If a man plunges headlong into foolish luxuries of the world without knowing the truth, he has missed his footing, he cannot reach the goal. And if a man curses the world, goes into a forest, mortifies his flesh, and kills himself little by little by starvation, makes his heart a barren waste, kills out all feelings, and becomes harsh, stern, and dried – up, that man also has missed the way. These are the two extremes, the two mistakes at either end. Both have lost the way, both have missed the goal. (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 149-50)

સત્યને જાણ્યા સિવાય માનવી જો આ જગતના મૂર્ખાઈભર્યા મોજશોખમાં અવિચારીપણે પડશે તો તે પોતાનો આધાર ગુમાવશે અને લક્ષ્યને નહીં પહોંચે. તેમજ જે માણસ આ દુનિયાને ભાંડીને જંગલમાં ચાલ્યો જાય છે, જે પોતાના દેહને કષ્ટ આપે છે અને અજ્ઞાતવાસથી ધીરે ધીરે પોતાનું મૃત્યુ આણે છે, હૃદયને શુષ્ક વેરાન જેવું બનાવે છે, બધી ઊર્મિઓને રહેંસી નાખે છે તથા કઠોર, કડક અને શુષ્ક બની જાય છે, તે માણસ પણ , પોતાનો માર્ગ ભૂલ્યો છે. આ બન્ને છેડાઓ છે અને બન્ને છેડાઓ ભૂલભરેલા છે. બન્ને જણા માર્ગ ભૂલ્યા છે, બન્ને જણા લક્ષ્ય ચૂક્યા છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૦)

Total Views: 245
Bookmark (0)
ClosePlease login