What little work has been done by me has not been from any inherent power that resides in me, but from the cheers, the goodwill, the blessings that have followed my path in the West from this our very beloved, most sacred, dear Motherland. Some good has been done, no doubt, in the West, but specially to myself; for what before was the result of an emotional nature, perhaps, has gained the certainty of conviction and attained the power and strength of demonstration. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 104)

જે કાંઈ અલ્પ કાર્ય મારાથી થયું છે તે મારામાં રહેલી કોઈ કુદરતી શક્તિથી થયું નથી. એ તો પશ્ચિમમાં મારા માર્ગની પાછળ પાછળ, આ આપણી પ્રીતિભરી, અતિ પવિત્ર, પ્રિય જન્મભૂમિમાંથી આવી રહેલી ઉત્સાહપ્રેરક શુભેચ્છાઓ અને આશીર્વાદોનું ફળ છે. પશ્ચિમમાં કંઈક સારું કામ થયું છે એમાં જરાયે શંકા નથી; પરંતુ ખાસ કરીને તો મને લાભ થયો છે.પૂર્વે મારામાં જે કદાચ એક ઊર્મિલ પ્રકૃતિનું પરિણામ હતું, ત્યાં જઈને મેં નિશ્ચયનું ચોક્કસપણું મેળવ્યું છે, તેમજ એનું પ્રદર્શન કરવાની શક્તિ તથા સામર્થ્ય પ્રાપ્ત કર્યાં છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩)

Total Views: 230
Bookmark (0)
ClosePlease login