you buy to satisfy your desire; He is in your beautiful attire, in your beautiful ornaments. This is the line of thought. All will be metamorphosed as soon as you begin to see things in that light. If you put God in your every movement, in your conversation, in your form, in everything, the whole scene changes, and the world, instead of appearing as one of woe and misery, will become a heaven. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 148.)

જે લક્ષ્મીનો તમે ઉપયોગ કરો છો તેમાં ઈશ્વર છે. તમારા મનમાં ઉત્પન્ન થતી ઇચ્છામાં પણ ઈશ્વર જ છે. તમારી ઇચ્છાને સંતોષવા તમે જે વસ્તુઓ ખરીદો છો તેમાં પણ તે જ છે; તમારાં સુંદર કપડાંમાં તે છે, તમારાં સુંદર આભૂષણોમાં પણ તે જ છે. આ છે વિચારસરણી. આ દૃષ્ટિથી તમે વસ્તુઓને જોવા માંડશો તો બધું સદંતર બદલાઈ જશે. જો તમે તમારા પ્રત્યેક હલનચલનમાં, વાતચીતમાં, દેહમાં, સર્વવસ્તુમાં ઈશ્વરને જોશો તો આખુંય દૃશ્ય બદલાઈ જશે અને આ જગત દુઃખ અને કષ્ટમય લાગવાને બદલે સ્વર્ગસમું બની જશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૭૮)

Total Views: 226
Bookmark (0)